વહેલી સવારે વાદળછાયા વાતવરણ વચ્ચે ઠંડીનો અનુભવ: માસના અંતે પારો 40 ડિગ્રી વટાવશે
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં બેવડી ૠતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે અને મોડી રાતે ઠંડી જ્યારે બપોરે ગરમીનો અનુભવ થાય છે. ત્યારે આજે વહેલી સવારે રાજકોટમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનો અહેસાસ થયો હતો.જો કે સવારે 9 વાગ્યા બાદ ફરી તડકો પડતા ગરમી લોકોએ સહન કરવી પડી હતી.
હવામાન વિભાગની આગાહી મુજબ હજુ આગામી 5 દિવસ સુધી બેવડી ઋતુનો અનુભવ થશે જો કે 15 માર્ચ બાદ તાપમાનનો પારો ઉચકાશે અને ગરમી વધશે જ્યારે માસના અંતથી તાપમાનનો પારો 40 ઉપર પહોંચે તેવી શકયતા સેવાઇ રહી છે.
દેશભરમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ઉનાળાની શરૂઆત માર્ચ મહિનામાં શરૂ થાય છે અને જૂન મહિનામાં પૂર્ણ થાય છે. સૌથી વધુ ગરમી અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, રાજકોટ, ભૂજ, ઈડર જેવા શહેરોમાં જોવા મળે છે. વહેલી સવારથી સૂરજદાદાનો તાપ અગનવર્ષાઓ ફેલાવે છે. અને બપોર બાદ ધોમધખતી ગરમી પડે છે. ત્યારે હવે વધુ તાપમાનથી બચવા લોકોઆ આ સીઝનમાં લીંબુ, દ્રાક્ષ અને તરબૂચ જેવા ફળફળાદી અને ઠંડાપીણાઓનો મારો ચલાવશે. જે ગરમીથી લાગતી લૂ થી રાહત અપાવશે. અત્યાર સુધી લોકો કોરોનાથી હેરાન પરેશાન હતા.
ઉલ્લેખનીય છે કે માર્ચની શરૂઆતની સાથે જ અમદાવાદ સહિતના શહેરમાં ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. જોકે, હાલમાં સવારના સમયે શિયાળા જેવી ગુલાબી ઠંડી અને બપોરના સમયે ગરમી એમ બવેડી ઋતુની અહેસાસ થઈ રહ્યો છે. આ વખતે ચોમાસામાં સામાન્ય કરતા વધારે વરસાદ પડ્યો હતો. અનેક વિસ્તારોમાં તો અતિ વૃષ્ટિ જેવી હાલત હતી. હવે હવામાન વિભાગે ઉનાળાને લઈને આ વખતે વધારે ગરમી પડવાનું પૂર્વાનુમાન કર્યું છે ત્યારે લોકોએ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું રહેવું પડશે. શહેરમાં બપોરે લોકો ગરમી થી બચવા માટે શેરડીનો રસ, ઠંડા પીણાં પીવાનો સહારો લઇ રહ્યા છે જો કે હજુ તો ઉનાળો પૂરેપૂરો જામ્યો નથી તો પણ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે.