• વિદેશથી આવતા પક્ષીઓ-જળચર પ્રાણીઓ માટે નેસ્ટીંગ આયલેન્ડ, વોકીંગ, સાયકલ ટ્રેક, બેસવાની વ્યવસ્થા, પક્ષીઓને નિહાળવા વોચ ટાવર સહિતની વિશેષ સુવિધા મળશે
  • રણમલ તળાવ ભાગ-1નું કાર્ય પૂરજોશમાં શરૂ

રણમલ તળાવ ભાગ – 1 વધારે ટેવલોપ કરવામાં આવ્યુ અને સમગ્ર પ્રોજેકટ પુર્ણ થયા બાદ   હાલ અંદાજીત  15 લાખ મુલાકાતીઓ રણમલ તળાવની મુલાકાત દર વર્ષે લે છે આ સમય પ્રોજેકટ ને રાજય/ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો દ્વારા પ્રથમ ક્રમાંકના એવોર્ડ મળેલ છે.

  • – કેન્દ્ર સરકારના હાઉસીંગ એન્ડ અર્બન ડેવલોપમેન્ટ કોર્પોરેશન (ઇંઞઉઈઘ – ગયૂ ઉયહવશ) દ્વારા પથમ નંબરનું પ્રાઈસ પાપ્ત થયેલ છે.
  • ત્યારે રણમલ તળાવ ભાગ – 2 અને ભાગ -3 ની કાયાકલ્પ થવાથી શહેરીજનોને

એક તદ્દન નવા પ્રકારની નેચરલ હેરીટેજ થીમ આધારિત હરવા = ફરવાની જગ્યા મળશે આ ભાગમાં દેશ અને વિદેશથી આવતા પક્ષીઓ તથા જળચર પ્રાણીઓ માટે નેસ્ટીંગ આયલેન્ડ, રુસ્ટીય વૃશો મોટા પ્રમાણમાં આપવામાં આવશે. આ રીઝયુમેનેશનની પક્રિયામાં એન્ટ્રન્સ પ્લાઝા, વોકીગ ટ્રેક, સાયકલ ટ્રેક, બેઠક વ્યવસ્થા, બર્ડ ઈન્ટીક્રિટીશન સેન્ટર, પક્ષીઓને નિહાળવાનું મોય ટાવર, પેડેસ્ટ્રીયન બ્રીજ, બાળકો માટે ગજેબો, જરૂરીયાત મુજબના ફૂડ કોર્ટ, કીયોસ્ક, એમ્ફી થિએટર અને કેંજપ વોટર એ.ટી.એમ. જેવી સગવડતાઓ લોકોને મળશે તદ ઉપરાંત લાઈટીંગ, સાઉન્ડ સીસ્ટમ, લેન્ડ સ્કેપીંગ, હરબલ ગાર્ડન, એરોમેટીક ગાર્ડન, બટરફલાય ગાર્ડન, યોગા અને મેડીટેશન માટેની લોનનો પણ સમગ્ર પ્રોજેકટના કાયાકલ્પમાં સમાવેશ કરવામાં આવેલ છે.

આ કામનો જ બીજો ભાગ એટલે કે, રણમલ તળાય ભાગ- 2 હવે પર્યાવરણીય થીમ ઉપર વિકસાવવાનો પ્રોજેકટ જામનગર મહાનગરપાલિકા ધ્વારા શરૂ કરવામાં આંવેલ છે. આ કામ પ્રર્યાવરણના તમામ નિયમોનુસાર થાય તે માટે રાજય સરકારની  સ્ટેટ એનવાયરોમેન્ટ ઈમપેકટ ઓથોરીટીની મંજુરી મેળવવામાં આવેલ છે. જામનગર મહાનગરપાલિકાની ચુંટાયેલી તથા વહીવટી પાંખ સમક્ષ પ્રોજેકટના પ્રેઝન્ટેશન થયા બાદ સર્વસંમતિથી આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ છે. રણમલ તળાવ ભાગ-2 તથા ભાગ – 3 માં પાણીની સંગ્રહ ક્ષમતા -બાબતે જણાવવાનું કે, આ કામ પુર્ણ થયા બાદ તેની પાણી સંગ્રહ ક્ષમતામાં વધારો થશે તે પ્રકારનું આયોજન કરેલ છે. પાણીની સંગ્રહ ક્ષમતા હયાત ક્ષમતા કરતા વધે તેના તમામ પ્રકારના ટેકનીકલ પાસાઓ ચકાસવામાં આવેલ છે. જેના ભાગરૂપે ભાગ = 2 અને ભાગ – 3 માં તળાવ ખોદીને ઉંડુ ઉતારવાનું પણ આયોજન કરેલ છે. રણમલ તળાવ ભાગ – 2 નો વિસ્તાર 29 હેક્ટર છે, ભાગ – 3 નો વિસ્તાર 3 હેક્ટર છે. આ બંને ભાગની પાણીની ઉડાઈને ધ્યાને લેતા પાણી સંગ્રહ કરવાની ક્ષમતા કુલ   139.93કરોડ લીટર થાય છે. જેની સામે તળાવના પાથ – વે માટે જગ્યામાં માટી ફીલીંગનો જથ્થો 14960 ઘનમીટર મુજબ 1.49 કરોડ લીટરનો બાદ કરતા નેટ સંગ્રહ 138.44 કરોડ લીટર થાય છે. આ માટી ફીલીંગ થી જે પાણીની જગ્યા પાથ-વે માં જાય છે તેની સામે તળાવના બંને ભાગ 2 અને ભાગ – 3 ને ઉડુ ઉતારી કુલ સંગ્રહ ક્ષમતા અગાઉ જે હતી તેના કરતા પણ 1 કરોડ લીટર વધશે તે પ્રકારનું આયોજન કરવામાં આવેલ છે અને તે મુજબ જ કામગીરી થશે.કેન્દ્ર / રાજય સરકારના તળાવો જેવા જળાશયો નો પાણી સંગ્રહ તથા તેની જાળવણી કરવાના કામોને અગ્રીમતા આપવી તે જામનગર મહાનગરપાલિકાના મુખ્ય કાર્યોમાં પણ આવે છે. હાલે કેન્દ્ર સરકાર તથા રાજય સરકારો ધ્વારા તમામ જળાશયો ની નવિનીકરણ વરસાદી પાણીની સંગ્રહ ક્ષમતાથી વોટર હાર્વેસ્ટીંગ કરવાના કામોને પ્રાથમિકતા આપવાના અભિગમને ધ્યાને લઈ આ એવોર્ડ વીનીંગ પ્રોજેકટનું ભાગ – 2 નું કામ કરાવવામાં આવે છે. સદરહું કામમાં પર્યાવરણના તમામ પાસાઓને આવરી લઈ અને પક્ષીઓના કાયમી વસવાટ, જળચર જીવોના વસવાટ વિગેરે તમામ બાબતોને ધ્યાને લઈ જામનગર શહેરમાં તમામ નગરજનોને એક ઉતમ પ્રકારની સુવિધા મળી રહે તે હેતુથી  કામ કરવામાં આવી રહયું છે. તદઉપરાંત કેન્દ્ર સરકાર) અને રાજય સરકાર ના અર્બન ડેવલોપમેન્ટ ડીપાર્ટમેન્ટ ધ્વારા પણ સમગ્ર પ્રોજેકટની દર ત્રણ મહિને સ્થળ વિઝીટ કરવામાં આવે છે અને તમામ ડેટાનું વેરીફીકેશન પણ કરવામાં આવે છે.

તળાવનું કાર્ય પૂર્ણ થયે પાણીની સંગ્રહ ક્ષમતામાં વધારો થશે: નિલેશ કગથરા

અબતક સાથેની ટેલીફોનીક વાતચીતમાં સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન નિલેશ કગથરાએ જણાવ્યું હતુ કે રણમલ તળાવ ભાગ 1 ને પર્યાવરણથીમ ઉપર વિકસાવવા કામગીરી શરૂ કરવામાં આવી છે. રણમલ તળાવ  ભાગ 2 તથા ભાગ 3નું કાર્ય પૂર્ણ થશે. પાણીની સંગ્રહ ક્ષમતામાં વધારો થશે. તળાવના  ભાગ-1, અને ભાગ-3ની કાયાપલટ થતા શહેરીજનોને ફરવા માટે વધુ એક સારૂ સ્થળ મળશે.તદન નવા પ્રકારની  નેચરલ હેરીટેજ  થીમ આધારીત બનશે જેમાં દેશ વિદેશથી  આવતા પક્ષીઓ તથા જળચર પ્રાણીઓ માટે નેસ્ટીંગ આયલેન્ડ, વોકીંગ ટ્રેક, સાયકલ ટ્રેક, બેસવાની  વ્યવસ્થા, બાળકોમાટે  ગજેબો, ફૂડ કોર્ટ સહિતની  સગવડતા મળશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.