રાત્રીનું સરેરાશ તાપમાન 20.4 ડિગ્રી સેલ્શિયંસથી વધીને 39.7 ડીગ્રી થઈ જવાનું લેન્સેટ સ્ટડીનું અનુમાન

વિશ્વભરમાં જે રીતે ખૂબ ઝડપથી આબોહવા પરિવર્તનની અસરો અનુભવાઇ રહી છે તેની વચ્ચે એક અભ્યાસમાં એવું જાણવા મળી રહ્યું છે કે, વર્ષ 2090 સુધીમાં પૃથ્વી ’અગનગોળો’ બની જશે જેના લીધે જીવશ્રુષ્ટી તહસ-નહસ થઈ જાય તેવી દહેશત ઉભી થઇ છે.  યુએસની યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિનાના સંશોધકોના જણાવ્યા અનુસાર વર્ષ 2090 સુધીમાં પૂર્વ એશિયાના દેશોના 28 શહેરોમાં રાત્રિનું સરેરાશ તાપમાન 20.4 ડીગ્રી સેલ્સિયસથી વધીને 39.7 ડિગ્રી સેલ્સિયસ થઈ જશે.

ઝડપથી વધી રહેલી ગરમીને કારણે આ સદીના અંત સુધીમાં છ ગણા વધુ મૃત્યુ થશે. રાત્રિ દરમિયાન ઉંચુ તાપમાન લોકોની ઊંઘ અને શારીરિક કાર્યોમાં પણ ખલેલ પહોંચાડશે. ઓછી ઊંઘ માત્ર રોગપ્રતિકારક શક્તિને નુકસાન પહોંચાડે છે એટલું જ નહીં, પરંતુ તે લોકોને હૃદય રોગ, ગંભીર અનિદ્રા, બળતરા અને માનસિક બીમારીઓનું જોખમ પણ વધારશે.  લેન્સેટ પ્લેનેટરી હેલ્થ જર્નલમાં પ્રકાશિત થયેલા લેટેસ્ટ રિસર્ચમાં ભવિષ્યમાં ક્લાઈમેટ ચેન્જના કારણે આડ અસરો સંબંધિત આ માહિતી સામે આવી છે.

સંશોધકોએ ચીન, દક્ષિણ કોરિયા અને જાપાનના 28 શહેરોમાં 1980 થી 2015 દરમિયાન વધેલી ગરમીથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યાના આધારે ભાવિ મૃત્યુનો આ અંદાજ કાઢ્યો હતો. યુ.એસ.માં યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિનાના સંશોધકોના જણાવ્યા અનુસાર, વર્ષ 290 સુધીમાં પૂર્વ એશિયાના દેશોના 28 શહેરોમાં રાત્રિનું સરેરાશ તાપમાન 20.4 ડિગ્રી સેલ્સિયસથી વધીને 39.7 ડિગ્રી સેલ્સિયસ થઈ જશે.

સંશોધનના સહ-લેખક યુકિયાંગ ઝાંગના જણાવ્યા અનુસાર, બદલાતા વાતાવરણમાં રાત્રિના તાપમાનમાં વધારાને અત્યાર સુધી અવગણવામાં આવતું હતું, પરંતુ સંશોધનમાં જાણવા મળ્યું છે કે આ સદીના છેલ્લા દાયકામાં, વર્તમાન ફેરફારની તુલનામાં સરેરાશ તાપમાનમાં ફેરફાર 60 ટકા છે.

પાછલા વર્ષોના ડેટા અને કાર્બન ઉત્સર્જનને રોકવા માટે આ દેશોની સરકારો દ્વારા લેવામાં આવેલા પગલાંના આધારે, આબોહવા પરિવર્તનના મોડલ અને સંભવિત દૃશ્યો આપવામાં આવ્યા છે, જેમાં 2016 થી 2100 દરમિયાન ગરમીના કારણે છ ગણા મૃત્યુનો સમાવેશ થાય છે.

સંશોધકોનું કહેવું છે કે ભવિષ્યમાં ગરમીની ખરાબ અસરોથી બચવા માટે ક્લાઈમેટ ચેન્જ નિવારણની વ્યૂહરચના અને મજબૂત વૈશ્વિક ભાગીદારી જ એકમાત્ર વિકલ્પ છે.

સદીના અંત સુધીમાં મૃત્યુદરમાં 6 ગણો ઉછાળો નોંધાશે !!

ઝડપથી વધી રહેલી ગરમીને કારણે આ સદીના અંત સુધીમાં છ ગણા વધુ મૃત્યુ થશે. રાત્રિ દરમિયાન ઉંચુ તાપમાન લોકોની ઊંઘ અને શારીરિક કાર્યોમાં પણ ખલેલ પહોંચાડશે. ઓછી ઊંઘ માત્ર રોગપ્રતિકારક શક્તિને નુકસાન પહોંચાડે છે એટલું જ નહીં, પરંતુ તે લોકોને હૃદય રોગ, ગંભીર અનિદ્રા, બળતરા અને માનસિક બીમારીઓનું જોખમ પણ વધારશે.  લેન્સેટ પ્લેનેટરી હેલ્થ જર્નલમાં પ્રકાશિત થયેલા લેટેસ્ટ રિસર્ચમાં ભવિષ્યમાં ક્લાઈમેટ ચેન્જના કારણે આડ અસરો સંબંધિત આ માહિતી સામે આવી છે.

ન હોય… 58% ચેપી રોગો પાછળ આબોહવા પરિવર્તન જવાબદાર !!

એક અભ્યાસ અનુસાર પૂર, ગરમીની લહેર અને દુષ્કાળ જેવા આબોહવા સંકટોએ લોકોમાં મેલેરિયા, હંટાવાયરસ, કોલેરા અને એન્થ્રેક્સ સહિતના સેંકડો જાણીતા ચેપી રોગો આગામી દશકાઓમાં ભરડો લેશે. સંશોધકોએ બિમારીઓના પ્રસ્થાપિત કેસોના તબીબી સાહિત્યના આધારે જણાવ્યું છે કે 375 માનવ ચેપી રોગોમાંથી 218 એટલે કે 58% આબોહવા પરિવર્તન સાથે સંકળાયેલા 10 પ્રકારના આત્યંતિક હવામાનમાંથી એકના કારણે વધુ ચેપી થયા હોવાનું જણાય છે. આ અભ્યાસ સોમવારના જર્નલ નેચર ક્લાઈમેટ ચેન્જમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.