પોર્નોગ્રાફી જેવી ગેરયોગ્ય સામગ્રી ટીક-ટોક એપ્લીકેશન ઉપર દર્શાવાતા મદ્રાસ હાઇકોર્ટ હરકતમાં

મોબાઇલ એપ્લીકેશન ટીક ટોક ખુબ જ ઓછા સમયમાં લોકપ્રિય બની, પરંતુ તેને લીધે યુવાનો તો ઠીક, મોટી ઉમ્રના લોકો પણ આ પ્રકારના વિડીયો બનાવતા નજરે પડે છે. જયાં સુધી સારા વિડીયો લોકો બનાવે ત્યાં સુધી ઠીક પરંતુ ટીક-ટોક સ્ટાર બનવાની હોડમાં આ એપ્લીકેશન ઉપર એલફેલ ક્ધટેન્ટ ચડાવવામાં આવી રહ્યું છે. જેને લઇ મદ્રાસને હાઇકોર્ટે બુધવારે કેન્દ્ર સરકારને આ એપ્લીકેશનના ડાઉન લોડ ઉપર જ પ્રતિબંધ મુકવા ઘ્યાન ખેચ્યું હતુ.

મદ્રાસ હાઇકોર્ટે નોઘ્યું કે ટીક-ટોક જેવી મોબાઇલ એપ્લીકેશનનો દ્વારા ગેરયોગ્ય પોર્નોગ્રાફી જેવી વસ્તુઓ પણ સામે આવી રહી છે. અને આ પ્રકારના ક્ધટેન્ટ જોઇને લોકો ઉપર તેની ગેરઅસરો થતી હોય છે અને આજે તો બાળકો પણ આ પ્રકારની વિડીયો મેકીગ એપ્લીકેશનનો ઉપર વિડીયો બનાવતા હોય છે એવામાં બાળકોની સુરક્ષાનું શું? માટે મદ્રાસ હાઇકોર્ટે મીડીયાને આ પ્રકારના વિડીયો ટેલીકાસ્ટ નહી કરવાનો આદેશ આપ્યો છે. ન્યાયમૂતિ એન. કિરુબકરન અને એસ.એસ. સુંદરે પણ મીડીયા દ્વારા પ્રસારીત થતા વિડીયો પર પ્રતિબંધ મુકવા અંગે મુદ્દો છેડયો હતો.

કોર્ટે કહ્યું હતું કે અમેરિકા દ્વારા બનાવાયેલ ચિલ્ડ્રરન ઓનલાઇન પ્રાઇવસી પ્રોટેકશન એકટનું પાલન ભારતમાં કેવી રીતે શકય બનશે. કેટલીક વખત બાળકો સાયબર ક્રાઇમનો ભોગ બનતા હોય તો તેને રોકવા માટેના આ કાયદાની કમલવારી કરવી ખુબ જ જરુરી અરજદારે કરેલી અપીલ મુજબ તેણે નોઘ્યું કે આ પ્રકારની વિડીયો એપ ઉપર દર્શાવાતુ ક્ધટેન્ટ સમાજ અને સંસ્કૃતિને બગાડી રહ્યું છે.

યુવાનો તો ઠીક  બાળકો અને અન્ય લોકો પણ ધેલાતુર બની રહ્યા છે. ત્યારે આ એપ દુષણ સમાન છે. જેની અરજી બાદ કોર્ટની કાર્યવાહી કરવામાં આવી ફેબ્રુઆરીમાં તમિલનાડુ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મિનિસ્ટર એક મનીક્રંદને કહ્યું હતું કે રાજયએ આ એપ્લીકેશન ઉપર સંપૂર્ણ પણે પ્રતિબંધ મુકવા અંગે કેન્દ્રને લેખીક અરજી કરવી જોઇએ. આ પ્રકારની એપ્લીકેશનોને કારણ સામાજીક તેમજ સાંસ્કૃતિક દુષજ્ઞો સ્થાન મેળવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.