૧૫૦થી વધુ કાર્યકર્તાઓએ હાજરી આપી
દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ તેનીસેવા પ્રવૃતિથી દેશ-વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત છે ત્યારે વધુ એક સ્તુત્ય કાર્ય કરવા દીકરાનું ઘર ટીમ જઈ રહી છે. આગામી તા.૨૯ અને ૩૦ ડિસેમ્બરના રોજ પિતાની છત્રછાયા ગુમાવેલ ૨૨ દીકરીઓનો વહાલુડીના વિવાહ શીર્ષક હેઠળ દાતાઓના સહકારથી જાજરમાન લગ્નોત્સવ કરવા ‘દીકરાનું ઘર’ જઈ રહી છે. છેલ્લા ૩ માસથી ટીમ દીકરાનું ઘર આ અંગે તડામાર તૈયારી કરી રહી છે. તાજેતરમાં શહેરના જાણીતા ઉધોગપતિ કિરીટભાઈ આદ્રોજા, જાણીતા ચાર્ટડ એકાઉન્ટન્ટ હેમલભાઈ મોદી, જાણીતા બિલ્ડર કિરીટભાઈ પટેલ, યુવા અગ્રણી સુનીલભાઈ મહેતા સહિતના મહાનુભાવોની હાજરીમાં એક અગત્યની મિટીંગ યોજાઈ ગઈ જેમાં ૧૫૦થી વધુ કાર્યકર્તા ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
પિતાની છત્રછાયા ગુમાવેલ ૨૨દીકરીઓના લગ્ન કરવા દીકરાનું ઘર જઈ રહી છે ત્યારે પ્રત્યેક દીકરીને ૩ લાખની રકમનોકરીયાવર આપવામાં આવેલ છે. તા.૨૯ના રોજ મહેંદી રસમ શહેરના હાર્દસમા કાલાવડ રોડ ઉપરઆવેલ અવસર પાર્ટી પ્લોટમાં યોજાશે. જેની જવાબદારી રાધીબેન જીવાણી, ડો.ભાવનાબેન મહેતા, જયશ્રીબેન મોદી, ગીતાબેન પટેલ, કાશ્મીરા દોશી, કલ્પનાબેન દોશી, પ્રિતી વોરા, સ્વાતિબેન જોષી, રૂપા વોરા સહિતના બહેનો સંભાળીરહેલ છે. આ ઉપરાંત આ જ દિવસે રાબે બીએપીએસના હોલમાં ગુજરાતના દીકરી ઉપર સાહિત્ય પીરસતા મોટા ગજાના કલાકાર અશ્ર્વિનભાઈ જોષીનો કાર્યક્રમ યોજાશે. ટ્રાન્સપોર્ટેશનનીવ્યવસ્થા જીવદયા ગ્રુપના પારસભાઈ મોદી અને તેની ટીમ સંભાળી રહેલ છે. તેમજ ભોજનનીવ્યવસ્થા દોલતભાઈ ગદેશાની ટીમ સંભાળી રહેલ છે.
તા.૩૦ના રોજ જામનગર રોડ પર આવેલગ્રીન લીફ પાર્ટી પ્લોટમાં જાજરમાન લગ્નોત્સવ યોજાશે જેની સંપૂર્ણ વ્યવસ્થા કિરીટભાઈ આદ્રોજાના નેતૃત્વ નીચે અશ્ર્વિનભાઈ પટેલ, પોપટભાઈ પટેલ, રાકેશભાઈ ભાલાળ, હરીશભાઈ હરીયાણી, કેતન મેસવાણી, ધીરજભાઈ ટીલાળા, રમેશભાઈ ઢોલરીયા, પરીમલભાઈ જોશી, મુકેશભાઈ પારેખ, જયેન્દ્રભાઈ મહેતા સંભાળી રહ્યા છે. સમગ્ર આયોજનમાં શહેરના વિવિધ ક્ષેત્રોના મોભીઓ મૌલેશભાઈ ઉકાણી, જીતુભાઈ બેનાણી, વિઠલભાઈ ધડુક, વલ્લભભાઈ સતાણી, મનીષભાઈ માદેકા, સુરેશભાઈ નંદવાણા, ધીરૂભાઈ રોકડ, સુનીલભાઈ મહેતા, હરીશભાઈ લાખાણી, ખોડુભા જાડેજા માર્ગદર્શન પુરુ પાડી રહ્યા છે.