- ઓરેવા જવાબદારીમાં નિષ્ફળ, શંકાનો લાભ મળી શકે તેમ નથી’, વળતર પેટે વિધવાઓને મહિને 12000 આપશે
મોરબી બ્રિજ દુર્ઘટનાના પીડિતોના પુનર્વસનને લઈ સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાંચાલી રહી છે. આ સુનાવણી દરમિયાન ઓરેવાએ બિનશરતી માફી માગી છે. છેલ્લે કોર્ટના હુકમના અનાદર બદલ હાઇકોર્ટે ઓરેવા કંપનીના મેનેજિંગ ડિરેક્ટરો સામે ક્ધટેમ્પ્ટ દાખલ કરવા નોટિસ આપી હતી.ઓરેવા કંપની તરફથી હાઇકોર્ટમાં ક્ધટેમ્પ્ટ દાખલ કરવાની શો કોઝ નોટિસ અને કલેકટર દ્વારા પીડિતોને આપવાના વળતર અંગે એફિડેવિટ કરવામાં આવ્ય છે. મોરબી જિલ્લા કલેકટરે અનાથ બાળકો, વિધવા મહિલાઓ વગેરેને પ્રતિમાસે 12 હજાર આપવા સૂચવ્યું હતું, જ્યારે કંપની માત્ર મહિને 5 હજાર આપવા તૈયાર હતી. કંપનીએ કહ્યું કે તેણે કોર્ટના સૂચન મુજબ પીડિતો માટે ટ્રસ્ટ બનાવવાની કામગીરી શરૂ કરી છે.
કલેકટરે સૂચવ્યા મુજબનું વળતર તેઓ 30 એપ્રિલ સુધીમાં ટ્રસ્ટ રજિસ્ટર્ડ થયે તેના બેંક ખાતામાં અથવા લીગલ એડમાં જમાં કરાવવા તૈયાર છે.કોર્ટે પૂછ્યું આ તો દર મહિને સહાય ચુકવવાની છે, કાયમી વળતર અંગે શું વિચાયું છે? કંપનીની ઈજછ જવાબદારીઓનું શું? આ દુર્ઘટનામાં કંપની દોષિત છે, જે દોષ ક્ષમા યોગ્ય નથી ત્યારે કંપનીએ પીડિતો માટે કંઇક વધારે કરવું પડે, આ સામાન્ય અકસ્માત કે કુદરતી દુર્ઘટના નથી. કંપનીએ જ્યારે બ્રિજનો કોન્ટ્રાક્ટ લીધો ત્યારે શ્રેષ્ઠ કામ કરવાની જરૂર હતી.કંપની તમામ જવાબદારીમાં નિષ્ફળ નીવડી છે. તમને બેનિફિટ ઓફ ડાઉટ મળી શકે તેમ નથી. તમે જાહેર મિલકત સાથે રમત રમી છે, પીડિતોને વધારે રકમ આપવાની તમારી જવાબદારી છે.
મુંબઈ નોકરી યુવતીએ ફ્લેટની માંગણી વિશે શું વિચાર્યું, કોર્ટ
આ દુર્ઘટનામાં એક યુવતી મુંબઈની ખાનગી કંપનીમાં નોકરી કરે છે તેને મુંબઈમાં ફ્લેટ આપવાના કોર્ટના સૂચન વિશે કંપનીએ જણાવ્યું હતું કે કંપની ફ્લેટ કરતા થોડું ઓછું આપશે. જેથી કોર્ટે કહ્યું હતું કે કંપનીના હોદ્દેદારોએ એ . સી ચેમ્બરમાં બેસીને વિચાર્યું છે કે પીડિતોનું શું થતું હશે? જે પીડિતો પાસે પૈસા નથી તેનું શું? આ ઘટનામાં દિવ્યાંગ બની હોય તે પરીવારનું ગુજરાન કેવી રીતે ચલાવી શકશે? બીજાની ઉપર નિર્ભર બનેલા લોકોના જીવન વિશે વિચાર્યું છે? ભારતમાં દિવ્યાંગ સાથે લગ્ન એક ટેબૂ છે. નોર્મલ વ્યક્તિ પોતાને દિવ્યાંગ કરતા ચઢિયાતો ગણે છે.દિવ્યાંગોને દયા દ્રષ્ટિથી જોવામાં આવે છે. તેમને બહાર નીકળવાની જગ્યાએ ઘરે જ રહેવું જોઈએ તેવું લોકો વિચારે છે. કોર્ટ આ યુવતીને જીવનમાં કોઈની જરૂર ના રહે તેવી વ્યવસ્થા કરવા વિચારે છે. યુવતીને જીવનમાં કોઈની જરૂર ના રહે તેવી વ્યવસ્થા કરવા કોર્ટ વિચારે છે.