શા માટે હિમશીલાઓ ઓગળી રહી છે?
સૂર્યની ગરમી કરતા વરસાદી પાણી હિમશીલાઓ ઓગાળવા પાછળ જવાબદાર હોવાનું સંશોધન
વિશ્ર્વમાં અનેક સ્થળે હિમશીલાઓ ઓગળી રહી હોવાની ચેતવણી આપવામાં આવી રહી છે. હિમાલયની હિમશીલાઓ પણ ખૂબજ ઝડપથી ઓગળી રહી હોવાની ચેતવણી તાજેતરમાં ઓહ્યો સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા અપાઈ હતી. જો કે, આ હિમશીલાઓ ઓગળવા પાછળ માત્ર કલાઈમેટ ચેન્જની ગરમી જવાબદાર નથી. હવામાનમાં થયેલો ફેરફાર હવે બરફ બનતો અટકાવે છે અને ઉપરાંત વધુ પ્રમાણમાં વરસાદ પણ બરફ ઓગાળે છે. પરિણામે હિમશીલાઓ ધીમે ધીમે ઓગળી રહી છે.
બરફ પાણીમાંથી બનતો હોવાની માન્યતા લોકોમાં છે. જો કે, બરફનું બંધારણ ખાલી પાણીથી નહીં પરંતુ વાતાવરણમાં રહેલા હાઈડ્રોઝન, ઓક્સિજન અને કાર્બનના બંધારણી થાય છે. જેનાથી હિમશીલાઓ રચાતી જોવા મળે છે. પરંતુ હવે કલાઈમેટ ચેન્જના કારણે કેટલા ફેરફાર પાર્ટીકલ્સના બંધારણમાં થયા છે. જેનાથી એક તરફ હિમશીલાઓ બનતી નથી ઉપરાંત વરસાદના કારણે તે ઘટી રહી છે.
તાજેતરમાં પીએનએએસમાં એક અભ્યાસ પબ્લીસ થયો હતો. જેમાં પણ જણાવાયું હતું કે, પશ્ર્ચિમ ભાગમાં ન્યુગીની સહિતના પ્રાંતમાં સમયાંતરે હિમશીલાઓ ઓગળવા લાગી છે. આ ઉપરાંત હિમાલયી લઈ એન્ડસમાં હિમશીલાઓ ઓગળવાનું પ્રમાણ વધ્યું છે. અલનીનોની અસર પણ હિમશીલાઓ ઓગળવા પાછળ જવાબદાર છે.
પપુવા, ઈન્ડોનેશીયા સહિતના વિસ્તારોમાં જોવા મળેલો ફેરફાર આગામી સમયમાં હિમાલયની હિમશીલાઓ ઓગળી જશે તેવું ફલીત કરી રહ્યો છે. થોડા સમય પહેલા એક અભ્યાસ યો હતો જેમાં જણાવાયું હતું કે, ૧૫૦ વર્ષ પહેલા જ હિમશીલાઓ ઓગળવાનું શરૂ થઈ ગયું હતું. વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૮ દરમિયાન હિમશીલાઓ ઓગળવાની ઝડપ એકાએક વધી જવા પામી હતી. હિમશીલાઓ ઓગળવાી તેના ભાગ પડવા લાગ્યા છે. નાની-નાની હિમશીલાઓ ગાયબ થઈ ગઈ હોવાનું જાણવા મળે છે. છેલ્લા એક દશકાની અંદર હિમશીલાઓ ઓગળવાનું પ્રમાણ ભયંકર સ્તરે પહોંચી ગયું છે.
હિમશીલાઓ ઓગળવા પાછળ સૌથી વધુ જવાબદાર ગ્લોબલ વોર્મિંગ છે. વરસાદનું પ્રમાણ વધતા હિમશીલાઓ પર પડેલા પાણીથી તે ઓગળે છે. સંશોધકોના મત મુજબ વરસાદ હિમશીલાઓ માટે ખુબજ ભયાનક સાબીત થઈ શકે છે. વરસાદી પાણીથી હિમશીલાઓ ઉપર ગરમી વધી રહી છે. આ ગરમી એટલી વધુ છે કે સૂર્યના કિરણો કરતા વધુ હાનિકારક આ પાણી સાબીત થયું છે.