ગીરસોમનાથના ગીરગઢડા તાલુકાના જરગલી ગામની આંગણવાડીમાં નાના ભૂલકાઓને અપાતા ભોજનમાંથી ઇયળ અને ધનેડા ઇયળ અને ધનેડા જોવા મળતા વાલીઓ રોષે ભરાયા. આ આંગણવાડીમાં મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ માટે આવતા હોય છે. અને તમામ બાળકોને સવાર અને બપોર એમ અલગ અલગ સમયે કેન્દ્ર ખાતે નાસ્તો અને ભોજન કરાવવામાં આવે છે.
ત્યારે ગામમાં રહેતા બાળકના ભાગના ડબ્બામાં દાળ ઢોકરી પીરસવામાં આવી હતી. જે અને તે બાળક પોતાના ઘરે લઇ ગયેલ હોય ત્યાં તેમના વાલીએ ડબ્બો ખોલતાજ ડાળઢોકરીના ભોજનમાં ઇયળ, ધનેડા દેખાતા ચોકી ગયા હતા. વાલી દ્રારા બાળકોનું ભોજન ચેક કરવામાં આવતા આ મામલો સામે આવ્યો છે. વાલી દ્રારા સરપંચને જાણ કરવા છતાં પણ કોઇ પણ પ્રકારના આ મામલે પગલાં ન લેવાયાનો વાલીઓ આક્ષેપ કરી રહ્યાં છે. આથી, ગામના જાગૃત નાગરિક દ્રારા બાળકોના ભોજનમાંથી ઇયળ નીકળ્યાનો ફોટો વાયરલ કરવામાં આવ્યો.
આંગણવાડીમાં નાના ભૂલકાઓને અપાતા ભોજનમાંથી ઈયળો નીકળતા અહીં સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે, શું ભોજન બનાવવા માટેનું અનાજ ઉપરથી જ ખરાબ આવે છે કે પછી સ્થાનિક કેન્દ્રમાં તેની સાફસફાઇ નથી કરાતી? બાળકો બીમાર પડશે અથવા તો તેમને કંઇ થશે તો જવાબદાર કોણ? આવાં ઇયળો વાળા અખાદ્ય ખોરાક ખાવાથી બાળકોના જીવનું જોખમ મંડરાઇ રહ્યું છે. તેમજ આવું ભોજન અનેક પ્રકારના રોગોને આમંત્રણ પણ આપે છે. તેમજ બાળકોને વિટામિનના બદલે માંદગી ઉભી થતી હોય આ બાબતે ઉચ્ચકક્ષાએથી યોગ્ય તપાસ કરી બાળકોને સ્વચ્છ ભોજન ખવડાવવામાં આવે તેવી વાલીઓમાં માંગ ઉઠી છે.