જુદાજુદા બારના પ્રમુખોના સુચનોનું અમલ કરાવાશે: તમામ વકીલોને જુથળ પસંદનો ઠરાવ
રાજકોટના નવા કોર્ટ બિલ્ડીંગ જામનગર રોડ ખાતે રાજકોટ બાર એસો.નું ઐતિહાસિક જનરલ બોર્ડ મળ્યું હતું. વકીલોએ નવનિર્મિત બિલ્ડગની મુલાકાત લઈ વકીલો માટેની સુવિધા ચકાસી હતી. જોકે તમામ વકીલોને જગ્યા પસંદ પડી હતી.
નવા કોર્ટ બિલ્ડીંગનું નિર્માણમાં ધારાશસ્ત્રીઓની બેઠક વ્યવસ્થાને લઈ પ્રશ્નો ઉઠતા રૂબરૂ સ્થળ પર જઈ મુલાકાત લેવા નક્કી કરાયું હતું. અને નવા કોર્ટ બિલ્ડીંગ ખાતે જનરલ બોર્ડ ગોઠવી ચર્ચા વિચારણા કરવા નિર્ણય લેવાયો હતો. જેના ભાગરૂપે ગઈકાલે સોમવારના રોજ બાર એસો.ની સમગ્ર ટીમ વકીલ મંડળે સાથે સાંજે નવા કોર્ટ બિલ્ડીંગ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં જ ઐતિહાસિક બોર્ડ મળ્યું હતું. જેમાં જુદા જુદા બારના પ્રમુખોએ પોતાના સજેસન આપ્યા હતા. જે બાદ કોઈ આર્કિટેકટ કે ઇન્ટિરિયલ ડિઝાઈનર પાસે વકીલોના હિતમાં મુજબ પ્લાન બનાવવા નિર્ણય લેવાયો હતો.
સભાને સંબોધતા પ્રમુખ અર્જુનભાઇ પટેલે જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં વકીલો કાર્યક્રમમાં હાજર રહ્યા જેથી હું ખુશી વ્યક્ત કરું છું. બધા વકીલોને જગ્યા પસંદ પડી છે જવે એક રોડ મેપ તૈયાર કરી આપણે સુવિધા ઉભી કરવા નક્કી કરશે. રાજકોટ બારનું ગૌરવ જળવાય તેવી ડિઝાઇન તૈયાર કરીશું.
આ તકે જુદા જુદા બારના પ્રમુખોએ સજેશન રજૂ કર્યા હતા. બાર એસો.ના પ્રમુખ અર્જુનભાઈ પટેલ, ઉપપ્રમુખ એસ.કે. જાડેજા, સેક્રેટરી પી.સી. વ્યાસ, જોઈન્ટ સેક્રેટરી ધર્મેશ સખીયા, ટ્રેઝ22 જીતેન્દ્ર પારેખ, લાયબ્રે2ી સેક્રેટરી સુમીત વોરા, એમ .એ .સી. પી. ના પ્રમુખ સંજયભાઈ જોશી, કારોબા2ી સભ્યો અજય પીપળીયા, મનીષ પંડયા, મોનીશ જોષી, નૃપેન ભાવસાર, વિવેક સાતા, કેતન મંડ, કિશન રાજાણી, હિરેન ડોબરીયા, નૈમીષ પટેલ, મહિલા કારોબારી સભ્ય ચેતનાબેન કાછડીયા, સહિત સિનિયર જુનિયર વકીલો ઉપસ્થિત રહ્યા હતા.