થાનગઢના સોનગઢના સંતો-મહંતો અને અગ્રણીઓએ બંનેના મોઢા મીઠા કરાવ્યા
કાઠી સમાજના ગુજરીયા દરબાર અને રૂપાવટી દરબાર વચ્ચે વર્ષોથી ચાલતા મતભેદનું સોનગઢ ખાતે સંતો-મહંતો અને સમાજના અગ્રણીઓએ સુખદ સમાધાન કરાવી બંનેના મોઢા મીઠા કરાવતા સમાજમાં હર્ષ સાથે બંનેના મિલાપને વધાવી લીધા છે.
બિલખા પાસે આવેલા રૂપાવટી ગામના દેવકુભાઇ વિકમા અને જેતપુર નજીક આવેલા ગુજરીયા દરબાર જોરૂભાઇ ખુમાણ વચ્ચે વર્ષોથી ચાલતા મતભેદ અંગે થાનગઢના સોનગઢ ગામે પૂજય લાખાબાપુની જગ્યામાં ગઇકાલે સુખદ સમાધાન થયું છે.
બંને અગ્રણીઓને એક કરવા માટે કાઠી સમાજના આરાધ્ય દેવ સુરજદેવળ મંદિરના મહંત સુર્યપ્રકાશદાસ, સોનગઢ જગ્યાના ભગતબાપુ, સંતો-મહંતો કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણી પ્રકાશભાઇ બસીયા, ચોટીલા યાર્ડના પ્રમુખ ભરતભાઇ, રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજા અને હડમતાલાના હરદેવસિંહ જાડેજાઓની મધ્યસ્થી મહત્વની રહી હતી. બંને અગ્રણીઓ વચ્ચે સમાધાન થતા કાઠી સમાજમાં એક નવો રાહ ચિધ્યો છે.