રાજકોટ તાલુકાના કાળીપાટ ગામે નવ વર્ષ પૂર્વ નજીવી બાબતે ખેલાયેલા ધીંગણા માં થયેલા ડબલ મર્ડર કેસમા ત્રણ આરોપી ના જામીન હાઈકોર્ટ એફગાવી દીધા છે. વધુ વિગત મુજબ શહેરના ભાગોળે કાળીપાટ ગામે ગત તા.10 7-11ના રોજ માતાજીના મઢ પાસે તાવા પ્રસાદમાં એકઠા થયેલા દરબારોએ કોળી પરિવારના કિશોરને ગાળો બોલવાની ના પાડવાના મુદ્દે ખેલાયેલા ધિંગાણામાં વિશ્વજીતસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ જાડેજાનું મોત નિપજતા બનાવ ડબલ મર્ડરમાં પલ્ટાપો હતો.
તાલુકા પોલીસ મથકમાં સત્યજીતસિંહ અનિધ્ધસિંહ જાડેજાએ છગન રધા દુધરેજીયા, ધીરૂ રધા દુધરેજીયા, સુરેશ રધા દુધરેજીયા, દિનેશ રધા દુધરેજીયા, જેન્તી પ્રેમજી દુધરેજીયા, સવજી દેવશી દુધરેજીયા, બાબુ ઉકા દુધરેજીયા અને બે મહિલા સહિત 10 શખ્સો સામે હત્યા અને હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યા હતા. હાલ લાંબા સમયથી જેલ હવાલે રહેલાઆરોપીઓ છગન 2ધા દુધરેજીયા, ધીરૂ 2ધા દુધરેજીયા તથા સુરેશ 2ધા દુધરેજીયાએ જામીન અરજી કરી હતી જેમાં બંન્ને પક્ષોની લેખિત મૌખિત દલીલ બાદ મુળ ફરિયાદના વકિલે કરેલી ધારદાર દલીલ તેમજ કેસની સુનાવણી અંતિમ તબકકામાં છે. જો જામીન આપવામાં આવશે તો સાક્ષીને ફોડવાના અને પુરાવાનો નાશ કરવામાં આવશે. તેવી દલીલ ધ્યાને લઇ હાઈકોર્ટ એ ત્રણ ની જામીન અરજી નામંજૂર કરી છે. મુળ ફરિયાદ વતી એડવોકેટ તરીકે રૂપરાજસિંહ પરમાર, અજીતભાઇ પરમાર અને ભરતભાઇ સોમાણી રોકાયા છે.