ગોંડલ શહેરના ગુંદાળા રોડ પર ગોકળ ગતિએ બુગદા ઢાંકવા નું કામ ચાલી રહ્યું હોય અને રસ્તા પર વ્યાપક પ્રમાણમાં ખાડા પડ્યા હોય આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા પાલિકા તંત્ર ને રજુઆત કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ આમ આદમી પાર્ટીના ગોંડલ વિધાનસભા અધ્યક્ષ કેયૂરભાઈ શેખડા, શહેર મંત્રી મનીષભાઈ સાટોડીયા, પંકજભાઈ કાતરીયા તેમજ જયેશભાઈ કાછડીયા સહિતના દ્વારા ગોંડલ નગરપાલિકા ચીફ ઓફિસરને રજુઆત કરવામાં આવી છે જેમાં ગોંડલ શહેરમાં બસ સ્ટેન્ડ થી ગુંદાળા ચોકડી સુધીમાં રોડ ઉપર ઘણી બધી જગ્યાએ ખાડા પડી ગયેલ છે તેથી વારંવાર નાના અકસ્માતો થાય છે અને નાના મોટા વાહનોને ચાલવામાં ખુબજ મુશ્કેલી પડતી જોવા મળે છે છતાં કોઈ પણ આ બાબતે ધ્યાન આપતુ નથી તો તેનું કારણ શું ?
આ રોડ ઉ52થી માર્કેટ યાર્ડમાં જવાતુ હોય ખુબ જ મોટી સંખ્યામાં ટુ વ્હીલરથી માંડી ને મોટા ટ્રકો અવર જવર કરતા હોય જયારે ટ્રેન પસાર થતી હોઈ ત્યારે ખુબ જ ટ્રાફીક થઈ જાય છે અને ફાટક ઉપર ખુબજ મોટા ખાડા છે તેમજ બંને બાજુ મોટા મોટા બંફ સ્પીડ બ્રેકરો કરેલ છે જે મોટો અવરોધ ઉભી કરે છે તેથી તે નાના કરવા અને રોડ ઉપરના જે ખાડાઓ છે તે તાત્કાલીક ડામરથી અથવા સીમેન્ટ કોન્ટ્રેટથી પુરાણ ક2વા અને રોડ સમથળ કરવો જરૂરી છે. ગુંદાળા રોડથી ઉતર તરફ રોડને પેરેલા ગુંદાળા ચોકડી સુધી વોંકળો આવેલ છે તે વોકળો ગંદા પાણી થી ભરાયેલ રહે છે જેના કારણે સતત મચ્છરોનો ઉપદ્રવ થાય તેથી તે તાત્કાલીક અસરથી ગુણવત્તાસભર કામ પુરૂ કરવું જરૂરી છે.
આ ઉપરાંત આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર તંત્ર પાસે વ્યાજબી ભાવની દુકાનો તથા આંગણવાડીની વિગતો આપવા માહિતી અધિકાર હેઠળ માહતી માંગવામાં આવી છે જે માં ગોંડલ શહેર તથા તાલુકાના તમામ ગામડામાં વ્યાજબી ભાવની સરકાર માન્ય દુકાનો આવેલ હોય તેના પરવાનેદારનું નામ, સ2નામુ તથા તે મહીના દરમ્યાન કેટલા દિવસ ખુલ્લી રાખવાની હોય, તથા પી. એલ 1, બી. પી. એલ ના રેશનકાર્ડ ધારકોને વ્યક્તિ દીઠ કેટલું અનાજ તથા અન્ય વસ્તુઓ આપવામાં આવે છે તાલુકા તથા શહેરમાં કેટલા બી. પી. એલ. રેશનકાર્ડ ધારકો, કેટલા એ.પી.એલ. રેશનકાર્ડ ધારકો છે ગોંડલ તાલુકા તથા શહેરમાં કેટલી આંગણવાડી આવેલ છે તથા તેના સરનામાં સહિતની વિગતો માંગવામાં આવી છે