- ભારતીય અને યુરેસિયા પ્લેટો વચ્ચે સતત વધતા દબાણને લઈને હિમાલયન પર્વતમાળા સતત પૃથ્વીની સપાટી પર ઊંચી આવી રહી છે જેના કારણે એવરેસ્ટની ઊંચાઈમાં સતત વધારો
વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ દર વર્ષે વધુને વધુ ઊંચું થઈ રહ્યું છે ,તિબેટ મા તેનું નામ ચોમો લુંગમાં અને નેપાલી લોકો તેને સાગર માથા તરીકે ઓળખે છે માઉન્ટ એવરેસ્ટ દર વર્ષે બે મીમી જેટલું વધી રહ્યું છે .માઉન્ટ એવરેસ્ટ ની ઊંચાઈ કેવી રીતે અને શા માટે વધી રહી છે ?તે જાણવું પણ એવરેસ્ટ સર કરવા જેવી રોમાંચકતાથી જરા પણ ઓછું નથી..
માઉન્ટ એવરેસ્ટ ની ઉંમર પૃથ્વીના અન્ય પર્વત કરતા ઘણી ઓછી છે એટલે કે માઉન્ટ એવરેસ્ટ ને યુવાન પર્વત ગણી શકાય આપણે ગુજરાતીઓ જૂનાગઢના ગિરનારને સારી રીતે ઓળખીએ છીએ ગિરનારને હિમાલયના પરદાદા કહેવામાં આવે છે .કારણ કે ગિરનારની ઉત્પત્તિ પછી સદીઓ પછી માઉન્ટ એવરેસ્ટની ઉત્પત્તિ થઈ છે પૃથ્વીની સંરચના માં અલગ અલગ પ્લેટમાં પૃથ્વી વેચાયેલી છે અને આવી એક પ્લેટ ભારતમાં છે અને બીજી યુરેસિયન પ્લેટ ગણવામાં આવે છે
ઉત્તર તરફથી યુરેશિયન પ્લેટ અને દક્ષિણમાંથી ભારતીય પ્લેટ પૃથ્વીની નીચે એકબીજા સાથે અથડાય છે. જેના કારણે જેમ લોટ બાંધતી વખતે વચ્ચેથી દબાણ આવે તે બહાર આવે છે, તે જ રીતે બંને વચ્ચેના દબાણને કારણે પહાડ પણ પૃથ્વીમાંથી બહાર આવી રહ્યોછે. તેને ફોલ્ડ પહાડ કહેવામાં આવે છે કારણ કે તેમાં સાડીના ગડી જેવા ફોલ્ડ હોય છે.
*માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલી છે?
અગાઉ માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 8848 મીટર હતી. પરંતુ 2020 માં, નેપાળ અને ચીને તેની નવી ઊંચાઈ જાહેર કરવામાં આવી જે મુજબ હિમાલય નદી માઉન્ટ એવરેસ્ટની સતત વધતી જતી ઊંચાઈ માટે કારણભૂત માનવામાં આવે છે અત્યારે માઉન્ટ એવરેસ્ટ ની ઊંચાઈ 8848.86 મીટર છે. એટલે કે તેની ઊંચાઈમાં .86 મીટરનો વધારો થયો છે. જો કે તેની ઊંચાઈ વધુ વધશે તે નિશ્ચિત છે. દર વર્ષે માઉન્ટ એવરેસ્ટ માં સતત પણે બે મીમીનો વધારો થાય છે માઉન્ટ એવરેસ્ટ ની રચના 45 મિલિયન વર્ષ એટલે કે 4:30 કરોડ વર્ષ પહેલાં નિર્માણ થવાની શરૂઆત થઈ હતી ભારત અને યુરેસિયન પ્લેટો વચ્ચે ના ઘર્ષણથી હિમાલયન પર્વતમાળા નું સર્જન થયું હતું અને અત્યારે પણ સતત પણે બંને પ્લેટો વચ્ચે દબાણ વધતું જાય છે અને માઉન્ટ એવરેસ્ટ નું કદ વધતું જાય છે હિમાલયન પર્વતમાળામાં ખડક અને પ્રવાહી લાવારસ ની સાથે સાથે પુષ્કળ પ્રમાણમાં ગેસ ની સક્રિય જ્વાળામુખી સક્રિય છે અત્યારે સુધીમાં એવરેસ્ટ વધુ 165 ફૂટ ની ઊંચાઈ પ્રાપ્ત કરી રહ્યું છે વિશ્વનો સૌથી ઊંચા પર્વતમાળાની ઊંચાઈ હજુ પણ વધતી રહેશે હિમાલય પર્વતમાળા ખડક અને તેની અંદરની રચના હંમેશા આશ્ચર્યજનક રહી છે પૃથ્વી જાણે કે શ્વાસ લેતી હોય તેવી રચના સાથે હિમાલય પરનું એવરેસ્ટ શિખર દર વર્ષે બે એમએમ જેટલું વધતું જાય છે