સીબીઆઇ કોર્ટ દ્વારા ટેલીફોન કંપની- પોલીસ અધિકારીની ફેરજુબાની માટે નિર્ણય લેતા દિનુ બોધાએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા
ચકચારી અમીત જેઠવા મર્ડર કેસમાં સીબીઆઇ કોર્ટ દ્વારા મોબાઇલ લોકેશન માટે ટેલીફોન કંપની અને પોલીસ અધિકારી સહીત છ સાક્ષીઓની ફેર તપાસ માટે નિર્ણય કરતા આ મામલે હાઇકોર્ટમાં ગયેલા દિનુ બોધા સોલંકી અને તેની ભત્રીજા શીવા સોલંકીને હાઇકોર્ટે ઝટકો આપી ૬ સાક્ષીઓની ફેર તપાસ કરવા મંજુરી આપી છે.
જાણવા મળતી વિગતો મુજબ આરટીઆઇ એકટીવીસ્ટ અમીત જેઠવા હત્યા કેસમાં સાક્ષીઓ હોટટાઇલ જાહેર થતા સી.બી.આઇ. કોર્ટ દ્વારા આ કેસનાં મહત્વના સાક્ષી એવા તપાસનીસ અધિકારી રાધવેન્દ્ર વત્સ અને મોબાઇલ કંપનીમના કર્મચારીઓ સહીત છ સાક્ષીઓને ફેર તપાસ કરવા નિર્ણય કર્યો હતો જેનો વિરોધ કરી આરોપી એવા પૂર્વ સાંસદ દિનુ બોધા સોલંકી અને તેના ભત્રીજાએ હાઇકોર્ટમાં રીટ કરી સીબીઆઇ કોર્ટ સુપ્રિમ કોર્ટ દ્વારા ર૬ સાક્ષીઓને ફેર તપાસવા મંજુરી આપી હોવા છતાં વધારાનાં છ સાક્ષીઓની તપાસ કરવા માંગતી હોય વાંધો ઉઠાવ્યો હતો.
આ કેસમાં હાઇકોર્ટને ન્યાયમૂર્તિ જેવી પાટડીવાલાએ દિનુ બોધા અને શિવા સોલંકીની અરજી ફગાવતા નોંઘ્યું હતું કે ન્યાયીક પ્રક્રિયાના હિતમાં સાક્ષીઓને ફરી તપાસ માટે બોલાવે તેને સુપ્રિમ કોર્ટના આદેશની ઉપરવટ ગયા હોવાનું ન કહી શકાય ન્યાયતંત્ર પોતાના નિર્ણય લેવા સ્વતંત્ર છે અને સીઆરપીબી એકટની કલમ ૩૧૧ મુજબ વિશેષ સત્તાઓ મળેલી હોય ટ્રાયલ કોર્ટે સાક્ષીઓને ફેર તપાસ માટે બોલાવી શકે છે તેવું જણાવીને અરજી ફગાવી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com