સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સીલે લીધેલા નિર્ણયને સિન્ડીકેટમાં મુકાશે
ખાનગી-સરકારી કોલેજમાં સીસીટીવી, હેડ ઓફ અઘ્યાપકોની પ્રોફાઈલ, ગ્રંથાલઈ છે કે નહીં ? સહિતનાં મુદ્દે પ્રિન્સીપાલોને બોલાવાશે: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નવા ઓડિનન્સ મુજબ ૨૦૨૦ની બુકલેટ બહાર પડશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે મળેલી એકેડેમિક કાઉન્સીલની બેઠકમાં કોલેજોનાં નવા જોડાણ સહિતનાં મુદ્દે ચર્ચા થઈ હતી જેમાં મેડિકલ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ જો નાપાસ થાય અને ત્યારબાદ તેઓ રિએસેસમેન્ટ કરાવે અને એક માસ બાદ ફરી વખત પરીક્ષા આપે તો રિએસેસમેન્ટ અને રેમેડીયલ પરીક્ષામાંથી જેમાં પણ હાઈએસ્ટ ગુણ મળેલા હશે તેની ગણતરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ખાનગી અને સરકારી કોલેજોમાં સીસીટીવી કેમેરા, હેડ ઓફ અઘ્યાપકોની પ્રોફાઈલ, ગ્રંથાલય છે કે નહીં ?, કોલેજોનું ઈન્ફ્રાસ્ટ્રકચર સહિતનાં મુદ્દે પ્રિન્સીપાલને બોલાવી તાકીદે બેઠક યોજવામાં આવશે.
મળતી માહિતી મુજબ આજે મળેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સીલની બેઠકમાં ત્રણ કોલેજનાં નવા જોડાણની ભલામણ, પેપર માર્કસ મુજબ ગ્રેસીંગ જાહેર કરવું કે નહીં ?, સૌરાષ્ટ્ર યુવા ભારતી સર્ટીફીકેટ કોર્સ અને ફાઉન્ડેશન ઓફ સબ સ્કિલનું આંતરીક મુલ્યાંકનનાં પેપરને મંજુરી આપવા સહિતની બાબતોની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત બપોર સુધી મળેલી એકેડેમીક કાઉન્સીલની બેઠકમાં મેડિકલનાં વિદ્યાર્થીઓ માટેનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં મેડિકલ ફેકલ્ટીમાં કોઈ વિદ્યાર્થી નાપાસ થાય અને ત્યારબાદ તે રીએસેસમેન્ટ કરાવે અને એક મહિના પછી તુરંત જ રેમેડીયલ પરીક્ષા આપે આ બંને માંથી જેમાં પણ હાઈએસ્ટ ગુણ મળ્યા હોય તેની ગણતરી કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ નિર્ણયને એકેડેમિક કાઉન્સીલની બેઠકમાં મંજુરી બાદ હવે સિન્ડીકેટમાં મુકવામાં આવશે.
તદઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન સરકારી અને ખાનગી કોલેજોમાં હેડ ઓફ અઘ્યાપકોની પ્રોફાઈલ માન્ય છે કે કેમ, સીસીટીવી કેમેરા લગાવેલા છે કે કેમ, ગ્રંથાલય છે કે કેમ, ઈન્ફ્રાસ્ટ્રકચર પુરતું છે કે કેમ આ બધાની ચકાસણી બાદ જ નવા સત્રમાં કોલેજની માન્યતા રીન્યુ કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત ૨૦૨૦ની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બુકલેટ નવા ધારાધોરણો મુજબ બહાર પાડવામાં આવશે તેની પણ ચર્ચા-વિચારણા થઈ હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સીલની બેઠકમાં યુનિવર્સિટીનાં કુલપતિ ડો.નિતીન પેથાણી અને ઉપકુલપતિ ડો.વિજય દેસાણીનાં અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં ડો.મેહુલ પાણી, ડો.ગીરીશ ભીમાણી, ડો.ભરત રામાનુજ, ડો.ભાવિનભાઈ કોઠારી સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા.