રાજ્યના ગૃહ વિભાગ દ્વારા રાજ્યની જેલોમાં રહેલા પાકા કામના કેદીઓના દૈનિક વેતનમાં 60થી 70 ટકાનો વધારો કરવામાં આવતા પાકા કામના કેદીઓ માટે રાહતરૂપ નિર્ણય હતો. રાજ્યની જેલોના વડા દ્વારા કેદીઓના દૈનિક વેતનમાં વધારો કરવા માટે ગૃહવિભાગને રજૂઆત કરાઈ હતી. જેના પગલે 6 દિવસ અગાઉ ગૃહવિભાગ દ્વારા નવી જાહેરાત કરી જેમાં કેદીઓમાં બિનકુશળને 110, અર્ધ કુશળને 140 અને કુશળને 170નું વેતન મળવાપાત્ર થયું છે.
બિનકુશળને 110, અર્ધ કુશળને 140 અને કુશળને 170નું વેતન મળવાપાત્ર થશે
રાજ્ય સરકાર દ્વારા કેદીઓના આર્થિક વિકાસ માટે આ યોજના અમલમાં મુકાઈ છે. કેદી જેલની અંદર કે બહાર જેલની વસ્તુઓના વેચાણના સ્થળો પર કામ કરી ભથ્થુ મેળવી શકે છે. આ રીતે કેદીઓ જેલમાંથી છૂટે ત્યારે તેઓના હાથ પર મોટી રકમ આવે અને પોતાના ધંધા-રોજગારની શરૂઆત પહેલા પોતાનું ગુજરાન ચલાવી શકે કે નવો ધંધો શરૂ કરે તે હેતુથી સરકાર દ્વારા કામ કરતા કેદીઓને વેતન ચુકવાય છે.