સંશોધકો દ્વારા સંશોધનમાં આલગોરીધમની મહત્વપૂર્ણ ભૂમિકાને લેવાઈ ધ્યાને
સંશોધકો દ્વારા ખાસ કરી બ્રહ્માંડમાં છુપાયેલા રહસ્યોના તાગ મેળવવા માટે અનેકવિધ ઉપાયો હા ધરવામાં આવે છે. ત્યારે બ્રહ્માંડમાં એવા અનેક રહસ્યો દટાયેલા છે કે જેનો તાગ હજુ સુધી સંશોધકો કે વૈજ્ઞાનિકોને મળ્યો નથી. ત્યારે ન્યુયોર્ક યુનિવર્સિટીના નેશનલ એકેડેમીક ઓફ સાન્યસ દ્વારા એ વાતની પુષ્ટી કરવામાં આવી છે કે, બ્રહ્માંડમાં જે રહસ્યો છે તે આલગોરીધમની મદદથી તે શકય બનશે અને તેનો તાગ પણ મેળવી શકાશે. આલગોરીધમ વિશે વાત કરવામાં આવે તો આલગોરીધમ એક આંકડાશાનો ભાગ છે જેના આધારે અનેકવિધ ગુઢ રહસ્યો પર પડેલો પરદાને હટાવી શકાશે. આલગોરીધમ મારફતે અનેકવિધ વૈજ્ઞાનિક પધ્ધતિ સંશોધક અને વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવશે જેનાથી સેલ બાયોલોજી, ફિઝીકસ સહિતની ચીજવસ્તુઓ અને કોસ્મોલોજીને લઈ અનેકવિધ મહત્વપૂર્ણ સંશોધન પણ કરાશે. આ સંશોધન કરવાની સાથો સાથ બ્રહ્માંડમાં જે છુપાયેલા રહસ્યો છે તેને પણ ઉકેલવામાં મદદ રૂપ થશે. આલગોરીધમ વિશે વાત કરવામાં આવે તો સંશોધકો દ્વારા અનેકવિધ પ્રોબેબ્લીટી રાખવામાં આવે છે જેનાથી સંશોધકોને સંશોધન કરવામાં પણ ખૂબજ મદદ મળે છે. કોસ્મોલોજીમાં આલગોરીધમ મશીન લર્નીંગ અને આંકડાકીય માહિતી અને સંશોધન માટે તે ખૂબજ મદદરૂપ મુદ્દો સાબીત થશે. જેના આધાર પર અનેક આગાહી પણ થઈ શકશે. આલગોરીધમની મદદથી યુરોપીયન સ્પેશ એજન્સીના ડેટાનો પણ સંશોધકો ઉપયોગ કરી રહ્યાં છે અને જેમાં તેને ખૂબજ સારી સફળતા પણ પ્રાપ્ત થઈ રહી છે. ત્યારે એ વાત સાચી છે કે જે બ્રહ્માંડમાં છુપાયેલા જે રહસ્યો છે તેનો તાગ અનેકવિધ રૂપી સંશોધકો અને વૈજ્ઞાનિકો મેળવી નથી શકયા અને તે હવે આલગોરીધમની મદદથી મળી શકશે.