ગુલાબનગર રૈયા રોડ ખાતે સોમનાથ મહાદેવ મંદીર તથા સખી મંડળના સંયુકત ઉપક્રમે ચાલી રહેલ શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની પુર્ણાહુતિ કરવામાં આવી છે. આ જ્ઞાનયજ્ઞમાં કથાકાર શાસ્ત્રી નીતીનભાઇ કે. આચાર્ય દ્વારા કરવામાં આવેલી કથાનો ધર્મપ્રેમી જનતાએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.
પૂજાબેન રાજેશભાઇ ફળદુ સોમનાથ મહાદેવ મંદીર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અબતકને જણાવ્યું હતું કે ભાગવત સપ્તાહમાં ર૧ પાટલા રાખવામાં આવ્યા હતા. જેમાં પ્રભુ પાછળ કથા કરાવવામાં આવી છે. કથામાં પ્રસંગાનુસાર પાત્રો પણ તૈયાર થયા હતા. જેમાં પ્રસંગો જીવતં બનાવાયા હતા. દરરોજ પ૦૦ થી વધુ લોકો કથાનો લાભ લીધો હતો. આ સપ્તાહમાં સોમનાથ મંદીર ટ્રસ્ટ તથા સખી મંડળી ખુબ જ ઉત્સાહ પૂર્વક કામગીરી નિભાવી હતી.
કથાનો લાભ લેનાર નીતાબેન વસાવડા જણાવે છે કે દરરોજ કથાનું રસપાન ભાવવાહી રહ્યું છે. દરેક પ્રસંગોને જીવંત સ્વરુપ આપ્યું હતું. કથાથી માનવના વિચારોમાં પરિવર્તન આવે છે.
સોમનાથ મંદીરના ઉપપ્રમુખ નટુભાઇ રાણપરીયા જણાવે છે કે મંદીર તથા સખી મંડળ ખુબ સરસ કથાનું આયોજન કર્યુ હતું. જેમાં ભાવભેર દરરોજ લોકો જોડાઇ રહ્યા હતા. તથા પુર્ણાહુતિ પણ ખુબ જ ઉત્સાહ ભેર કરવામાં આવી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com