સોરઠ ધરા જગ જુની અને ગઢ જુનો ગિરનાર…. એવા જૂનાગઢનો વર્ષો જૂનો ઇતિહાસ અને જૂની ઐતિહાસિક ઇમારતો વચ્ચે એવો જ ઐતિહાસિક મહત્વ ધરાવતો જૂનાગઢના હાર્દસમાં કાળવા ચોક અને તેનો પુરાણો પુલ એટલે, અંગ્રેેેજો વખતનો ફરગ્યુશન પુલ અને હાલનો સરદાર પુલ (કાળવા પુલ).જૂનાગઢનો કાળવા ફર્ગ્યુશન પુલ અંગ્રેજ જમાનામાં એક અંગ્રેજ ઓફિસરના નામે એ સમયમાં જાણીતો હતો. અદભુત રીતે બાંધકામ થયેલ ફરગ્યુશન પુલની બન્ને સાઇડમાં એ સમયમાં બાકડાઓ હતા. અને લોકો આ બકડાનો સારી રીતે ઉપયોગ કરતા હતા,, ત્યારના સમયમાં જૂનાગઢમાં લક્ષ્મી વિજય સ્ટુડીયો હતો, અને આ સ્ટુડિયો વાળા કરશનભાઇ નાંઢાએ તે વખતે ફરગ્યુશન પુલનો ફોટા પાડ્યા હતા, જે ખૂબ જ નયન રમ્ય અને એ વખતના ફરગ્યુશન પુલનો ભવ્ય વૈભવ દર્શાવી રહ્યા છે, તે અત્રે પ્રસ્તુત છે. ત્યારબાદ જૂનાગઢની વસ્તી વધતા આ ઐતિહાસિક પુલનો જીર્ણોધાર કરી નવો પુલ આશરે ૧૯૬૦ માં બનાવવામાં આવેલ હતો. અને તા. ૨૨-૬-૧૯૮૩ માં વાવાઝોડા વખતે આ પુલને અડીને પાણી વહેતું હતું અને એ વખતે શાપુર, વંથલીમાં હોનારત થયેલ ત્યારની અને બાદમાં તા.૨૫-૭-૨૦૧૩ માં ફરી પુર આવતા તે સમયની પુલની તસ્વીર તે સમયે પ્રકાશ નાંઢાએ લીધેલી તે પણ જોવાલાયક છે, જે અમારા અબ તક ના વાચકો માટે પ્રસિધ્ધ કરી રહ્યા છીએ.
Trending
- સાડી ઉદ્યોગનું પ્રદુષિત પાણી દરિયામાં છોડવાની યોજના સામે પોરબંદરવાસીઓનો વિરોધ
- સુરત-બેંગકોકની ફ્લાઇટ એટલે સુરતી ‘બેવડાઓ’ માટે મોજે દરીયા
- એક કરોડના કેટામાઈન ડ્રગ્સ સાથે દિલ્લી અને બેંગ્લોરથી ચાર શખ્સોની ધરપકડ
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 સહિત રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે
- રાજકોટમાં ડુંગળી ભરેલા વાહનોની 8 કી.મી. લાંબી લાઇન
- બોલીવુડની “ઝાકમઝોળ” ઝાંખી પડી રહી છે!!!
- અમદાવાદ : તાવના કેસમાં 43 ટકાનો વધારો
- બાયપાસ ચાર્જિંગ શું છે જાણો અહિ…