પ.બંગાળમાં મૂર્તિ વિસર્જનના મામલે કોલકાતા હાઇકોર્ટ દ્રારા મમતા સરકારને મોટો ઝટકો લાગ્યો છે. હાઇકોર્ટે મૂર્તિ વિસર્જન પર રાજ્ય સરકારના નિર્ણયને ફગાવી દેવાયો છે. કોર્ટે મોહરમના દિવસે વિસર્જન પર પ્રતિબંધ હટાવી દિધો છે.
પ.બંગાળમાં મૂર્તિ વિસર્જન મામે કોલકાતા હાઇકોર્ટે ફરી એક વાર મમતા બેનર્જી સરકારની ઝાટકણી કાઢી હતી. ગુરૂવારે સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કહ્યું કે, પ્રતિબંધ લગાવવો સૌથી છેલ્લો વિકલ્પ છે. કોર્ટે કહ્યું કે છેલ્લો વિકલ્પ સૌથી પહેલા કેમ, સરકારે એકપછીએક પધ્ધતિસર ડગલા ભરવા પડશે.
હાઇકોર્ટે કહ્યું કે, સરકારને પ્રતિબંધ લગાવવો છે તો દરેક પર કેમ નહીં. હાઇકોર્ટે કહ્યું કે, સરકાર વગર આધારે અધિકારનો ઉપયોગ કરી રહી છે. હાઇકોર્ટે કહ્યું કે, સરકાર કેલેન્ડરને નથી બદલતી, કારણ કે, તમે સત્તામાં છો એટલા માટે બે દિવસ માટે બળપૂર્વક આસ્થા પર તમે પ્રતિબંધ ના લગાવી શકો. સરકારને દરેક પરિસ્થિતી માટે તૈયાર રહેવું પડશે.
ત્યારે સરકારના વકીલે કોર્ટમાં કહ્યું કે, શું સરકારને કાયદાકીય વ્યવસ્થાનો અધિકાર નથી. વકીલે કહ્યું કે કાયદા વ્યવસ્થા બગડી તો તેનું જવાબદાર કોણ.
આ પહેલાની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે મમતા બેનર્જીની ઝાટકણી કાઢી હતી. કોર્ટે સરકાર પર ટિપ્પણી કરતા કહ્યું હતું. કે તમે બે સમાજ વચ્ચે તિરાડ ઉભી કેમ કરી રહ્યા છો. દુર્ગા પૂજા અને મહોરમને લઈને રાજ્યમાં ક્યારેય આવી સ્થિતિ નથી ઉભી થઈ. એ લોકોને સાથે રહેવા દો.
મહત્વનું છે કે હાઈકોર્ટની દખલઅંદાજી બાદ મમતા બેનર્જી સરકારે મૂર્તિ વિસર્જનની નક્કી સમય સીમા બદલીને વિજયા દશમીની રાત્રે 6 વાગ્યા સુધીની રાખી હતી. જે વધારીને 10 કલાક સુધીની કરી દીધી છે. વિસર્જન પર પ્રતિબંધ મુદ્દે કોલકાતા હાઈકોર્ટમાં મમતા બેનર્જી વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી.