- ગુજરાતમાં તો ઠીક બંગાળમાં પણ ભાજપનું આકર્ષણ વધ્યુ
- લોકસભા ચૂંટણીમાં કંઈ સીટ પરથી લડશે તે સસ્પેન્સ
કોલકાતા હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાયે મંગળવારે રાજીનામું આપી દીધું છે. પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું હતું, કે તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા છે. જ્યારે પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું કે આગામી લોકસભા ચૂંટણીમાં તેઓ કઈ સીટ પરથી ભાજપના ઉમેદવાર હશે, તો જસ્ટિસ ગંગોપાધ્યાયે કહ્યું કે, ‘હું જે પણ સીટ પરથી ચૂંટણી લડીશ તે વિશે હું ચોક્કસ તમને જણાવીશ’.
તેમણે કહ્યું, ‘શાસક પક્ષ (તૃણમૂલ કોંગ્રેસ)ના પ્રવક્તાએ વારંવાર મારી ટીકા કરી છે. તેઓ જાણતા નથી કે તેઓ ન્યાયાધીશ વિશે આવી વાતો ન કહી શકે. તેમના કૌભાંડો પ્રકાશમાં આવી રહ્યા છે. મેં હવે રાજકારણમાં આવવાનું નક્કી કર્યું છે કારણ કે તેઓએ ટી.એમ.સીને મેદાનમાં આવવા અને લડવા માટે પડકાર આપ્યો છે. મેં મારું રાજીનામું કલકત્તા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને સોંપ્યું છે. જસ્ટિસ અભિજિત ગંગોપાધ્યાયે એવા ટીકાકારોને પડકાર ફેંક્યો કે જેઓ રાજકારણમાં તેમની સંડોવણી અને તેમના ભૂતકાળના નિર્ણયો પર સવાલ ઉઠાવી રહ્યા છે તેમની સામે કેસ દાખલ કરવા.
તમને જણાવી દઈએ કે ટીએમસી અને કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે કે જો જસ્ટિસ ગંગોપાધ્યાય રાજકારણમાં આવશે તો તેમના ભૂતકાળના નિર્ણયો પર સવાલો આવશે. ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીએ કહ્યું, ‘અભિજીત ગંગોપાધ્યાયે એક વાત સ્પષ્ટ કહી છે કે મેં ભાજપનો સંપર્ક કર્યો અને ભાજપે તેમનો સંપર્ક કર્યો. તો હવે તમે સમજી ગયા હશો કે જ્યારે તેઓ જજ હતા ત્યારે તેમના દ્વારા લેવામાં આવેલા તમામ નિર્ણયો. લોકો ખૂબ બુદ્ધિશાળી છે, તેઓ બધું જ જાણે છે.
જસ્ટિસ ગંગોપાધ્યાયે જણાવ્યું હતું કે, ટીએમસી અને કોંગ્રેસને કાયદાની કોઈ જાણકારી નથી અને જો તેમને લાગે છે કે કંઈક ખોટું છે, તો તેઓ મારી વિરુદ્ધ કેસ દાખલ કરી શકે છે. જસ્ટિસ ગંગોપાધ્યાયે કહ્યું કે તેઓ પશ્ચિમ બંગાળની વર્તમાન રાજકીય પરિસ્થિતિથી ખુશ નથી અને રાજ્યના લોકો માટે કંઈક કરવા માંગે છે. તેમનું માનવું છે કે ન્યાય તરીકે તેઓ લોકોના કલ્યાણ માટે ઘણું કરી શકતા નથી.