રસ્તો ભુલી જતા હેલિકોપ્ટર ૪૦ મિનિટ મોડુ પહોચ્યું
મઘ્યપ્રદેશના નરસિંહપુર જીલ્લાના ચિંદવારાથી જોટેશ્ર્વર જતુ કોંગી દિગ્ગજનું હેલિકોપ્ટર રસ્તો ભુલી જતાં ૪૦ મીનીટ મોડું પહોચ્યું હતુેઁ હેલીકોપ્ટર જોટેશ્ર્વરમાં સાડા દસ વાગ્યે લેન્ડીંગ થવાનું હતું પણ રસ્તો ભુલી જતા પાયલોટે કરેલી નજીકના કોડસા ગામના હેલીકોપ્ટર લેન્ડ કર્યુ હતું. અંતે સાડાદશને બદલે હેલીકોપ્ટર ૧૧.૧૦ વાગ્યે સ્થળે પહોચ્યું હતું. હેલીકોપ્ટરમાં કલમનાથની સાથે પૂર્વ યુનિયન મીનીસ્ટર સુરેશ પચૌરી પણ સવાર હતા. તેઓ શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીના આશિર્વાદ લેવા માટે જોટેશ્ર્વર જઇ રહ્યા હતા. તેમને પહોચવાનો સમય સાડાદસ વાગ્યાનો હતો. પરંતુ પાયલોટ દિશા ભૂલી જતા લેન્ડીંગમાં વિલંબ લાગ્યો હતો.
નરસિંહપુરના એસીપી ઓફીસરે જણાવ્યું હતું કે અંતે હેલીકોપ્ટર ૧૧ ને દસ મીનીટે પહોંચી ગયું હતું. એક સાક્ષીએ જણાવ્યું હતું કે નાથનું હેલીકોપ્ટર કોડસા ગામના ખેતરમાં લેન્ડ થયું હતુ. ત્યારબાદ તેમને ખ્યાલ આવ્યો કે આ ખોટા સ્થળે લેન્ડીંગ થયું છે. બાદમાં તેઓ જોટેશ્ર્વર તરફ ચાલ્યા ગયા.
આ પૂર્વ પણ બે વરીષ્ઠ કોંગી નેતાઓ શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીના દર્શનાર્થે આવ્યા હતા જે ત્રીપુર સુંદરી મંદીર તરીકે પ્રખ્યાત છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com