જામનગર જિલ્લામાં ૬૬ ફોર્મ રદ: સૌથી ઓછા ફોર્મ દ્વારકા જિલ્લામાં રદ
સમગ્ર સૌરાષ્ટ્રની ૩૪ બેઠક માટે ભરવામાં આવેલા ઉમેદવારીપત્રો પૈકી ૨૧૨ ફોર્મ રદ થયા છે અને ૪૮૯ ફોર્મ રદ થયા છે. જામનગર જિલ્લાની પાંચ પૈકી ૭૬ કાલાવડ વિધાનસભા બેઠક માટે દાખલ થયેલા કુલ ૩૦ પૈકી ૧૯ રદ અને ૧૧ ફોર્મ માન્ય રહ્યા. ૭૭ જામનગરની બેઠકમાં કુલ ૪૧ ફોર્મ રજુ થયા જે પૈકી ૧૧ રદ થતા ૩૦ ફોર્મ માન્ય રહ્યા. ૭૮ જામનગર (ઉતર)માં દાખલ થયેલા ૪૦ પૈકી ૧૩ ફોર્મ રદ થતા ૨૭ માન્ય રહ્યા. ૭૯-જામનગર (દક્ષિણ)માં ૪૧ પૈકી ૧૪ ફોર્મ રદ થયા અને ૨૭ માન્ય રહ્યા. ૮૦-જામજોધપુર વિધાનસભા બેઠક માટે ૨૬ ફોર્મ ભરાયા હતા. જે પૈકી ૯ ફોર્મ રદ થતા ૧૭ ફોર્મ માન્ય રહ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની બે પૈકી દ્વારકા બેઠકમાં રજુ થયેલા ૨૧ પૈકી ૩ ફોર્મ રદ થતા ૧૮ માન્ય રહ્યા છે અને બીજી બેઠક ખંભાળિયામાં રજુ થયેલા ૨૮ પૈકી ૩ રદ અને ૨૫ માન્ય રહ્યા છે. ઉમેદવારીપત્રક પાછું ખેંચવાનો અંતિમ દિવસ ૨૪મી નવેમ્બર હોય, શુક્રવારે સાંજે અંતિમ ચિત્ર સ્પષ્ટ થઈ જશે.