આ વર્ષ શ્રાવણ માસમાં ચાર સોમવાર: ૯મી સપ્ટેમ્બરે શ્રાવણનું સમાપન

આગામી ૧૨મી ઓગસ્ટને રવિવારથી પવિત્ર શ્રાવણ માસનો આરંભ થઈ રહ્યો છે. આ વર્ષે શ્રાવણમાં ચાર સોમવાર આવશે. ૯મી સપ્ટેમ્બરના રોજ શ્રાવણનું સમાપન થશે.

બારે મહિનામાં શ્રાવણ માસ ધાર્મિક દ્રષ્ટીએ ખુબ મહત્વ ધરાવે છે. શ્રાવણ મહિનામાં મહાદેવજીની પુજા, શ્રીકૃષ્ણ ભગવાનની પુજાનું મહત્વ વધારે છે તે ઉપરાંત શ્રાવણ માસથી જ આપણા મુખ્ય તહેવારોની શ‚આત થાય છે. આમ તો બારે માસના નામ નક્ષત્રના નામ પરથી પડેલા છે.

જેમ કે કૃતિકામાંથી કારતક એમ નક્ષત્ર શ્રવણમાંથી શ્રાવણ માસ નામ પડેલુ શ્રવણ નક્ષત્ર મકર રાશીનું છે તેના સ્વળી શનિ છે શનિ આઘ્યાત્મીકનો ધાર્મિકનો કારક ગ્રહ છે તે ઉપરાંત શ્રવણ નક્ષત્રના સ્વમી વિષ્ણુ છે આથી પણ શ્રાવ માસમાં ધર્મનું મહત્વ વધી જાય છે અને શ્રાવણમાં મહાદેવજીને વધારે પ્રિય છે.

શ્રાવણ માસમાં એવરત-જવરત દિવાશો તા.૧૧ને શનિવારે, શ્રાવણ માસનો પ્રારંભ તા.૧૨ને રવિવારે, પહેલો સોમવાર તા.૧૩ ઓગસ્ટે, બીજો સોમવાર તા.૨૦મીએ, પુત્રદા એકાદશી તા.૨૨મીએ, રક્ષાબંધન તા.૨૬મીએ, ત્રીજો સોમવાર તા.૨૭મીએ, ફુલ કાજળી વ્રત તા.૨૯મીએ, બોળ ચોથ તા.૩૦મીએ, નાગપાંચમ તા.૩૧મીએ, રાંધણ છ્ઠ્ઠ તા.૧ સપ્ટેમ્બરે, શીતળા સાતમ તા.૨ સપ્ટેમ્બરે, જન્માષ્ટમી તા.૩ સપ્ટેમ્બરે, એકાદશી સાંજે ગુરુષ્યામૃત યોગ તા.૬મીએ અને અમાસ શ્રાવણ માસ સમાપ્ત તા.૯મીએ રવિવારે થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.