હાલ રાજ્યમાં ત્યજેલા બાળકોને છોડવામાં કિસ્સાઓમાં વધારો થતો જાય છે. લોકો પોતાના પાપ છુપાવવા માટે નવજાત, ફૂલ જેવા બાળકોને ત્યજીને જતા રહે છે ત્યારે સુરતમાં વધુ એક ઘટના સામે આવી છે જેમાં બે મહિનાનું બાળક મળી આવ્યું છે. કોઈ અજાણ્યા દ્વારા પાપ છુપાવવા બાળક મૂકી ફરાર થઈ ગયા હોવાની પોલીસને આશંકા છે.
સુરત કોઈને કોઈ ઘટનાને લઈને લાઇમલાઈટમાં રહેતું હોય છે ત્યારે વધુ એક ચકચારી ઘટનાં સામે આવી છે જેમાં વ્યક્તિ પોતાનું પાપ છુપાવવા માટે ૨ મહિનાના નવજાત બાળકને મુકીને ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ આ ઘટના સુરતના અડાજણ વિસ્તારની છે જ્યાં કેબલ બ્રિજ પાસે બે મહિનાનું બાળક મળી આવ્યું હતું. રાહદારીની નજર જતા પોલીસને જાણ કરવામાં આવી હતી.
સુરતના અડાજણ વિસ્તારમાં કેબલ બ્રીજ પાસે આ બાળક મળી આવતા અડાજણ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાએ સ્થળે દોડી આવ્યો હતો અને બાળકને સારવાર અર્થ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. કોઈ અજાણ્યા દ્વારા પાપ છુપાવવા બાળક મૂકી ફરાર થઈ ગયા હોવાની પોલીસને આશંકા છે. પોલીસે અજાણીયા ઈસમ વિરોધ 317 મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બાળક કયાથી આવ્યું.. ક્યાં કારણોસર કોણ મૂકી ગયું તે બાબતે પોલીસ તપાસ કરી રહી છે ત્યારે જેમાં બાળકને તરછોડનાર માતા-પિતા કેબલ બ્રિજ પરતી પસાર થતાં હોય તેવા દ્રશ્યો CCTVમાં કેદ થયાં છે. માસૂમ બાળકને ત્યજી દેનારા સામે લોકોએ ફિટકાર વરસાવી હતી. આ સમગ્ર મામલે અડાજણ પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
રાહદારીઓ દ્વારા પોલીસને જાણ કરાયા બાદ બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. બાળકને she ટીમ દ્વારા લઈ જવામાં આવ્યું છે. શી ટીમની સભ્ય નવજાતનું માતાની જેમ ધ્યાન રાખી રહી છે. બાળકની તબિયત તંદુરસ્ત છે. હાલ તેને એન. આઈ. સી. યુમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યું છે