અબતક, વૈવિધ્ય
૧૯૬૨-૬૩ના અરસમાં દેવીભાગવત પુરાણના વાંચન દરમ્યાન ગ્રંથની ભૂમિકામાં આવ્યું કે આ પુરાણના લેખક ૨૪મા વ્યાસ છે. સ્વાભાવિક રીતે એક પ્રશ્ર્ન ઉદ્ભવ્યો કે વ્યાસ કેટલા. અધ્યયન અને શોધ પછી જણાવ્યું કે વ્યાસ કોઇ એક વ્યક્તિ નથી. આ એક પદ છે, પરંપરા છે. જે કાળમાં વૈદિક જ્ઞાનના શ્રેષ્ઠત્તમ વ્યાખ્યાતા એટલે વ્યાસ. અત્યાર સુધી આવા ૨૮ વ્યાસ થયા છે. ‘મહાભારત ગ્રંથના રચિયતા આદિ વ્યાસ ઉપરથી આ પદ આવ્યું હશે. સાથે સાથે એ પણ શંકાઓ ઊભી થઇ, પરશુરામ કેટલા? વશિષ્ઠ હતા, દ્વાપર કે જેનો સમયગાળો ત્રેતા કરતાં લાખો વર્ષ અંતર રાખે છે તેમાં પણ પરશુરામ અને વ્યાસ હતા. અભ્યાસે પૂરવાર કર્યુ કે વ્યાસ એક સર્વોચ્ચ પીઠ છે, નહી કે કોઇ વ્યક્તિ. જુદા જુદા કલ્પોમાં જુદા જુદા વ્યાસ થયા છે એટલે કે વ્યાસ સંસ્થા છે, પરંપરા છે.
વાયુ પુરાણમાંઉલ્લેખ છે કે ‘પ્રથમે દ્વાપરે બ્રહ્મા વ્યાસો બમૂવહ’ (૨૩-૧૧૪ સે ૨૨૬)વાયુપુરાણમાં ૨૮ વ્યાસોની યાદી આપવામાં આવી છે. સુષ્ટિના પ્રારંભથી જુદા જુદા કલ્પોમાં હજારોની સંખ્યામાં વ્યાસ થાય હશે. પણ આ લેખની સીમા વરાહ કલ્પ એટલે કે વર્તમાન કલ્પમાં થયેલ વ્યાસો સુધીની જ છે.બધા કલ્પોની પરંપરા લઇએ તો સ્વયંભુવ મનુથી છેલ્લા કૃષ્ણ-દ્વૈયાપન વ્યાસ સુધી જાય છે. પણ જેવો પહેલો ઉલ્લેખ કર્યો છે તો આપણે વર્તમાન કલ્પ એટલે કે વરાહ કલ્પના વ્યાસોની જ ચર્ચા કરીએ. આ તમામ વ્યાસોમાં વેદોનું વર્ગીકરણ કર્યુ અને તેની વ્યાખ્યાઓ આપી.
૨૮ જ્ઞાનસિદ્ધ વ્યક્તિઓ આ પ્રમાણે છે.
૧. સ્વાયંભ મનુ અથવા બ્રહ્મ: તેમનો સમય વર્તમાન યુગમાં ગણના પ્રમાણે ૨૯૧૦૦ ઇ.પૂ.થી ૧૭૫૦૦ ઇ.પૂ સુધીનો છે. તેમના સમયમાં સ્વરોચિસ, ઉત્તમ, તામસ અને રૈતત નાથમના જ મનુ થયા. આ સમયમાં પાંચ લાખ અદ્વૈતો નવાણો ઋચાઓની રચના કરવામાં આવી. એ સમયમાં કળાઓ અને વિજ્ઞાનની પણ સારી પ્રગતિ થઇ.
૨. કશ્યપ- નો સમય ૧૭૫૦૦ ઇ.પૂ.થી ૧૬૦૫૦નો માનવામાં આવે છે. તેમને પરમેષ્ઠી પ્રજાપતિના નામે પણ ઓળખવામાં આવે છે. કેટલાક વિદ્વાનો તેમને સ્વાયંભુવ પણ માને છે. એમના સમયમાં રાક્ષુષ મનુ અને ચાર સાવર્ણિ મનુ પણ થયા (ધર્મ, દક્ષ, મેરૂ સાવર્ણિ અને રોચ્ય). આ બે વ્યાસના સમયમાં જ પ્રથુ ભારતના રાજ્યભિષિકત સમ્રાટ થયા. જેના નામ ઉ૫રથી આ દેશનું નામ ભારત પડયું. હિરણ્યાકશ્યપ, ઇન્દ્ર અને વામન કશ્યપના પુત્રો હતા જે તેમની બે પત્નીઓ દિતિ અને અદિતિના સંતાનો હતા.
૩. ઉસના અથવા શુકાચાર્ય: તેમનો સમય ૧૬૦૫૦ ઇ.પૂ.થી ૧૬૯૦૦ ઇ.પૂ. સુધીનો માનવમાં આવે છે જે વૈવસ્વત મનુના અસ્તિત્ત્વનો પણ સમય છે. આગલા વ્યાસ બૃહસ્પતિ તેમના સમકાલીન હતા. તેઓ ભુગુના પુત્ર હતા. જેઓએ અંગિરસ (અંગિરા)ઋષિ સાથે અથર્વવેદની રચના કરી. સ્વાભાવિક પણે તેઓએ અથર્વવેદના શિક્ષણ પર ભાર મૂકયો. તેમના સમયમાં રાજકીય અર્થશાસ્ત્ર, આયુવેદ અને ધનુર્વેદનો પણ વિકાસ થયો. આ સમય, હિરણ્યકશ્યય, પ્રહાલાદ, વિચોચન, બલિ અને વામનનો છે. દૈત્યો અને દેવો પ્રેમથી રહેતા હતા. પણ કાળાંતરમાં ભૌતિક ઉપલ્બધિમાં માટે તેમની વચ્ચે સંઘર્ષ વધ્યું.
૪. બૃહસ્પતિ: તેમનો સમય ૧૫૩૩૦ ઇ.પૂ.થી ૧૪૬૧૦ ઇ.પૂર્વ એટલે કે ૭૨૦ વર્ષનો માનવામાં આવે છે. શુક્રાચાર્ય અને બૃહસ્પતિ સમકાલીન હતા. તેમણે અધ્યાત્મિક પાસા ઉપર ભાર મૂકયો. વેદોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું. ઉપનિષદોની રચનાની પણ શરૂઆત થઇ. બીજા જ્ઞાન ક્ષેત્રોને પણ પુષ્કળ પ્રોત્સાહન મળ્યું.
૫. વિવસ્વાન (સવિતા કે સૂર્ય): નો સમય ૧૪૬૧૦ ઇ.પૂ. થી ૧૩૯૦૦ ઇ.પૂ.નો માનવામાં આવે છે. તેઓ ચક્ષુષ મનુના વંશજ હતા અને તેમને શુકલ યજુર્વેદના રચયિાતા માનવામાં આવે છે. કહેવાય છે. કે અશ્ર્વિનીકુમારો પણ તેમના પુત્રો હતા. તેઓ વિશ્ર્વકર્માના પણ ગુરૂ હતા. ખગોળશાસ્ત્રના પણ તેઓ જનક હતા.
૬. વૈવસ્વત યમ: વૈવસ્વત મનુ તેમના ભાઇ હતા. તેમનો સમય ૧૩૯૦૦ ઇ.પૂ.થી ૧૨૪૬૦ ઇ.પૂ.નો માનવમાં આવે છે. તેમને શ્રાદ્ધદેવ તરીકે પણ જાણવામાં આવે છે. તેમનું શાસન ઇરાન અને આજુબાજુના પ્રદેશો સુધી હતું. અંતિમ વર્ષમાં વિકરાળ પૂર (કદાચ જળપ્રલય)આવ્યું અને તેમના નાનાભાઇ વૈવસ્વત મનુ તેમના ઉતરાધિકારી થયા.
કશ્યપનું કાર્યક્ષેત્ર કોસ્પિયન સાગર, પૂર્વ ટર્કો, સીરિયા અને ઇરાન, ઇજિપ્ત (મિશ્ર) પૂર્વ સુધી હતું. કાલાંતરમાં તેનો વિસ્તાર પામીન પઠાર અને ગંગા યમુનાના મેદાનો સુધી વિસ્તર્યું.
૭. ઇન્દ્ર સતકૃતુ: તેમનો સમય ૧૨૪૬૦ ઇ.૫ૂ.થી ૧૭૭૪૦ ઇ.પૂ. સુધીનો મનાય છે જે બે દિવ્ય સંવત્સર જેવો થાય છે. તેમણે ૧૦૦ અશ્ર્વમેઘ યજ્ઞો કર્યા અને વ્યાસ પદ સાથે તેઓ રાજાઓના રાજા હતા. અસુરો સાથે યુધ્ધમાં તેઓએ દેવાનું નેતૃત્વ કર્યુ અને અનેક નવા અસ્ત્રશસ્ત્રો વિકસાવ્યા. અસ્ત્રવિદ્યા પણ તેમના સમયમાં વિકાસ પામી. મિસાઇલ્સ અને અણુશસ્ત્રોનો પણ વિકાસ પામી. મિસાઇલ્સ અને અણુશસ્ત્રોનો પણ વિકાસ આ સમયમાં થયો. તેમના સમયમાં સાહિત્યનો પણ સારો વિકાસ થયો. વૈવસ્વત મનુના યજ્ઞના તેઓ મુખ્ય પુરોહિત હતા.
૮. વશિષ્ઠ: વૈવસ્વત મનુ પછીના તે શ્રૈષ્ઠત્વ ઋષિ હતા. તેઓનો સમય ૧૧૭૨૦ ઇ.પૂ.થી ૧૧૦૨૦ ઇ.પૂ. ગણવામાં આવ્યું છે. તેઓનો પ્રભાવ ભારત વર્ષમાં ત્રેતાથી લઇ દ્વાપરના કૃષ્ણયુગ સુધી દેખાય છે. સાંખ્ય શાસ્ત્રના પ્રણેતા કપિલ મુનિનો પ્રાદુભાવ પણ આજ સમયમાં થયો. એવું મનાય છે કે તેઓ મિત્ર (સૂર્ય) અને વરૂણના પુત્ર હતા અને સ્વર્ગના અપ્સરા ઉર્વશી તેમના માતા હતા. તેઓ વેદાનો પ્રમુખ શિક્ષક હતા. ઋગ્વેદની અનેક ઋચાઓ તેમના દ્વારા રચનામાં આવી. ઋગ્વેદનો આખુ મંડળ-૭ તેમના અને તેમના પરિજનોના નામે છે. વશિષ્ઠે વ્યકિત પરિપૂર્ણતા અને ઇશ્ર્વર નિર્ભરતાનું શિક્ષણ આપ્યું. અંતિમ વ્યાસ ભગવાન વેદવ્યાસ તેમના વંશવૃક્ષમાં જ ઉત્પન્ન થયા.
૯. સમાંત્તર- તમા અથવા સારસ્વત: આ નવમા વ્યાસનો સમય ૧૧૦૨૦ ઇ.પૂ.થી ૧૦૩૦૦ ઇ.પૂ. માનવામાં આવે તેઓ ઋૂષિ વેદયાંગ અથર્વણ અને સરસ્વતી અલ્મ્બસાના પુત્ર હતા. તેઓએ સામવેદનું સંકલન (રચના)કરી. બાળપણથી તેઓ એવા તેજસ્વી હતા કે તેઓ ઋષિઓને ભણાવતા હતા. તેઓએ વેદોની સામાજિક અને આર્થિક સંદર્ભોમાં વ્યાખ્યા કરી. તેમના શિષ્યોમાં પારાશર, ગર્ગ, ભાર્ગવ અને આંગિરસ પ્રમુખ હતા.
૧૦. ત્રિધામા: નો સમય ૧૦૩૦૦ ઇ.પૂ.થી ૯૫૮૦ ઇ.પૂ. લેખવામાં આવ્યો છે. શકય છે કે માકડેય ઋષિઓ હતા. યોગ અને તંત્રશાસ્ત્રનો આ સમયમાં વિકાસ દત્તાત્રેયના નિર્દેશમાં થયું અને માર્કડેયના માર્ગદર્શનમાં પુરાણોનો વિકાસ થયો.
૧૧. ઋષણ: કૂર્મપુરાણ પ્રમાણે ઋષણ વ્યાસનો સમય ૯૫૮૦ ઇ.પૂ.થી ૮૮૬૦ ઇ.પૂ. માનવામાં આવે છે. પણ મોટાભાગનો પુરાણો આ સમયના વ્યાસ તરીકે સરદ્વાન અંગિરસ અથવા તો ગૌતમનો ઉલ્લેખ કરે છે. ઋષભ વ્યાસે દત્તાત્રેય સાથે વૈદિક આશ્રમ-ધર્મના ચૌથા સ્તર (સંન્યાસ)ની સ્થાપના કરી. ત્યાગ અને સન્યસ્ત વૃતિના કારણે ઋષભને તીર્થકર પણ માનવામાં આવે છે.
૧૨. અત્રિ: આ વ્યાસનો સમય ૮૮૬૦ ઇ.પૂ.થી ૮૫૦૦ ઇ.પૂ બતાવવામાં આવ્યું છે. કેટલાક પુરાણો આ સમયના વ્યાસ તરીકે ત્રિવિસ્તા અથવા ભારદ્વાજનો ઉલ્લેખ કરે છે. અત્રિએ ખગોળશાસ્ત્ર અને આયુર્વેદ શાસ્ત્રનો વિકાસ કર્યો. તેમનો પ્રભાવ ભારતવર્ષ કરતાં બેબીલોન (આધુનિક ઇરાક)માં વધારે દેખાય છે.ઉપરના ૧૧ વ્યાસોનો આયુષ્ય કે સમયગાળો ૭૨૦ માનવી વર્ષ અથવા બે દિવ્ય વર્ષનો હતો જયારે અત્રિના સમયમાં સતયુગ પૂર્ણ થઇ ત્રેતાની શરૂઆત થઇ. તેથી હવે પછસના વ્યાસોનું આયુષ્ય ૩૬૦ વર્ષનો એક દિવ્ય વર્ષ જ બતાવવામાં આવ્યું છે.
૧૩. ધર્મ અથવા નર અને નારાયણ: બદ્રિકાશ્રમમાં તપાસ્યા કરનાર આ સંતોનો સમય ૮૫૦૦ ઇ.પૂ.થી ૮૧૪૦ ઇ.પૂ. બતાવામાં આવ્યું છે. તેઓએ અનેક ઋષિમુનિઓને વેદનું શિક્ષણ આપ્યું. કણ્વ મેઘાતિથિત્રઋષિ તેમના જ સમયમાં થયા. દુષ્યંત અને તેમના પુત્ર ભરતનો પણ આ જ સમય છે.
૧૪. સુરક્ષણ અથવા સુચક્ષુ: આ ચૌદમાં વ્યાસનો સમય ૮૧૪૦ ઇ.પૂ.થી ૭૭૮૦ ઇ.પૂ. માનવામાં આવ્યું છે. આ સમયમાં વેદો અને પુરાણોને યુક્તિ યુકત અને આધુનિક રીતે ગોટવવામાં આવ્યું. તેમના સમયમાં અવિક્ષિત મસ્ત અને કરન્ધામ જેવા રાજાઓ અને ગૌતમ, વામદેવ જેવા ઋષિઓ પ્રભાવશાળી હતા.
૧૫.ત્રિયારૂણ: નો સમય ૭૭૮૦ ઇ.પૂ.થી ૭૪૨૦ ઇ.પૂ. ગણવામાં આવે છે. તેઓ ઇછવાકુ વંશના એક રાજા હતા. તેમના જ સમયમાં પ્રખ્યાત સમા્રટ માંધાતા અને ગાંધારના રાજા અંગાર પ્રખ્યાત થયા. તેઓ વેદોને અનુસરણ કરનારા હતા.
૧૬. ધનંજય: નો કાલ ૭૪૨૦ ઇ.પૂ.થી ૭૦૬૦ ઇ.પૂ. હતો આ લોકોને વ્યાસ તરીકે માન્યતા અપાઇ છે પણ ભારદ્વાજ તેમના સમકાલીન હતા તેથી કદાચ તેમને ઓછી પ્રસિધ્ધ મળી છે. દસરજ્ઞ યુદ્ધ આ જ સમયમાં ૭૨૦૦ ઇ.પૂ.માં થયું.
૧૭. કૃતંજય: નો સમય ૭૦૬૦ ઇ.પૂ.થી ૬૭૦૦ ઇ.પૂ. માનવામાં આવે છે.
૧૮. ઋતંજય: નો સમય ૬૭૦૦થી ૬૩૪૦ ઇ.પૂ. માનવામાં આવ્યું છે. ઉપરોકત ત્રણેય વ્યાસોના સમયમાં ભારદ્વાજની અસર વધારે દેખાય છે.
૧૯. ભારદ્વાજ: નો સમય ૬૩૪૦ ઇ.પૂ. થી ૫૯૮૦ ઇ.પૂ. માનવામાં આવે છે. તેમને પ્રખ્યાત વશિષ્ઠના સમકાલીન માનવામાં આવે છે. આ વશિષ્ઠ રાજા સુદાસના પુરોહિત હતા જેઓ સિન્ધુ નદીના પૂવીય ક્ષેત્રના રાજા હતા.