આગળ જતાં વાહનની બ્રેકથી અકસ્માત સર્જાય તો બંને વાહનચાલકો સરખા જવાબદાર
રાજ્યભરમાં માર્ગ અકસ્માતના કિસ્સામાં અનેક વાર સામે આવે છે. તેમાં પણ સ્પીડમાં આગળ જતાં વાહનનો ચાલક એકદમ બ્રેક મારી દે તો પાછળનું વાહન તેને ટકરાઈ જાય છે. આગળ જનાર વાહનની બ્રેકને પગલે સંખ્યાબંધ અકસ્માત નિવડતા હોય છે. ત્યારે તેમાં જવાબદારી કોને તે મોટો સવાલ બનતો હોય છે. ત્યારે 2002માં ચાણસ્મા મહેસાણા હાઈવે પર બનેલા અકસ્માતના એક બનાવમાં ગુજરાત હાઈકોર્ટે બંને વાહનચાલકોની જવાબદારી સરખી ગણાવી હતી.
ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો. તેમાં જણાવ્યું હતું કે, આગળના વાહનનો ડ્રાઈવર અચાનક બ્રેક મારે અને પાછળનું વાહન તેને અથડાય તો બંને વાહનને એકસરખી રીતે જવાબદાર ગણવામાં આવશે.
મહેસાણા-ચાણસ્મા હાઈવે પર જૂન 2002 થયેલા અકસ્માતનો એક કેસ ગુજરાત હાઈકોર્ટમાં આવ્યો હતો. હાઈકોર્ટે તેને અનુલક્ષીને જણાવ્યું કે જે ડ્રાઈવરે અચાનક બ્રેક મારી તેને સો ટકા જવાબદાર ગણી શકાય નહીં. 2002ના અકસ્માતમાં એક ટ્રેલર અચાનક ઊભું રહી જતાં અને તેની પાછળ પૂરપાટ આવતી ટ્રક તેમાં ઘુસી ગઈ હતી.
ટ્રેલરના માલિક અને ઈન્શ્યોરરે MACTના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. પોતાનો પક્ષ રજૂ કરી તેણે જણાવ્યું હતું કે, ટ્રકના ડ્રાઈવરે અકસ્માત ટાળવા માટે ટ્રેલરથી સુરક્ષિત અંતર રાખ્યું ન હતું. રોડ રેગ્યુલેશનના નિયમમો ટાંકીનો જણાવ્યું કે ડ્રાઈવરે આગળના વાહનથી પૂરતુ અંતર રાખવું જોઈએ.