૧૮ મી સદીની શરૂઆતથી જ સમસ્ત વિશ્ર્ચે તમાંકુને સ્વાર્પણ કર્યુ
ઇસુના ૧લી અને રજા સૌકામા મધ્ય અમેરિકામાં ‘મય’ નામની એક સભ્ય જાતિ રહેતી હતી. એ મય જાતિના પુરોહતો સૂર્ય અને અગ્નિદ વિના હોમાનૃષ્ઠાનમાં સૂકા દાભ અને તમાકુનાં પાંદડાનો ઉપયોગ કરતા, અને તેનો ધુમાડો નાક તથા મોં વાટે લેતા. સંભવત: અનુષ્ઠાનના આ વિધિ પરથી જ પ્રાચીન કાળમાં મયજાતિમાં વૈર્યાકતક આનંદ ઉપભોગ માટે ધુમ્રપાનની પ્રથા શરૂ થઇ હશે. ઇ. ૪૭૦થી ૬૨૦ વચ્ચેના મય સંસ્કૃતિના સુવર્ણયુગ પછીના કેટલાક સેકામાં આ પ્રથા ખૂબ પ્રસરી હતી.
મય લોકો તાડનાં પાન પકવી તેને ગોળ બીડ વાળી અંદર તમાકુના જરદો ભરી ધ્રમપાન કરતા. કાચી તમાકુનું ધૂમ્રપાન કરવાથી તીવ્ર કેફ ચડ છે. પૂરો હિતો કહતા, કે આ અવસ્થામાં તેમનામાં દૈવી શાંકત પ્રવેશ છે. એ અવસ્થામાં તેઓ લોકો આગળ વૃધ્ધની ચડાઇના પરિણામોની આગ્રાહીઓ કરતા. આ પુરોહિતો વૈદ પણ કરતા, આ પુરોહિતો વૈદ પણ કરતા, ખુલ્લા વ્રણ ઉપર તેઓ તમાકુનાુ તાજાુ પાન લગાડતા, શ્ર્વાસનળીની કે કફ જામી જવાની તકલીફમાં તમાકુનો ધુમાડા ખેચવાનું કહેતા અને માથું ભમવાના તથા જાત-જાતના માથાના દુખાવાઓમાં તમાકુના રસ કે ગંધનો ઉપચાર કરતા હતા.
ધીમે ધીમે તમાકુનો વપરાશ ઉતરર્મા મિસિસિપી ખીણ તવી દક્ષિણમાં બ્રાઝિલ સુધી ફેલાઇ જવા પામ્યો. સ્પોનશો અમેરિકા આવ્યા તે પહેલાં ઉતર અમેરિકામાં લગભગ સર્વત્ર તમાકુનો ઉપયોગ જાણીતો હતો. પરંતુ દક્ષિણ અમેરિકામાં વેનેઝુ એલા, ગિયાના તથા બ્રાઝિલ સિવાય તે અજ્ઞાત યા અજ્ઞાતપ્રાય હતો.
૧૪૪૨ના ઓકટોબર માસમાં જયારે કોલબસ પ્રથમ અમેરિકાના સાન-સાલવડોર નામના નાના બેટ ઉપર ઊતર્યો ત્યારે ત્યાંના આદિવતનીઓએ આ ગોરા માણસોની સીધા સ્વગમાંથી ઊતરી આવેલા સમજીને તેમને નાનાવિધ દ્રવ્યાદિની ભેટા આપવા માંડી, જેમાં વિવિધ ફળફર્ળાદ, કાલાં વગેરે સાથે કેટલાંક સૂકાં પાદડાં પણ હતા. ભેટ આપનારને માઠું ન લાગે માટે કાલંબસ સાથીઓને આ બધા દ્રવ્યો લઇ લેવા કહ્યું, પરંતુ પાછળથી તેમણે ફળો રાખીને પાંદડાં ફેકી દીધેલા. કહેવાની જરૂર નથી કે એ પાંદડા તમાકુના હતા.
બસર્ન તેના સાથીઓ કયૂબા ટાપુ આવ્યા ત્યારે પણ તેમણે ત્યાંના વતનીઓને તમાકુના પાંદડાનો ધૂમાડો લેતા ને કાઢતા જોયેલા. કોઇકોઇનું કહેવું છે કે, કોલબસ પ્રથમ અમેીરકા આવ્યો ત્યારે રોડરિગો દ જેરેત્સ નામના એક સ્પોર્નશ ખલાસીએ પહેલી વાર તમાકુ ‘પીવા’નું શરૂ કરેલું.
૧૪૯૩ની કાલંબસની બીજી સફર વખતે ૬ઠા પોપ એલેકઝાન્ડરના હું કમથી રોમાનો પાને નામનો એક પાદરી જે વેસ્ટ-ઇન્ડીઝ ટાપુઓના વતનીઓને ખ્રિસ્તી ધર્મની દીક્ષા આપવાના ઉદશસર તેમનાં રીતરિવાજો જાણવા માટે કોલંબરા સાથે નીકળેલો, તેણે ત્યાં સામાન્ય વર્ગ ધર્મને નામે તથા બીમારીના ઉપચાર તરીકે તમાકુનો ઉપયોગ કરતો હોવાની નોંધ કરી છે. ૧૫૧૪માં ત્યાં પહોંચેલા ગાઝાલો ફરનાન્દઝ દ ઓવિયેદાએ ધુમ્રપાન કેમ કરવામાં આવે છે તેનું વિવરણ સુધ્ધાં આપેલું છે. આ ઓવિયેદા જ સર્વપ્રથમ ૧૫૨૯માં તમાકુનાં પાંદડા યુરોપમાં લાગ્યો હતો અને સ્પેનમાં કેટલાંક વરસા ધુમ્રપાન ચાલુ થયું હતું, છતા તે ખારા લોકાદર મેળવી શકયું નહોતું.
ધુમ્રપાન લોકપ્રિય બન્યું ત્યારના શકિતશાળી અને સમૃધ્ધ પાટસ્ ગલ રાજયમાં. જોં નિકો નામનો એક ગરીબ આદમી પોતાના ગુણબળથી રાજયમાનીતો થઇ પડતાં તેને ઇ.૧૫૫૯માં ફેન્ચ રાજદૂત તરીકે પાટ ગલની રાજધાની લિસબન મોકલવામાં આવેલો. અહીં એક વાર તે એક પોર્ટ ગીઝ મિત્રને મળવા જતાં મિત્રે તેને પોતાના બગીચામાં વાવેલી તમાકુ બતાવી.
નિકોએ તત્ક્ષણ થોડા છોડ દૂતાવાસમાં લાવી રોપી દીધા અને આ સમાચાર રાજાને મોકલાવ્યા. કહેવાય છે કે, નિકાંએ તમાકુનાં પાંદડાંથી કેટલાકના કેનસરનો રોગ પણ મટાડી આપ્યો હતો. આ રીતે ફ્રાન્સમાં તમાકુના અદ્ભુત ઔષધીય ગુણોની ચર્ચા થવા લાગી.
ફ્રાન્સની મહારાણીએ કરેલા તમાકુના રામાદરને લઇને આખા દેશમાં તેનું રીતસરનું વાવેતર થવા લાગ્યું. અડસટે ૧૫૬૦મા ફ્રાસથી તમાકુ હોર્લન્ડ પહોંચી. સંભવત: આ ગાળામાં ઇગ્લંડમાં પણ ધુમ્રપાનની પ્રથા ચાલુ થઇ ગઇ હતી. ૧૫૬૧માં રોમમાં અને ૧૫૭૦ના અરસામાં જર્મની, સ્વિટઝલેન્ડ, ઓસ્ટ્રિયા અને હંગેરીમાં તમાકુનાં વાવેતર શરૂ થયાં.
૧૫૮૫માં સર વોલ્ટર રે લેએ વોર્જનિયન કે પટન રાલ્ફ લેનની આગેવાની નીચે એક વસાહત સ્થાપી, અને ત્યાંના વસાહતીઓએ તમાકુનો મબલખ પાક ઉતારવો શરૂ કર્યો હતો.
સેવિલ યુનિવર્સિટીના વિખ્યાત ર્સ્પોનેશ ચિકિત્સક નિકોલો મોના યર્દસે તમાકુના ઔષધીય ગુણધમો પર એક સ્વતંત્ર પુસ્તક લખેલું, જેનો ફ્રેન્ચ અનુવાદ ગોહોરી નામના એક ફેન્ચે કરીને આ નવલા છોડને નામ પણ ફ્રાન્સના સગીર રાજા ૯ મા ચોર્લ્સની તમાકુ શોખીન મા કેર્થરીન મૌદસીના નામ પરથી હર્બ મૌદસી’ આપેલું જે ઘણા વખત સુધી ચાલુ રહેલું એ પરથી ત્યારે અફવા પણ ચાલેલી કે રાજમાતા પોતે જ આ છોડની શોધક છે.
ઇ.૧૫૧૭માં કોર્ટેઝ નામના એક સ્પોનશે મેકિસકન વતની ઓને છીક વાટે કફનો નિકાલ કરવા છીંકણીનો ઉપયોગ કરતા જોયેલા ફ્રાન્સમાં છીંકણીનો વપરાશ તે પછી મોડો થયેલો ૧૩મા લઇના અમલ વખતે.
૧૬૧૫ પહેલાં ઇટાલિયનોને ધૂમ્રપાન લગભગ અજાણ્યું જ હતું, પરંતુ એક દાયકો વીતતાં ન વીતતામાં તે આખા દેશમાં ફેલાઇ વળ્યું ભદ્ર અને પાદરી સમાજે ચીંધેલા નવો માર્ગ આમ સમુદાયે આંખો મીંચીને અપનાવી લીધો. ૧૬૨૬ની આસપાસ ફ્રેન્ચ અને ર્સ્પનનો પાદરી-વર્ગ ધૂમ્રપાન અને છીંકણીનો એટલો ઔશક થઇ પુડેલો કે દેવળમાંના અંતિમ ભોજનના ઉપાસના વિધિ (માસ) વખતે પણ તેઓ ધુમ્રપાન કરતા અને છીંકણી સુઘતા. ૧૬૪૨ની ૩૦મી જાન્યુઆરી ૮મા પોપે આ નિંદ વિરુધ્ધ મનાઇ હુકમ બહાર પાડેલો, જેનું કેટલાક મહિના પાલન થયું પણ તે લાંબુ ટકી ન શકયો.
૧૬૫૦ની ૮મી જાન્યુઆરીએ ૧૦મા પોપ ઇનોસેન્ટે એક બીજો મનાઇ હુકમ, દેવળમાં ખાસ કરીને રોમના સેન્ટ પીટર્સ ચર્ચામાં ધૂમ્રપાન કરવા તથા છીંકણી સૂંઘવા વિરૂધ્ધ બહાર પાડ્યો. કેટલાક પાદરીઓએ આ હુકમનું ભાષ્ય કર્યુ કેદ વળમાં ધૂમ્રપાન કરવું એ પાપ નથી, પણ તોય ન કરીએ તે જ સારુ ગણાય.
એકદા કોઇ એક ચિકિર્ત્સકે પ્રશ્ર્ન ઉઠાવેલો, ધૂમ્રપાન પાદરીઓમાં કેમ વ્યાપક બનતુ જાય છે?’ તેના ઉતરમાં ફ્રા જીએપ દ કોનર્વનિતો નામના એક પાદરીએ કહેલું, પાદરીઓના દેહ અને મનની પવિત્રતાની જાળવણી માટે તમાકુ જરૂરી છે, કારણ કે ધૂમ્રપાન મગજ અને શરીરમાંથી બધા રસ ખેંચી કાઢ છે એટલે ધૂમ્રપાન કરનારાઓ તે નહિ કરનારાઓ કરતાં ઓછા વિષયી હોય છે.’ તે ઉ૫ર નિયાનદોર નામના એક ચિકિત્સકે ટકોર કરતા કહેલુ કે, તો તો ઘરડાઓએ ધૂમ્રપાન કરવું જ નહી જોઇએ. કેમકે ઉંમરને કારણે એમના રસકસ પહેલથી સુકાઇ ચૂકયા હોય છે.
ફ્રન્ચ રાજા ૧૩મા લઇના સમયે તમાકુના ઇતિહાસમાં એક જબ્બર પરિવર્તન આણ્યું. ધુમાડા કાઢવાની ટેવ ભદ્રલોકોને સુરચિભંજક જણાતાં, એમણે તેને બદલે છીંકણીનો બહોળો ચાલુ ચાલુ કર્યો. અલબત્ત, નીચલા વર્ગના લોકોમાં ધુમ્રપાન ચાલુ રહ્યું.
૧૪માં લઇ તમાકુનો શત્રુ હતો. એ પોતા આગળ કોઇ પણ માણસને ધૂમ્રપાન કરવા દતો નહિ. દરબાર કે મંત્રણા વખતે બંધાણીઓ બહાર જઇ ધૂમ્રપાન કરી આવતા. જો કે લૂઇનો બિચારાનો વિરોધ વ્યક્તિગત જ રહેલો. એના ભાઇ ફિલિપ ઓવ ઓલિર્યાની સ્વરૂપવાન પત્ની ડચેસ ઓલઝાબંથ શાલોર્ત ૧૭૧૩માં પોતાની એક ઓરમોન બહનને લખતા કહલુ, ‘આપણા રાજાને મારી જન્મ જ તમાકુ પ્રત્યે ચીડ છે પણ એથી શું વળે? જમાં એમના પુત્રો-પુત્રોઓ બધાં તમાકુ પીવાના ન સૂઘવાના રસિયા હોય ત્યાં?
અઢારમી સદીની લગભગ શરૂઆતથી જ સમસ્ત વિશ્ર્વ તમાકુ સ્વાર્પણ કરી દધી હતું. ૧૭મી સદીની કઠોર નિપોજ્ઞાઓ જાતજાતના વરાળ બનીન ઊડી ગયેલી ધૂમપાન આગ લાગવાના ભયવાળા ઠકાણે તથા આમાન્યા સાચવવાની હોય ત્યાં કરવામાં આવતું નહી, એટલું જ.
ફાન્સ અન ઇગ્લંડના શાસક, ભદ્ર તથા પાદરી ગર્ગમાં છીંકણી એટલી તો પ્રિય થઇ પડેલી કે, તેમનામાં ધૂમ્રપાન લગભગ બંધ જ પડી ગયું હતું. કહીએ તો ચાલે.
ઇગ્લંડમાં છીંકણીનું ચલણ શરૂ કરનાર છે રર્જા ચાર્લ્સ તથા તેના ફાન્સ ખાતના કર્મચારીઓ અને સાગરીતો. ૧૬૬૦માં આ સ્ટઅર્ટ રાજા વિજયગૌરવભંર ઇગ્લંડ આવ્યો ત્યારે તેની સાથે છીંકણીની ડબ્બી પણ આવી.
નેપોલિયન જયારે ઇજિપ્ત ગયેલો. ત્યારે તેણ ત્યાં બધાને તમાકુ પીતા જોઇને પોતે પણ એક દમ ખેંચી જોયેલો, અને તેને જીવલણ ખાચી ઉપડેલી. સંભવત: તે એનું પહલું અને છેલ્લું ધૂમ્રપાન હતું.
પરંતુ ધૂમ્રપાન ઉપર અશ્રધ્ધા જન્મવા છતાં, નેપોલિયન છીંકણીની ડબ્બી વગર ઘર બહાર પગ ન મૂકતો. એને મહિને સાત રતલ છીંકણી જોઇતી માસો કહે . ‘નેપોલિયન કદી તેનાં ચશ્માં, પીપર-મેન્ટ ટીકડીની પેટી અને છીંકણીની ડબ્બી વગર ઘટ બહાર પગ મૂકતો નહી. તેની પાસે છીંકણીની અસંખ્ય સુંદર અને કિમતી ડબ્બીઓ હતી.
નર્પાલયનની છીંકણીની એક ડબ્બી કચકડાની હતી અને તેના ઉપર બેસાડેલા ચાર ચકતાં ઉપર રેગ્યુલસ, સૂલા, પોમ્પે અને સીઝરએ ચાર ચમન ઐતિહાસિક વ્યક્તિઓની છબીઓ હતી. પાછળથી તેણે મેરી લઇ સાથે લગ્ન કર્યા ત્યારે ઓરસ્ટ્રાનાએ તેને અમની રાજકુમારીની છબી ચીતરેલી એક ડબ્બી ભેટ આપી હતી. નેપોલિયનની છીંકણીની બધી ડબ્બીઓ ભેગી કરી સમયાનુ ક્રમ પ્રમાણે ગોઠવવામાં આવે તો તેના ચરિત્રનો એક સળંગ સચિત્ર ઇતિહાસ બની જાય. સેન્ટ હેલેના ટાપુમાં કેદ પુરાયો ત્યારે નપોલિયન તન તથા મનનું કળતર દૂર કરવા ઓર વધુ છીંકણી સૂઘતો.
અઢારમી સદીના અંતભાગમાં યુરોપના સભ્ય સમાજ માંથી છીંકણીનો આદર હાસ પામ્યો અને તેનું સ્થા ચિરૂટ યાને સિગારે લીધુ. ચિરૂટના યુરોપના વિભિન્ન દેશોમાંના ફેલાવા પાછળ નેપોલિયનની ચડાઇઓ કારણ ભૂત હતી.
તે પછી આવી સિગારેટ. મિશનરીઓ અને સહેલાણીઓની નોંધો પરથી જાણવા મળે છે કે અઢારમી સદીના મધ્યકાળમાં બ્રાઝિલમાં કેસગારેટ પિવાતી હતી. એ લોકો તેને ‘પોપોલતોસ’ કહેતા. અમેરિકાથી પાછા ફરી સ્પર્નિશોએ સ્પેનમાં તેનો ચાલ ચાલુ કયો. સ્પેનના ભદ્રસમાજમાં તે ઝડપથી પ્રસાર પામી. કાસાનોવા નામના એક ર્સ્પોનેશે સર્વપ્રથમ ર્બ્રાઝલની તમાકુ કાગળની ભૂગળીમાં નાખી તેનો આસ્વાદ માણેલો. આ પઘ્ધતિ ધીરેધીરે પડોશી દેશોમાં પ્રસરી ફ્રાન્સમાં ૧૮૪૪માં અને તે પછી સમયે ઇટાલીમાં. ૧૮૫૬ના યુધ્ધ પછી તો સિગારેટ આખા યુરોપમાં પ્રસાર પામી. ફ્રાન્સનો સમ્રાટ લઇ નેપોલયન સિગારેટનો ગજબનો શોખીન હતો, એ દિવસની ૫૦ સિગારેટ પીતો. એના શત્રુઓમાં માલ્ટકે અને બિસ્માર્ક સિગારેટને બદલે ચિરૂટ પીતા. અંગ્રેજી યુધ્ધ-અફસરોને ઇંગ્લંડ આવીને સિગારેટ પીતા જોઇ ત્યાંના લોકોનાં પહેલો પ્રત્યાઘાત નફરત અને ઘૂણાનો જ પડેલો. સિગારેટ પીનારાઓને તેઓ છેલબટાઉ (ર્ડન્ડી)યા ડોળઘાલ (સ્નોબ) કહતા.
સિગારેટનાં તમાકુને કાગળની ગુણવતા વધતા સાથે, પછીથી ઇંગ્લંડ પણ તેનું ભકત બની ગયું. ૧૮૬૫માં ઓસ્ટ્રિયાએ ૧લી સિગારેટ તૈયાર કરીને બહાર પાડી.
અતયારની સિગારેટ કરતાં બમણી લંબાઇની એ ‘ડબલ સિગારેટ’ તરીકે ઓળખાતી. તેને બે છેડે બે નાની નળીઓ રહેતી અને વાપરતી વખતે વચ્ચેથી કાપીને તેના બે ભાગ કરવામાં આવતા. તેની માંગ એટલી તો વધી ગય.લી કે ૧૮૬૬માં એકલા ઓસ્ટ્રિયાએ જ આવી એક કરોડ સાઠ લાખ સિગારેટોનો ઉપભોગ કરેલો. ત્યાર બાદ થોડો સમયમાં આજના જે વડા કદની સિગારેટો અસ્તિત્વમાં આવી.જર્મનાને સિગારેટ કરતાં ચિરૂટ વધુ પસંદ હતી, જયારે ઇગ્લંડમાં ચિરૂટને ઠેકાણે સિગારેટ જોતજોતામાં અત્યંત લોકપ્રિય બની ગઇ. અંગ્રેજોએ જે આદર્શ સ્થાપ્યો તેને ઉ. અમેરિકા અનુસરવા લાગ્યું. દ. અમેરિકાના બ્રાઝિલમાં જે સિગારેટ પહેલી શોધાઇ હતી, તે આખી દુનિયાનો ફરેો ખાઇને પછી ઉ. અમેરિકામાં આવી હતી.
તમાકુનો આ દિગ્વિજય ગમે તૈટલો ર્ત્વારત અને વ્યાપક કેમ ન હોય, તેમ છતાં તેની નફરત અર્ન ઘણા કરનારા પણ ઓછા નથી. સાહિત્યજગતનો ‘નેપોલિયન’ ગેટ તમાકુના બધી જાતના નશાને ધિકકારતો, જો કે એની મા છીંકણી સૂંઘતી હતી. કેન્ટ પણ તમાકુના પ્રચારનો વિરોધી હતો, પણ પોતે અવારનવાર છીંકણી સૂંઘતો અને કયારેક કયારેક ધૂમ્રપાન પણ કરી લેતો. હોઇ ન ને ગટેની જેમ તમાકુની બધી બનાવટો વજર્ય હતી. હેગલનું પણ એવું જે ર્ટાલ્સ્ટાય તમાકુનો જબ્બર પીનાર હતો. જો કે એ તેની ટેવને આરોગ્ય માટે અત્યંત નુકસાનકારક અને બિન જરૂરી ગણાવતો અને હમેશ બીજાઓને તેને રવાડે નહી ચડવાની શિખામણ આપતો. એ કહેતો, ‘તમાકુના કરતાં જવ વાવ, જેથી કંગાલ અને ભુખ્યા લોકોનાં પેટ ભરાય. ટાલ્સ્ટોયે પોતાનું વ્યસન છોડવાના પ્રયાસો પણ કરેલા, પરતું એના જેવો અસીમ મનોબળ સંપન્ન પુરુષ પણ આ વ્યસ્નમાંથી પૂરાપૂરો છૂટી શકતો નહોતો,
હેન્રી ફોર્ડને તમાકુની સખત ઘુણા હતી, અને એ તેના કારખાનમાં કામ કરતા લોકોને વારવાર ધુમ્રપાન નહી કરવાની શિખામણો આપ્યો કરતો. બીતાવન ધુમ્રપાન કરતો, પણ તે માટે એ હોટલમાં કે રસ્તા પરના ઉતારે જઇ બેસતો એ રસ્તામાં કે ઘર બસીને ધૂમ્રપાન કરતો નહી. મહારાણી વિકટોરિયા તમાકુની ગંધ સરખી સહન કરી શકતી નહી. પોતાના પુત્ર, ભાવી ૭મા એડ્વર્ડને ચિરૂટ પીતો જોઇ જઇ એણે તેને સખત ધમકાવ્યો હતો. પણ પછી એ જ ૭મો એડ્વર્ડ અવ્વલ ચિરૂટખોર નીવડયો હતો. વૈજ્ઞાનિક ઓડિસન કહેતો કે, ધૂમ્રપાનથી મને કામ કરવાનો પ્રચુર ઉત્સાહ મળી રહે છે.
આસ્ટ્રિયાની કમબસીબ રાણી ઓલિઝાબેથ એનાં લગ્ન પછી શરૂશરૂમાં પોત સાથે બેસી વાર્જનિયા ચિરૂટ પીતી, ને પછી તો જાહેરમાં સિગારેટ પીવા માંડેલી. આ કૃત્ય શાલીનતા વિરૂધ્ધ હોવાનું કહીને ઘણાએ તેને જાહેરમાં ધુમ્રપાન હી કરવા અનુરોધ કરેલો, પરંતુ એ ખુદ શાલીનતા સામે બળવો પોકારની રાણી જાહેરમાં ઓર ધુમ્રપાન કરવા લાગી હતી.
આપણે ઉપર જોઇ ગયા તેમ, તમાકુ તેમજ ધુમ્રપાનનો પ્રસાર અને પ્રચાર મુખ્યત્વે દશદશના યુધ્ધો સાતથે આગળ વધતો ચાલ્યો છે. યુધ્ધ પહેલાં જે લાખો સૌનિકો ધુમ્રપાન કરતા ન હોય, તેમનામાંનો એક પણ યુધ્ધ બાદ ધૂમ્રપાનના વ્યસન વગરનો ભાગ્યે રહેતો.
પાટગીઝ વેપારીઓ કેપ ઓવ ગ્રુડ હોય થઇને પશ્ર્ચિમ ભારતના કાઠે ઊતર્યા ત્યારે તમાકુ લઇને ઊતર્યા હતા. એ ૧૬મી સદીની વાત. ૧૫૯૫ના અરસામાં તમાકુ સિયામ, તથા જાપાનના કેટલાક ટાપુઓમા ફલાઇ ચૂકી હતી. સંભવત: ઇ.૧૬૦૪ પહેલેથી તમાકુ મહારાષ્ટ્રમાં વિજાપુર ખાતે જાણીતી હતી. ૧૬૦૪માં અસદબેગ નામના એક પરદેશી મુસલમાને વિજાપૂર ખાતેથી તમાકુ લઇને મોગલ દરબારમાં અકબર બાદશાહ આગળ પેશ કરી હતી. અકબર કોતકપૂર્વક પૂછેલું. ‘આ શું છે?’ ત્યારે નવાબ ખાં આઝમ નામના અક ઉમરાવે જવાબમાં કહેલું કે તેનું નામ તમાકુ છે. મકકા મદિનામાં તેનો બહોળો વપરાશ છે અને હકીમસાહેબ આપ નામદારની દવા માટે તે લાગ્યા છે.’ ઉસમાનિયા સામ્રાજયના સમ્રાટ ૪થા મુરાદની ઇરાન ચડાઇ સાથે તમાકુ ઇરાન પહોંચેલી. તે પહેલાં મકકા-મદિનામાં તેનો વપરાશશી રીતે ચાલુ થઇ ગયો હતો તે જાણવા મળતું નથી.
અકબરે પહેલી ને છેલ્લી વાર તમાકુ પીધી. પછી એ તેને કયારેય અડયો નહોતો. જહાંગીર પણ તમાકુના વિરોધી હતો. તેણે તમાકુનો ચાલ બંધ કરવા માટે હુકમો પણ છોડેલા પણ કશું વળેલું નહી.
ઇટાલીથી હિન્દ આવેલા માનુચીના વર્ણન અનુસાર ઔરંગઝેબનજા વખતમાં દિલ્હીના તમાકુના કોઠારમાંથી શાહી ખજાનામાં અઢળક ધન ઠલવાતું. કોઇકોઇ કહે છે કે, પાર્ટ, ઠલવાતુ કોઇકોઇ કહે છે કે પોર્ટ ગીઝોના લાગ્યા પહેલાં પણ તમાકુ આપણા દેશમાં હતી ‘સિધ્ધાંત-સારાવલી’ નામના વૈદિકગ્રંથમાં જે ‘કલંજ’ શબ્દનો ઉલ્લેખ છે તે તમાકુના અર્થમાં જ વપરાયો હોવાનું તમનું કહેવું છે. તેઓ વધુમાં એ જ પુસ્તકમાં આવતો બીજો ‘કલંજ-સંવેષ્ટન’ પર્યાપ ચિરૂટના અર્થમાં ઘટાવે છે.
તમાકુ ભારત માટે જાનીને જાણીતી હોય યા ન હોય, પરત્તુ તેનું કેફી પદાર્થ તરીકેનું સેવન પોર્ટ, ગીઝાએ જ અહીં દાખલ કર્યુ હતુ તેમા બે મત નથી ‘કલજ શબ્દ ગાંજાના આદિપર્યાય હોવાનું પણ અશકય નથી. જે હોય તે. આજે તો આપણું તમાકુનું ઉત્પાદન એટલું ગંજાવર છે કે, આપણે પોતે તો તમાકુ પી શકીએ છીએ, ઉપરાંત બીજાઓને પણ પાઇ શકીએ છીએ!