રાજ્યમાં મોસમનો સરેરાશ 36.07 ટકા વરસાદ વરસી ગયો
રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજા અનરાધાર હેત વરસાવી રહ્યા છે. અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ 36.07 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે.
હમેંશા કોરૂં ધ્રાકોડ રહેતું કચ્છ આ વર્ષે પાણીદાર બની ગયું છે. કચ્છમાં આજ સુધીમાં સિઝનનો 65.45 ટકા વરસાદ વરસી ગયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ કચ્છના લખપત તાલુકામાં 128.11 ટકા જેટલો વરસી ગયો છે.
જ્યારે સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતના ધાનેરા તાલુકામાં માત્ર 7.91 ટકા જ વરસાદ પડ્યો છે. કચ્છ જિલ્લાના માંડવીમાં પણ સિઝનનો 102.81 ટકા અને મુંદ્રામાં 105.02 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. ઉત્તર ગુજરાતમાં 20.44 ટકા વરસાદ પડ્યો છે.
જ્યારે પૂર્વ મધ્ય ગુજરાત 30.07 ટકા, સૌરાષ્ટ્રમાં 39.43 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 36.07 ટકા વરસાદ વરસી ગયો છે.