આજે દેશમાં ડીજીટલ યુગ તરફ વળી રહ્યો છે. ટેકનોલોજી ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે પરંતુ ઘણી એવા સ્થળો આજે પણ છે જ્યાં અંધશ્રદ્ધાની આગમાં અનેક માસુમોને હોમી દેવામાં આવે છે. હોળીના દિવસે જ રાજકોટમાં અંધશ્રદ્ધામાં ૨ માંસુમનો ભોગ લેવાયો હતો ત્યારે ગુજરાતમાં વધુ એક અંધ શ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં સગીરાઓને યજ્ઞમાં બોલાવી આગ પર ચાલવા કરી મજબૂર કરતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે પોલીસને જાણ થતા ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના કેશોદના પાડોદર ગામની છે. જ્યાં સગીરાને ધાર્મિક કાર્યક્રમ માટે અગાઉથી માતાના ઘરેથી તેડી આવવામાં આવી હતી. માંડવામાં લઈ ગયા બાદ વળગાળ હોવાનું કહી ભોગબનનાર સગીરાના વાળ ખેંચી, માર મારી અને હાથ પકડી હાથમાં દેતવા(અગ્ની) લેવડાવી અગ્નિ કુંડમાં પગ મુકવા મજબુર કરી હતી. ફરીયાદીએ વિરોધ કરતા તેને માર મારીને હાથમાં અને પગના તળિયામાં ડામ આપવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે ત્યારે આ મામલે સગીરાને જુનાગઢ હોસ્પિટલ ખસેડવામાં આવી છે અને માતાએ સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભોગ બનનાર સગીરાની માતા દમયંતીબેન ગજેરાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું મારા લગ્ન કેશોદના અજાબ ગામ તા-કેશોદ ખાતે રહેતા જયેશ અઘેરાની સાથે આજથી ૨૧ વર્ષ અગાઉ થયા હતા. તેઓ તેમની માતા તથા મારા ભાઇ ધિરુભાઇની સાથે મારે દિકરીઓ સાથે રહું છુ. અને ઘરકામ કરે છે. અસ્થમાની બિમારી હોવાથી પતિ જયેશભાઈ ગજેરાએ છુટા છેડા આપેલા હતા ત્યારે ૨૮ અને ૨૯ માર્ચના રોજ મોટી ઘસારી ગામે કાદાવાળી ખોડીયાર માતાજીના મંદિરે મારા સાસરી પક્ષના લોકોએ ધાર્મિક કાર્યક્રમ રાખ્યો હતો. સગીરાના પિતા ૨૫ માર્ચના રોજ જુનાગઢ આવીને દિકરીને તેની સાથે પાડોદર તેડી ગયા હતા.
ખોડીયાર માતાજીના મંદિરે રાત્રીના ડાકલા રાખેલ હતા અને બાદ બીજે દિવસે ત્યાં માતાજીના મંદીરે યજ્ઞ હતો. અને આ યજ્ઞમા સગીરા ધુણતી હતી. દરમ્યાન ગઈ કાલે બપોરના સાડા ત્રણ વાગ્યાના સમયે ત્યાં હાજર મારી કૌટુંબીક નંણદ અને જેઠના દિકરા જયેશ તથા રાહુલે મારી દિકરી પાસે આવી કહેવા લાગ્યા કે તને વળગાટ છે, તેમ કહી નણંદ સાધનાના વાળ ખેંચવા લાગ્યા તથા જયેશ અને રાહુલ બન્ને સાધનાને માર માર્યો હતો .
કૌટુંબિક નણંદ અને જેઠના દીકરાએ સગીરાના હાથ આગમાં હોમાંવ્યા
કૌટુંબિક નણંદ તથા રાહુલે કહ્યું કે તેને સાચે જ માતાજી આવતા હોય તો દેવતા (અગ્નિ) ઉપાડી લે તેમ કહી સાધનાના હાથ પકડી આ બન્ને જણાએ અગ્ની કુંડમા હાથ નાખ્યા અને બાદ પગ અગ્નિ કુંડમા મુકાવ્યા હતા. આ બાબતનો વિરોધ કરતા ત્યાં હાજર પોપટભાઇ ગજેરા તથા બાબુભાઇ ગજેરાએ, ગોવિંદભાઇ ગજેરાએ મને કહેવા લાગેલ કે તારી દિકરી ઢોંગ તેમ કહી આ ત્રણેય જણા માર મારવા લાગ્યા હતા. સગીરાના બન્ને પગના તળીયા મા તથા ડાબા હાથના પંજાના ભાગે દાઝી ગયેલ હોવાથી તેણીને મારી જુનાગઢ સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી ત્યારે આ મામલે ભોગ બનનાર સગીરાની માતાએ પિતા સહીત ૬ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.