ધ્વજારોહણ, સંતોના શુભાશિષ, મહાપ્રસાદના યોજાશે કાર્યક્રમો
ચોટીલાથી રાજકોટ તરફ હાઇવે ઉપર 5 કિલોમીટર દુર અઢારેય કોમનુ શ્રધ્ધા અને આસ્થાનુ કેન્દ્ર એવુ સુપ્રધ્ધિ ધર્મસ્થાન એટલે આપાગીગાનો ઓટલો , આપાગીગાના ઓટલા ખાતે તા . 1/7 અને શુક્રવાર ને અષાઢી બીજની દિવ્યાથી દિવ્ય અને ભવ્યાથી ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
આપાગીગાના ઓટલા મહંત નરેન્દ્રબાપુ ગુરુશ્રી જીવરાજ બાપુ ( નરેન્દ્રભાઇ સોલંકી ) દ્વારા જણાવવામાં આવે છે કે ભારતીય સંસ્કૃતી માં તેહવારોનુ ખુબજ અનેરૂ મહત્વ હોય છે .આ વખતે ઇશ્વરની કૃપા થતા અને કોરોના કાળનો સમય પૂર્ણ થતા આપાગીગાના ઓટલે અષાઢી બીજની અભૂતપુર્વ રીતે ઉજવણી કરવાનું નકકી કરવામાં આવીયુ છે.
આપાગીગાના ઓટલે તા . 1/7 શુક્રવાર અને અષાઢી બીજના દિવસે સવારે 9-0 વાગ્યે 52 (બાવન) વીર 64 (ચૌષષ્ઠ)જોગણી 9 (નવ) નાથ 84 (ચોરયાસી) સિધ્ધ અને 33 કોટી દેવી – દેવતાઓના પરમ સદગુરુદેવ જીવરાજ બાપુ ગુરૂશ્રી શામજીબાપુના સંત સ્મરણો સાથે શ્રી રામદેવપીરજીનુ વિદવાન બ્રાહ્મણો દ્વારા આરાધના તેમજ પુજન કરવામાં આવશે . બહાર ગામથી પધારેલા સંતો મહંતો તેમજ રમતા પંચનાસાધુઓ તેમજ ખડર્શન સાધુઓ વિગેરેને અમારી પરંપરાઓ મુજબ યથાશકિત ભેટપુજાઓ પણ દરેક સાધુઓને આપવામાં આવશે .
બપોરે સાધુ – સંતોની અલગ પંગતની વ્યવસ્થાઓ કરાવમાં આવશે તેમજ બપોરે જમણવારમાં શુધ્ધ ધીની મીઠાઇઓ શ્રી રામદેવપીરજી મહારાજની ખીર તેમજ ફરસાણ , દાળ – ભાત , ભજીયા , બે શાક , રોટલી વગેરે નો મહાપ્રસાદ પીરસવામાં આવશે . આ સ્થાન પર છેલ્લા એકાદ દસકાથી દરેક સમાજના લોકો માટે 24 કલાક રહેવા તથા જમવાની નાસ્તાની વિગેરે સુવિધાઓ કોઇપણ પ્રકારના જ્ઞાતિ – જાતિના ભેદભાવ વગર સંપૂર્ણ પણે વિનામૂલ્યે આપવામાં આવે છે . અષાઢી બીજ મહોત્વસની ભવ્યાથી ભવ્ય ઉજવણી કરવાનું નકકી થતા સર્વે ધર્મપ્રેમી જનતામાં તેમજ સર્વે ભકતોમાં હરખની હેલી ચડી છે અને સૌ આનંદ વિભોર છે સ્થાનીક અને બહારગામના સર્વ ભાવિક ભકતજનોને ભગવાનના દર્શન તેમજ અષાઢી બીજનો મહાપ્રસાદ લેવા માટે સંતો – મહંતોના આર્શીવાદ મેળવવા માટે આપસૌને શ્રી આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજ બાપુ (નરેન્દ્રભાઇ સોલંકી) નુ સૌને હદય પૂર્વક નિમંત્રણ પાઠવ્યું છે.