ભગવાન તાપણા પાસે ગોદડુ ઓઢીને બેઠા હતા ત્યારે સહેજ ગોદડુ બળી ગયું હતુ એ ગોદડુ આજે પણ મંદિરમાં
રાજુલામાં દોઢસો વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરના સ્થળે ખુદ હરિએ તાપણા તાપ્યા હતાવિષય જ્યારે શ્રદ્ધા નો હોય ત્યારે પ્રશ્નો નથી હોતા 150 વર્ષોથી જુના સ્વામિનારાયણ મંદિર ની વાસ્તવિકતારાજુલા શહેરમાં આવેલ પ્રસિદ્ધ મંદિરો વિશે વિગતો ઘણી વાર પ્રકાશિત થતી રહે છે પરંતુ જૂના સ્વામિનારાયણ મંદિરની વિગતો બહુ જૂજ લોકો જાણે છે જ્યારે કાચા માર્ગે ઘોડા અથવા બળદગાડા દ્વારા એક ગામથી બીજા ગામ જવાતું એ સમયે લગ્નની જાન ને પણ રાત વાસા કરતા જવું પડતું એ વખતે દાદા ખાચરની જાન ભટવદર ગામે જતી હતી એ જાનનો રાતવાસો રાજુલાના આંબાગાળા માં થયો હતો આ જાનમાં જાનૈયા માં સ્વયં ભગવાન સ્વામીશ્રી હરિ હતા તેઓ આ મંદિરમાં રોકાયા હતા.
ઠંડીની આ ઋતુમાં ભગવાન તાપણા પાસે ગોદડુ ઓઢીને બેઠા હતા ત્યારે સહેજ ગોદડું બળી ગયું હતું એ ગોદડું આજે પણ મંદિરમાં છે ભગવાન ના ખેસ હજી એ આ મંદિરમાં છે જલપાન વેલા ભગવાને ઘી અને ખજૂર નું ટીબણ કર્યું હતું કે ઘીની ટબુડી અને કટોરા પણ મંદિરમાં છેલુહાર સોની અને રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના ઓરડાઓમાં ભગવાને પગલાં કર્યા હતા અને આ પગલા આપ્યા તે મંદિરમાં આજે પણ છે.
સોની ભક્ત શ્રી નાગદાન આપા સલ્લા જ્યારે દરિયાઈ માર્ગે મુંબઇ જતા હતા ત્યારે દરિયામાં ભયંકર તોફાન આવ્યું સોની ભક્તોનો જીવ જોખમાયો અને કાળના મોઢેથી ભક્ત અને પાછા લાવી સાક્ષાત ભગવાન સ્વામી હરિએ તેમની રક્ષા કરી હતી જ્યાં સાક્ષાત શ્રી હરિ રહી ચૂક્યા છે તે પાવન ભૂમિ પર નામી અનામી સંતોએ તપસ્યા કરી છે આ મંદિર હરિભક્તોની શ્રદ્ધા અતૂટ છે.
મંદિરના પરિસરમાં પગ મૂકતાં જ મન અપાર શાંતિ પામે છેઅને આજે વર્ષોથી સેવા આપતા સ્વામી કોઠારી નારાયણ દાસ જી સેવા આપી રહ્યા છે.આ મંદિરે હિન્દુ ધર્મના નાના મોટા તહેવાર ખુબજ ધામધુમથી ઉજવવામાં આવે છે જેમાં જન્માષ્ટમી રંગોત્સવ અને હિંડોળા પ્રમુખ છે.
ગોવર્ધનનાથજીની હવેલી જેવા જ હિંડોળાના વિવિધ દર્શન નયન રમ્ય અને અલૌકિક હોય છેઅહીં મહિલાઓ માટે વિશાળ સત્સંગ હોલ છે એક વીઘા જમીનમાં પથરાયેલા મંદિરમાં પ્રવેશતા મન હરિમય બની જાય છે શ્રદ્ધા સાચી હોય તો સામાન્ય પથ્થરમાં પણ પરમેશ્વર છે આજના ઝડપી યુગમાં વ્યસ્ત માનવી તહેવારોનું મહત્વ ભૂલી ગયો છે ધર્મ ભૂલી ગયો છે ત્યારે ઈશ્વર અહીં સાક્ષાત રહી ચૂક્યા છે અને સાક્ષાત્કાર ભક્તોને કરાવી ચુક્યા છે.