૪૫ જેટલી ટીમ ડોર ટુ ડોર ફરી સર્વે કરશે
કોરાનાના લક્ષણો જણાય તેવા વ્યકતિઓને ધનવંતરી રથ મારફત દવા-સારવાર અપાશે
ઉપલેટા શહેર ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે ત્યારે આજથી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ઘેર-ઘેર ફરી તપાસણી હાથ ધરવામાં આવી છે.
શહેરમાં આજ સવારથી જ જિલ્લા આરોગ્ય અધિકારી મિતુલ ભંડેરીની સુચનાથી તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડો.પટેલની આગેવાનીમાં શહેરના અર્બન ડિપાર્ટમેન્ટના ડો.બકોરા સહિત ૪૫ જેટલી ટીમો બનાવી સમગ્ર શહેરમાં પાંચ દિવસ સુધીમાં ઘેર-ઘેર જઈ તમામ લોકોને થમ્સગનથી લોકોને તાવ, શરદી, ઉધરસ છે કે નહીં તેની તપાસણી કરશે.
તપાસણી દરમિયાન કોરોના લક્ષણો જે વ્યક્તિમાં દેખાશે તેને ધનવંતરી રથ દ્વારા વિવિધ દવાઓથી સારવાર આપવામાં આવશે. તેમજ જરૂરી જણાશે તેવા લોકોની તેમની ઘરે જ કોરોનાનો એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે. આ અંગે આરોગ્ય બ્લોક હેલ્થ ઓફિસર ડો. પયેલનો સંપર્ક સાધવા તેઓએ જણાવેલ છે. આ સર્વેનું મુખ્ય કારણ શહેરમાં છેલ્લા ૧૫ દિવસથી કોરોના સંક્રમિત દર્દીઓ વધી રહ્યાં છે. લોકો કોરોના ટેસ્ટ કરાવતા ડરે છે. ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગની સુચનાથી આરોગ્યની ટીમ ઘેર-ઘેર જઈ લોકોને કોરોના ચિન્હો ધરાવતી વ્યક્તિને તપાસી તેની સંપૂર્ણ સારવાર કરશે જેથી કોરોના સંક્રમિત અટકાવી શકાય