રેગ્યુલર જામીન અરજીનુ બીજા જ દિવસે અને આગોતરા જામીન અરજીનો ત્રીજા દિવસે હીયરીંગ
ફોજદારી કેસના ઝડપી નિકાલ માટે હાઇકોર્ટ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરી રેગ્યુલર જામીન અરજીની બીજા દિવસે અને આગોતરા જામીન અરજીની ત્રીજા દિવસે હીયરીંગ કરવામાં આવશે તેવો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જામીન અરજીની સુનાવણી કંઇ કોર્ટમાં અને કયાં સમયે કરવામાં આવશે તેનો એસએમએસ અને ઇ-મેઇલના માધ્યમથી જાણ કરવામાં આવશે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ટેકનોલોજીની મદદથી વકીલોને એસએમએસ અને ઇ-મેઇલ દ્વારા જાણકારી આપવામાં આવશે
કેસનું ભારણ ઘટાડવા માટે સાત વર્ષથી ઓછી સજાના કેસમાં આરોપીને પોલીસ મથકે જ જામીન આપી દેવાની જોગવાય કરવામાં આવી છે. તેમ છતાં સાત વર્ષથી વધુ સજાના આરોપીઓની સંખ્યા ઘણી વધુ હોય છે. અને જિલ્લા કોર્ટમાં રેગ્યુલર અને આગોતરા જામીન અરજી નામંજુર કરવામાં આવે ત્યારે આવા અરજદારો દ્વારા હાઇકોર્ટમાં દાદ માગવામાં આવે છે.
હાઇકોર્ટમાં મહત્વના કેસની સાથે ફોજદારીનો ભરાવો થતો હોવાથી રેગ્યુલર અને આગોતરા જામીન અરજીનો સમયસર નિકાલ થયા અને અરજદારોને ઝડપથી ન્યાય મળી રહે અને ન્યાય પ્રક્રિયાથી રેગ્યુલર જામીન અરજીની બીજા દિવસે અને આગોતરા જામીન અરજીનો ત્રીજા દિવસે સુનાવણી માટે ફિકસ રાખવામાં આવશે. જામીન અરજીની કંઇ કોર્ટ અને કયા સમયે રાખી છે તે અંગેની જાણ કરતો એસએમએસ અને ઇ-મેઇલ દ્વારા વકીલોને જાણ કરવામાં આવશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેના કારણે ઘણા કેસનો સમયસર નિકાલ થઇ શકે તેમ હાઇકોર્ટના રજીસ્ટ્રાર દ્વારા જણાવવામાં આવ્યું છે.