જમીન સંપાદનની કાર્યવાહીને પડકારતી અરજી માં હકીકત છુપાવયા ના કસુર માં જાહેર ની અરજી કરનાર ત્રણને દંડ

ન્યાય મેળવવો તમામનો અધિકાર છે શેરવાની પરંતુ સાચી હકીકત છુપાવી ને ન્યાયતંત્ર અને ગેરમાર્ગે દોરનારા ઓ દંડ પાત્ર ગણાય ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી માં સત્ય હકીકત છુપાવવા બદલ ત્રણ અરજદારોને ૫૦ હજારનો દંડ ફટકાર્યા નો ચુકાદો આપતા અદાલતોમાં ખોટી હકીકતો આપવાની પેરવી કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે

ગુજરાત હાઇકોર્ટે સોમવારે કચ્છના મુન્દ્રા તાલુકાના છસરા ગામમાં જમીન સંપાદનની કાર્યવાહીને પડકારતી અરજીઓમાં હકીકતોને દબાવવા બદલ ત્રણ જમીન માલિકોમાંથી દરેકને ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જમીન સંપાદનની કાર્યવાહી ૨૦૧૩ માં થઈ હતી અને જમીનના માલિકોએ કાર્યવાહીની કાયદેસરતા તેમજ વળતર નક્કી કરવાને હાઈકોર્ટ સમક્ષ પડકાર્યો હતો. હાઇકોર્ટે રેકોર્ડની તપાસ કરી અને કહ્યું કે વળતર ૨૦૧૩ માં નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ ૨૦૧૪ માં હાઇકોર્ટ દ્વારા સ્ટે ઓર્ડરના કારણે જમીનનો ભૌતિક કબજો લઇ શકાયો નહતો.

દરમિયાન, અધિકારીઓ દ્વારા અરજદારોને વળતર આપવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, જેનો તેઓએ ઇનકાર કર્યો હતો. આ માટે કોર્ટે કહ્યું કે ૨૦૧૩ ના જમીન સંપાદન કાયદાની અરજીના સંદર્ભમાં પણ અરજદારો માટે કોઈકેસ બનતો જ નથી. કોર્ટે અરજીઓ ફગાવી દીધી અને ત્રણેય અરજદારો પર ખોટી અરજીઓ કરવા બદલ દરેકને રૂપિયા પચાસ હજાર નો દંડ ભરવાનો હુકમ કર્યો હતો .

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.