‘લોકોની જ‚રીયાત પોષવી એ જ મોટો કાયદો’

દેશમાં છત વિહોણા અનેક લોકોને ધગધગતી ગરમ, કડકડતી ઠંડી અને ઘોધમાર વરસાદ સહન કરવો પડે છે: જસ્ટીસ પારડીવાલા

ઉઘોગપતિઓને સળતાથી જમીનોની લ્હાણી કરવા સરકાર કાયદાનો ભંગ કરતી હોવાના આક્ષેપ અવાર નવાર થાય છે ત્યારે ગુજરાત હાઇકોર્ટ પણ લોકોના ભોગે ખાનગી પેઢીઓને જમીન લ્હાણીને લઇ સરકારને આડે હાથ લીધી છે. અને પ્રજાનું કલ્યાણ એ જ સર્વોચ્ચ કાયદો હોવાની ટકોર કરી છે.  ન્યાયધીશ પારડીવાલાએ ટાંકયું હતું કે, દેશમાં અનેક લોકો છત વિહોણા છે. તેમને ઉનાળાની ધગધગતી ગરમી, શિયાળાની કડકડતી ઠંડી અને ચોમાસાનો ધોધમાર વરસાદ સહન કરવો પડે છે.

પ્રાઇવેટ કરતા પબ્લીકની જ‚રીયાત સંતોષવી વધુ જ‚રી હોવાનો મત વ્યકત કરવામાં આવ્યો હતો. આ ચુકાદો પાટણમાં નવયુગ ઇન્ડસ્ટ્રીઝને વર્ષ ૧૯૬૨માં ફાળાવયેલી ૫૩,૦૦૦ સ્કેવર મીટર જમીન હવે જીએસઆરટીસીને સોંપવાના કેસમાં આવ્યો છે. કંપનીઓ બસ પીક અપ સ્ટેન્ડ માટે જમીન સોંપવાની આડોડાઇ કરતા મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. અને હાઇકોર્ટે  જમીન લોક ઉપયોગી બને તેવો ચુકાદો આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.