૩ હજાર ભાઈ-બહેનો દ્વારા તલવાર રાસ અને પેલેસમાં દિપ પ્રાગટ્યી ઝળહળી ઉઠશે :૫૧ બ્રાહ્મણો દ્વારા શાોકત વિધિ સાથે રાજસૂય યજ્ઞ

સૌરાષ્ટ્રની રાજધાની ગણાતી રાજકોટ રાજ્યના સત્તરમાં ‘ઠાકોર સાહેબ’ તરીકે માંધાતાસિંહ જાડેજાની રાજતિલકવિધિ તા.૩૦ને વસંત પંચમીના દિવસે ૩૦૦ી વધુ વિદ્વાન પંડિતો વૈદિક મંત્રોચ્ચાર સો રાજસૂર્ય યજ્ઞ યોજાશે. રાજ્યાભિષેકના સાક્ષી બનવા સાધુ-સંતો, રાજકીય અને સામાજીક શ્રેષ્ઠીઓની ઉપસ્િિતમાં ભવ્યાતીભવ્ય રીતે ઉજવાશે. રાજકોટવાસીઓ ઐતિહાસિક અવસરના ઈતિહાસના સાક્ષી બનવા જઈ રહ્યાં છે. ત્યારે શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે અને રણજીત વિલાસ પેલેસ ખાતે યુવરાજ સાહેબ જયદીપસિંહજીની આગેવાનીમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

રાજકોટ રાજ્યના ઇતિહાસમાં કે પુરા ભારત દેશમાં પણ આ પ્રકારે રાજતિલક વિધિ ક્યારેય યોજાઇ નથી. સવા ચારસો વર્ષનો ઇતિહાસ ધરાવતાં રાજકોટ રાજ્યનો જાડેજા પરિવાર આ ઉત્સવ ધર્મની આજ્ઞા અનુસાર ઉજવવા જઇ રહ્યો છે. રામાયણ અને મહાભારત, ધર્મસિંધુ, નિર્ણય સિંધુ તેમજ મનુ સ્મૃતિ માં રાજસૂય યજ્ઞ તેમ જ રાજતિલક નો મહિમા દર્શાવાયો છે. તેવા જ પ્રમાણ સાથે રાજકોટમાં ત્રિદિવસીય રાજસૂય યજ્ઞ વિધિ વિધાન સાથે સંપન્ન થશે.  રાજમાતા શ્રી માનકુમારીબાના આશીર્વાદથી માંધાતાસિંહ જાડેજા રાજકોટના ઠાકોર સાહેબનું પદગ્રહણ કરશે.

તા. ૨૮મીએ ઉત્સવ-યજ્ઞનો આરંભ થશે અને જળયાત્રા તથા રાજાની નગરયાત્રા નીકળશે. એ જ દિવસે રાજ્ય પરિવાર અને એમની સંસ્થાઓ દ્વારા તલવાર રાસનું આયોજન થયું છે. જ્યારે ૨૯મી એ રાજકોટના સર્વ સમાજ દ્વારા રણજિત વિસાલ પેલેસ ખાતે દીપમાળા-દીપ પ્રાગટ્ય પણ યોજાશે. તા. ૩૦ જાન્યુઆરીને વસંત પંચમીના દિવસે માંધાતાસિંહનું રાજતિલક થશે.

ઉલ્લેખનીય છે કે રાજકોટ રાજપરિવારના મોભી, રાજ્યના પુર્વ નાણાં-આરોગ્ય પ્રધાન મનોહરસિંહ જાડેજાનું ગત વર્ષે અવસાન થયું પછી માંધાતાસિંહ રાજ પરિવાર દ્વારા ઠાકોર સાહેબ જાહેર તો થઇ ગયા હતા પરંતુ આ શાસ્ત્રોક્ત વિધિ બાકી રહી હતી. દાદાની સ્મૃતિમાં એક વિશિષ્ટ કાર્યક્રમ યોજ્યા પછી હવે આ તિલકવિધીની પરંપરા નિભાવાઇ રહી છે.

માંધાતાસિંહ જાડેજા કહે છે, રાજતિલકની આ વિધિમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીને નિમંત્રણ અપાયું છે. આખા દેશમાંથી વિવિધ મંદિરો, ધાર્મિક જગ્યાના સંતો મહંતો, મહામંડલેશ્વર વિવિધ રજવાડાના  રાજા, પ્રતિનિધીને પણ નિમંત્રણ પાઠવ્યું છે.રાજ્યાભિષેક નિમિત્તે ક્ષત્રીય સમાજના તલવાર રાસનું પણ આયોજન છે. એક સાથે ૩૦૦૦ ભાઇ-બહેન એક સમયે,એક સ્થળે તલવાર રાસ કરશે અને એ વર્લ્ડ રેકોર્ડ બને એ માટે પણ અમે પ્રયાસ શરુ કર્યા છે.

રાજકોટ રાજ્યમાં પ્રજાને સાથે રાખીને ઉત્સવ ઉજવાયા છે તો આમાં પણ રાજકોટના પ્રજાજન સામેલ થાય એવી અમારી સૌની ઇચ્છા છે. પૂ. મોરારીબાપુ આ વિધિ પૂર્વે આશીર્વાદ આપવા આવવાના છે. રાજકોટ રાજ પરિવારને આદિ શંકરાચાર્યજીના પણ આશીષ મહેલમાં પ્રાપ્ત થયા છે તો રણછોદાસજી બાપુની કૃપાદ્રષ્ટિ પણ આ પરિવાર પર રહી છે. રાજકોટ રાજ્યને  મહેરામણજી, શ્રી બાબાજીરાજ બાપુ, લાખાજીરાજ બાપુની પ્રજાપ્રિયતાના આશીષ સાંપડ્યા છે. રજવાડાંના સમયમાં પણ લોકશાહી મૂલ્યોને વરેલો આ પરિવાર હંમેશા લોકોની સાથે સુખમાં અને દુ:ખમાં પણ રહ્યો છે.

શ્રી મનોહરસિંહજી જાડેજાએ પોતાના પૂર્વજોની આ પરંપરા લોકશાહી સમયમાં પણ જાળવી હતી. રાજકારણમાં સક્રિય રહીને એમણે લોકોની સેવા કરી. બહુજન હિતાય, બહુજન સુખાય કાર્ય કર્યા. રાજ પરિવારની પ્રણાલી એમણે નિભાવી તો મંત્રી તરીકે,પ્રજાના પ્રતિનિધિ તરીકે પણ જવાબદારી અદા કરી હતી. એમના પુત્ર શ્રી માંધાતાસિંહજી પણ લોકોનું હિત હૈયે રાખી, સર્વ સમાજને સાથે રાખીને જાહેરજીવનમાં આગળ વધી રહ્યા છે.

આ યજ્ઞ અને રાજસૂય યજ્ઞનું મહત્વ એટલા જ માટે રાજ પરિવાર ઉપરાંત રાજકોટના લોકો માટે પણ એટલું જ છે. રાજસૂય યજ્ઞમાં ૩૦૦ બ્રાહ્મણો રાજાનો જળાભિષેક કરશે. ત્રણ દિવસ વિધી ચાલશે. આવો યજ્ઞ નજીકના ભૂતકાળમાં સમગ્ર દેશમાં યોજાયો નથી.

રાજતિલકવિધિ અને રાજસૂય યજ્ઞના આચાર્ય કૌશિકભાઈ ત્રિવેદી

સૌરાષ્ટ્રના જાણીતાં વિદ્વાન શાસ્ત્રીજી સ્વ.શ્રી વૃજલાલભાઈ શાસ્ત્રીજીના પ્રાણની પ્રતિમા એવા કૌશિકભાઈ અનંતરાય ત્રિવેદીના આચાર્ય પદે શાસ્ત્રના નિયમ મુજબ આ યજ્ઞ દિવ્યતાતી દિવ્ય, ભવ્યાતિ ભવ્ય, નવ્યાતી નવ્ય અને પૂર્ણાતી પૂર્ણ  સંપન્ન થશે.

કૌશિકભાઈ ત્રિવેદી જણાવે છે, ભારતમાં મોગલ શાસકો આવ્યા અને એ પછી અંગ્રેજ હુકુમત રહી એ પછી રજવાડાંમાં કોઇ ઉત્તરાધિકારીને જવાબદારી સોંપવાની આવે તો તિલકવિધી થાય એનો ઉત્સવ થાય પણ આમ મોટાપાયે યજ્ઞવિધિથી આ કાર્ય સંપન્ન થયું હોય એવું મારી જાણમાં નથી.

રાજકોટમાં ૨૦૨૦ના જાન્યુઆરી માસના અંતે જે કાર્ય થવાનું છે એનું ઘણું મહત્વ છે. મહાભારતમાં પાંડવોને પાંચ ગામ ધૃતરાષ્ટ્ર આપે છે. એનો જીર્ણોદ્ધાર કરી નામ ઇન્દ્રપ્રસ્થ રાખે છે.   યુધિષ્ઠિર ગાદી પર બેઠા ત્યારે આવો યજ્ઞ થયો હોવાનો ઉલ્લેખ ભાગવતમાં છે. શાસ્ત્રમાં રાજાને ચારેય વર્ણના પિતા ગણાવાયા છે. યજ્ઞ વિધિ દ્વારા જો રાજ્યાભિષેક થાય તો દેવતાઓ રાજાના અસ્તિત્વમાં પ્રવેશે છે. નિતી, ન્યાય,ધર્મ મુજબ એ રાજ્ય ચલાવે એવું આ યજ્ઞનું પરિણામ હોય છે.

રામરાજા અને મુદુલાકુમારી દ્વારા રાજયાભિષેકની તડામાર તૈયારી

શહેરના રણજીત વિલાસ પેલેસ ખાતે ૨૮ જાન્યુઆરીી ત્રણ દિવસ સુધી રાજવી પરિવારના આંગણે માંધાતાસિંહજી જાડેજાનો રાજ્યાભિષેકની ભવ્યાતિ ભવ્ય વૈદોક મંત્રોચ્ચાર સો રાજવી પરંપરા મુજબ રાજતિલકવિધિ યોજાવાની છે જે રાજતિલકવિધિને ઐતિહાસિક બનાવવા યુવરાજ સાહેબ જયદિપસિંહજી અને કુમારી મુદુલાકુમારીજીના વડપણ હેઠળ તલવાર રાસ, દિપ પ્રાગટ અને નગરયાત્રા સહિતના કાર્યક્રમને આખરી ‚પરેખા આપવા ધમધમાટ ચાલી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.