‘વેસ્ટમાંથી બેસ્ટ’
આ નવી બનાવાયેલી ગ્લાસ રિઈનફોસ્ડ કોક્રિટ સસ્તી અને ૫૦ વર્ષ સુધી આયુષ્ય ધરાવતી હોવાનો રજૂ થયેલો દાવો
આપણા દેશમાં પ્લાસ્ટીક બોટલમાં વેંચાતા ઠંડા પીણાથી લઈ પાણીનો ક્રેઝ પૂર જોશમાં વધી રહ્યો છે. જેથી તેમાંથી દરરોજ નીકળતા હજારોની સંખ્યામાં પ્લાસ્ટીક બોટલ વેસ્ટ સમગ્ર ભારતમાં પ્લાસ્ટીક કચરાના મોટા જથ્થામાં સતત વધારો કરી રહ્યો છે. જેથી આઠ પ્લાસ્ટીક બોટલનું રીકમ્પોઝ થઈ શકતુ નહોય આ સમસ્યા વિકરાળ બની રહી છે. જેનો ઉકેલ વડોદરાની એમ.એમ. યુનિ.ના ગોલ્ડ મેડાલીસ્ટ સંશોધનકારોએ શોધી કાઢીને આ પ્લાસ્ટીક બોટલના વેસ્ટનો બાંધકામ ઉદ્યોગમાં ઊપયોગ કરી શકાય છે.તેવું સંશોધન કર્યું છે.
એમ.એસ. યુનિવર્સિટીના સંશોધક અનુરાધક સૂર્યવંશી અને તેમના જર્મનીના સહસંશોધક એલિઝાબેથ રિડિયેરે રિસાયકલ પીઈટી બોટલમાંથી બનેલા સિમેન્ટ આધારીત સંયુકત મિશ્રણ દ્વારા ઓછી કિંમતના ક્રોકીટ માળખાના નિર્માણ માટે આર્કિટેકચરલ એસોસીએશન લંડનના સહયોગથી નવુ સંશોધન કર્યું છે. અનુરાધાએ આ પ્રોજેકટ માટે મુંબઈની ધારાવીના ડમ્પ યાર્ડની આ પ્રોજેકટ માટે પસંદગી કરી હતી.
ક્રોકીટ બાંધકામ માટે યોગ્ય દરિયાઈ રેતી જેટલી ઓછી છે.જેથી ક્રોકીટનું બાંધકામ પણ મોંઘુ બન્યું છે. જેથી તેની વૈકલ્પિક ઈમારત સામગ્રીની જરૂર છે તેમ જણાવીને અનુરાધાએ ઉમેર્યું હતુ કે પીઈટી બોટલમાંથી બનાવેલી સામગ્રી ક્રોકીટ માળખામાં વપરાતી રેતીની માત્રાને લગભગ ૧૩ ટકા જેટલી ઓછી કરે છે. જેથી ખર્ચમાં ૧૦ થી ૧૫ ટકા બચાવવામાં મદદ કરે છે.
આ નવી સામગ્રીનો ઉપયોગ સંપૂર્ણ પણે કચરામાંથી કરવામાં આવ્યું છે. અમે સુશોભન તત્વો જેવા કે એવિએશન પેનલ્સ, પાર્ટીશનો, ફેકેકસ, બ્લોકસ અને ઈંટો બનાવી શકીએ છીએ તે મેટલસીટના બદલામાં કામ કરી શકે અને ટકાઉ વિકલ્પ છે.
લંડનના સ્કુલ ઓફ આર્કિટેકચરમાં માસ્ટરઓ સાયન્સના વિદ્યાર્થીની છતરીકે અનુરાધશ દ્વારા હાથ ધરવામાં આવેલા આ પ્રયોગ રજૂ કરનારા તેઓ એક માત્ર ભારતીય ચે.આપ્રયોગ તેમને જયોર્જિયા ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી યુ.એલ.માં પેપર તરીકે રજૂ કર્યું છે. નવી સામગ્રી ગ્લાસ રીઈનફોર્સ્ડ ક્રોકીટની હરીફ જેવી છે જે વર્તમાનમાં વધારે પ્રતિબીત છે.
તે પ્રકાશ વજન અને પર્યાવરણ મિત્ર મજબુત છે. અને તેનો મલ્ટીપર્પઝ તરીકે ઉપયોગ કરી શકાય છે. તેમ જણાવીને અનુરાધાએ ઉમેર્યું હતુ બાંધકામ ઉદ્યોગમાં મકાનની સરેરાશ જીવન ૩૫ વર્ષથી લાંબા સમયની સુધી ચાલતી સામગ્રીનો ઉપયોગ કરવો તે અર્થમાં બનાવામાં આવે છે. પીઈટી બોટલનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવેલી પ્લાસ્ટીક ઈન ક્રોકીટ સામગ્રી ૩૫ થી ૫૦ વર્ષ સુધીનું આયુષ્ય ધરાવે છે.