સરકાર દ્વારા રાજયભઅઅઅઅરના ૧૦૦ ડિલરો સાથે આ સુવિધા પુરી પાડવાનો નિર્ણય
ટ્રાન્સપોર્ટ ડીપાર્ટમેન્ટ દ્વારા હાઇ સિકયુરીટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટના ચાર્જ ફીકસ કરી ફોર વ્હીલસ માટે ૧૫૦રૂ અને ટુ વ્હીલર માટે રૂ૮૯ નિર્ધારીત કરી ડીલરશીપ ફાળવવામાં આવી છે.
ડીપાર્ટમેન્ટ દ્વારા સપ્ટેમ્બરના અંત સુધીમાં તમામ વાહનોની નંબર પ્લેટ બદલી આપવાની સમય મર્યાદા નકકી કરવામાં આવી છે. સરકાર દ્વારા સપ્ટેમ્બરના અંત અથવા ઓકટોબરની મઘ્ય સુધીમાં નંબર પ્લેટ નખાવી લેવાની તાકીદ કરવામાં આવી છે. ત્યારબાદ જેઓના વાહનોમાં હાઇ-સિકયુરીટી રજીસ્ટ્રેશન પ્લેટ નહી જોવા મળે તેમને ચલણ ભરવા તૈયાર રહેવું પડશે. ટ્ર્રાન્સપોર્ટ સેક્રેટરી વિપુલ મિશ્રાએ આ અંગે વધુમાં જણાવ્યું હતું કે આ હાઇ સિકયુરીટી નંબર પ્લેટ લગાડવા માટે સમગ્ર રાજયની ૧૦૦૦ એજન્સીઓ દ્વારા કરવામાં આવશે.
સરકારે ૧૦૦૦ ડિલરશીપ ધારકો દ્વારા જ આ સુવિધા પુરી કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા વાહનોમાં આ પ્લેટો લગાડવી વાહનો માટે ફરજીયાત બનાવવામાં આવશે. જે વાહનોમાં પ્લેટો બદલવામાં નહી આવી હોય તેના પર દંડની જોગવાઇ કરી હોવાનું મિશ્રાએ જણાવ્યું હતું. જુના વાહનોને પણ પ્લેટ માટે ભાવ નિશ્ર્ચીત કરાયા છે. દરેક ડીલરો દ્વારા વાહન રજીસ્ટ્રેશન અંગેની માહીતી વાહન-૪ સોફટવેર દ્વારા મળી રહેશે. આ એજન્સીઓ દ્વારા સાચી રીતે હાઇ સિકયુરીટી નંબર પ્લેટ લગાડી અપાશે એવું મિશ્રાએ જણાવ્યું હતું.
આર.ટી.ઓ.ના અધિકારીઓ દ્વારા ૧ જાન્યુઆરીથી ઓટોમોબાઇલ ડીલરોને કડક રીતે પાલન કરાવવા નિદેશ કરાવવામાં આવ્યો છે. જે મુજબ દરેક નવા વાહનોમાં આ પ્રકારની હાઇ સિકયુરીટી નંબર પ્લેટ લાગડવી પડશે. જો ગ્રાહકો તે નહીં લગડે તો ડીલરોને જવાબદાર ગણાશે કારણ કે ડીલરો દ્વારા ગ્રાહકોની સર્વિસમાં પ્રથમ નંબર પ્લેટ ફીટ કરવી પડશે. જો આ નિયમોનું પાલન નહીં કરાવાય તો ડીલરોને પણ રૂ૪૦૦ ના દંડની જોગવાઇ કરવામાં આવી છે. ડીલરને આર.ટી.ઓ. માંથી બનાવેલી હાઇસિકયુરીટી નંબર પ્લેટો મેળવી લેવી પડશે તેમજ તેના માટે સર્વિસ સ્ટેશનો ફીકસ કરવામાં આવશે.