મુખ્ય સર્કલો પર હાઈમાસ્ટ ટાવર ઉભા કરવા રૂ.૧૮.૯૦ લાખના ખર્ચને બહાલી

શહેરના અલગ અલગ પાંચ મુખ્ય સર્કલો પર હાઈમાસ્ટ લાઈટીંગ ટાવરની સુવિધા ઉભી કરવા માટે આજે સ્ટે.કમીટી દ્વારા રૂ.૧૮.૯૦ લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટે.કમીટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, શહેરના બેડી ચોકડી પાસે મોરબી હાઈવે પર, કોઠારીયા રોડ પર રોનેક સર્કલ, યાજ્ઞીક રોડ પર માલવીયા ચોક, મવડીમાં બાપા સીતારામ ચોક અને રેસકોર્સ રીંગ રોડ પર બહુમાળી ભવન ચોક ખાતે હાઈમાસ્ટ લાઈટીંગ ટાવરની સુવિધા ઉભી કરવામાં આવશે. આ માટે આજરોજ મળેલી સ્ટે.કમીટીની બેઠકમાં રૂ.૧૮.૯૦ લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.