સરપંચ પ્રમોદભાઇ પટેલના સંતાનોની સંખ્યાના આધારે ગેરલાયક ઠેરવવાનો કેસ

ચુંટણી લડનારની ‘સક્ષમતા ’ને લઇ ‘બે બાળકો’ના નિયમો ઘડવાનું ગુજરાત હાઇકોર્ટે સરકારને સૂચન કર્યુ છે.

ગુજરાત હાઇકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન રાજય સરકારને ઉપર મુજબ સૂચન કર્યુ હતું. જસ્ટીસ બેલાબેન ત્રિવેદીએ કેસની સુનાવણી કરતા જણાવ્યું હતું કે ‘બે બાળકો’ના નિયમો ચૂંટણી લડતા ઉમેદવારની ‘સક્ષમતા’ ને ઘ્યાને લઇ ઘડવા જોઇએ. હાઇકોર્ટે ગુજરાત રાજય સરકારને આ મામલે પ્રત્યુતર આપવા બે અઠવાડીયાનો સમય આપ્યો છે.

પ્રાસલા ગ્રામ પંચાયતના સરપંચ પ્રમોદભાઇ પટેલને આ કેસ છે. તેમના ઘરે ત્રીજા સંતાનો જન્મ થતાં તેમને ટી.ડી.ઓ. એ સરપંચ પદે ગેરલાયક ઠેરવ્યા હતા ત્યારબાદ પ્રમોદ હાઇકોર્ટમાં ગયા હતા તેમણે જણાવ્યું કે, તેમને પ્રથમ સંતાન ૨૦૦૮માં બીજું સંતાન ૨૦૧૧માં થયું. પરંતુ ૨૦૧૬ માં બીજું સંતાનનું અકસ્માતે મોત થયું જયારે તેઓ સરપંચની ચુંટણી લડયા ત્યારે એક જ સંતાન જીવીત હતું ત્યારબાદ ફરી ભગવાને સારા દિવસો દેતા ત્રીજુ સંતાન અવતર્યુ જો કે જીવીત બે જ હતા. પરંતુ ટી.ડી.ઓ. એ પ્રમોદને સરપંચ પદેથી ઉતારી મૂકયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.