કર્મચારીને બરતરફ કરવાના હુકમને પડકારવાના લાંબા કાનુની જંગમાં ખાતાકીય તપાસની પરવાનગી રદ
શહેર પૂર્વ પોલીસ કર્મચારી મહમદહનીફ અબ્દુલ સીંધીને નાયબ પોલીસ કમિશ્નર ટી.એસ. બીસ્ટ દ્વારા ખાતાકીય તપાસ કર્યા વગર નોકરીમાંથી બરતરફ કરવામાં આવેલા હતા.
પોલીસ કર્મચારીને અબતરફનો હુકમ ગેરકાદેસર હોય જેથી સીવીલ અદાલતમાં દાવો કરેલો જે દાવો મંજુર કરવામાં આવેલો અને પોલીસ ખાતાને એવો હુકમ ફરમાવેલો છે કે આ કર્મચારી સામે ખાતાકીય તપાસ કરવા માંગતા હોય તો ત્રણ માસની અંદર તપાસ કરવી.
સરકારે નીચેની અદાલતના હુકમ સામે ડીસ્ટ્રીકટ કોર્ટમાં ફર્સ્ટ અપીલ કરેલી જે સને ૨૦૦૭ અપીલ રદ કરીને નીચેની અદાલતનો હુકમ કાયમ રાખવામાં આવેલો હતો.
સરકારે સેક્ધડ અપીલ નામ. ગુજરાત હાઇકોર્ટમાં કરેલ જે સેકન્ડ અપીલ જાન્યુઆરી-૨૦૧૯ માં રદ કરવામાં આવેલ.
સરકારે અદાલતના ત્રણે હુકમોનું પાલન કરેલ નહી જેથી દરખાસ્તની કાર્યવાહી કરીને તેઓનો ચડત પગાર તથા અન્ય લાભો વસુલ કરવા માટે કાર્યવાહી કરેલી જેમાં સીવીલ અદાલતે કર્મચારીનો ચડત પગાર તથા લાભો પોલીસ કમિશનર કચેરીની જંગમ મીલ્કતો દ્વરા વસુલ કરવા માટે જંગમ વોરંટ કાઢી આપવામાં આવેલું.
સરકારે હાઇકોર્ટમાં ખાતાકીય તપાસ કરવા માટેની પરવાનગી અરજી તથા જંગમ વોરંટ મોકુફ રાખવા માટેની કાર્યવાહી કરેલી જે બન્ને પક્ષકારોને સાંભળીને સરકારની માંગણી નામંજુર કરવામાં આવેલી છે. નિવૃતિ ની વય થઇ ગયેલ હોય જેથી ખાતાકીય તપાસની પરવાનગી આપી શકાય નહી તેમજ નીચેની અદાલતે ખાતાકીય તપાસની પરવાનગી આપેલી જે સંબંધે કોઇ કાર્યવાહી કરેલી ન હોય જેથી આ પ્રકારની માંગણી જયારે અપીલના તબકકે માંગેલી ન હોય ત્યારે ખાતાકીય તપાસની પરવાનગી આપી શકાય નહીં જેથી હાઇકોર્ટ ન્યાયમૂતિ બી.કે. કારીયાએ જંગલ વોરંટ મોકુફ રાખવાથી માંગણી નામંજુર કરેલી તેમજ ખાતાકીય તપાસ કરવા માટેની પરવાનગી પણ રદ કરવામાં આવેલી છે.
પોલીસ કર્મચારી તરફે એડવોકેટ તરીકે લલીતસિંહ શાહી, ભુવનેશ એલ.શાહી, કૃણાલ એલ.શાહી, ચંદ્રકાંત એમ. દક્ષીણી, યોગેશ બારોટ,તેજસ પટેલ, સુરેશ ફળદુ, હિતેષ ગોહેલ, મનીષ ગુરુંગ નિશાંત જોષી રોકાયેલા હતા.