અમદાવાદમાં ભગવાન જગન્નાથની ઐતહાસિક રથયાત્રા આ વર્ષે સોશિયલ ડિસ્ટન્સિંગના બંદોબસ્ત સાથે યોજાવાની શક્યતા છે.આ વર્ષે રથયાત્રા 12-13 કલાકના બદલે માત્ર 6-7 કલાકમાં જ પૂર્ણ થવાનું અનુમાન છે. યાત્રા બપોરે બે વાગ્યા સુધીમાં નિજ મંદિરે પરત ફરશે. યાત્રામાં રથ પણ 15 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધારવામાં આવશે. માત્ર 25થી 35 વર્ષના યુવાન ખલાસીઓને જ રથ ખેંચવા દેવાશે.
આ વર્ષે રથયાત્રા એક રથ ઉપર 40 ખલાસીઓ ચાર ફૂટનું અંતર રાખીને ખેંચશે. સાથે સાથે મંદિર 7:00 મંદિરથી ઉપડ્યા બાદ માત્ર 30 મિનિટ જ મામાના ઘરે આરામ માટે રોકાશે.
રથ ખેંચવા માટે 400થી વધુ ખલાસી બંધુઓ આવતા હોય છે પરંતુ આ વર્ષે કોરોનાને લીધે માત્ર 120 જેટલા યુવા ખલાસી બંધુઓ જ આ રથને ખેંચે હશે. રથ ખેંચનાર ખલાસી બંધુઓનું 22મી તારીખના રોજ સ્વાસ્થ્ય ચેકિંગ ટેસ્ટ કરવામાં આવશે. રથયાત્રામાં એક રથનું વજન આશરે 2200 કિલો જેટલું હોય છે.
આ રથને ફરતે 100 ફૂટ લાંબી દોરી બાંધી દેવામાં આવશે. રથયાત્રા માટે 100 ફૂટનો લાંબો દોરડો કાલુપુરના એક વેપારી જોડે બનાવવામાં આવ્યો છે.
દર વર્ષે 22 કિલોમીટર લાંબી યાત્રાની સ્પીડ આશરે 7 કિલોમીટર પ્રતિકલાકની હોય છે. પરંતુ આ વર્ષે ઓછી વ્યક્તિઓના કારણે તેમજ રથ મંદિરે વહેલા લાવવાના લીધે રથની સ્પીડ 10 થી 15 કિલોમીટર પ્રતિકલાકની રાખવામાં આવશે.જો આટલી સ્પીડે રથ ચાલે તો સવારે 7:00 વાગ્યે રથ પ્રસ્થાન કર્યા બાદ આશરે 2:00 વાગ્યે રથ નિજમંદિરે પરત આવી શકે.