ક્રિકેટ બેટની પ્રમાણિકતા સ્પષ્ટ પણે નિશ્ચિત કરવામાં આવી છે. તે મુજબ લાકડાનું ફલક હોવું જોઇએ અને તેના પર લગાડવામાં આવેલ પદાર્થ ૧.૫૬ મિલિમીટર જાડાઇથી વધારે ન હોવો જોઇએ. પરંતુ સદનસીબે બેટનું હેન્ડલ અને બેટનું વજન ખુલ્લુ રાખવામાં આવેલ છે. નેતર અને રબ્બરનું પરંપરાગત બેટનું હેન્ડલ હવે બદલવામાં આવ્યું છે. હવે હેન્ડલ પોલીમર યુકત કાર્બન ફાઇબરનું બનાવવામાં આવે છે. તેના પદાર્થનું બંધારણ એવું છે કે બેટના ફલકમા નીચેના ભાગમાં વધારે વજન હોય છે. આજના બેટસમેન ડોનાલ્ડ બ્રેડમનેના બેટ કરતાં એક તૃતીયાંશ વધારે વજન ધરાવતા બેટનો ઉપયોગ કરે છે. આધુનિક બેટના હેન્ડલમાં ઘણી કરામત હોય છે. તેમાં ઇલેકટ્રોનિક શોર્ટ સર્કીટ હોય છે અને વાઇરીંગ હોય છે. હેન્ડલના નીચલા ભાગમાં મંદક હોય છે જે ધ્રુજરીનું ઉષ્મામાં રૂપાંતર કરે છે. બેટના ફલક પર એક સ્વીટ સ્પોટ હોય છે. આ બેટના ફલકમાં એવું સ્થાન છે જેનાથી દડાને ફટકો મારે તો બહુ ઓછી તકલીફ પડે છે. આ સ્પોટનું માપ ધ્રુજારી ઘટાડવા માટે ટેકનોલોજી વધારે છે.
આધુનિક બેટના હેન્ડલમાં ઘણી કરામત હોય છે
Previous Articleઉનાળામાં તરબૂચ આપશે સેહતને ખાસ ફાયદા
Next Article દેશનું ફોરેન રિઝર્વ ૩૬.૫૫ લાખ કરોડને પાર