• અરેબિયા સરકાર સાથેના સારા સંબંધોને કારણે ભારત દેશને હજજ કવોટામા વધારો અપાયો
  • સમગ્ર વાગળ વિસ્તારના આગેવાનો રહ્યા ઉપસ્થિત

WhatsApp Image 2024 06 11 at 18.10.21 2eed7fef

કચ્છ ન્યૂઝ: ઇસ્લામ ધર્મમાં જેને પવિત્ર યાત્રા માનવામાં આવે છે. એવા મક્કા મદીના શરીફ જવું એ જીવનની એક ખુશનસીબ યાત્રા હોય છે. જેમાં આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સાઉદી અરેબિયા સરકાર સાથેના સારા સંબંધોને કારણે ભારત દેશને હજજ કવોટામા ખૂબ વધારો આપવામાં આવ્યો છે. જેના કારણે ગુજરાતમાં પણ હજજ કવોટા વધ્યો છે. ત્યારે કચ્છના મુસ્લિમ ભાઈઓ આ વર્ષે ખૂબ જ મોટી સંખ્યામાં પવિત્ર હજજ કરવા જઈ રહ્યા છે.WhatsApp Image 2024 06 11 at 15.18.30 63dd5d39વાગડ વિસ્તારના હાજી સાહેબો પણ આજરોજ અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ઉપરથી પવિત્ર યાત્રાએ ગયા છે. જેમાં માણાબા,રાપર, સામખયારી, જંગી, ભચાઉ, વિસ્તારમાંથી હાજી સાહેબો મોટી સંખ્યામાં યાત્રામા જોડાયા છે. ત્યારે તેમને વિદાયમાંન આપવા માટે એરપોર્ટ ખાતે ગુજરાત કમિટીના ચેરમેન જનાબ ઈકબાલભાઈ સૈયદ સાહેબ, ડિરેક્ટર નાહીન ભાઈ કાજી, પ્રદેશ લઘુમતી મોરચાના કોષાધ્યક્ષ અકબરભાઈ રાઉમા, પ્રદેશ કારોબારી સમિતિ સદસ્ય ઇનામુલભાઇ ઇરાકી સાહેબ તેમજ કમિટીના મેમ્બર આમદભાઇ જત,ફકીરમામદ ભાઇ રાયશી સાથે કચ્છ મુસ્લિમ સમાજના આગેવાનો એરપોર્ટ ઉપર ઉપસ્થિત રહ્યા હતા.WhatsApp Image 2024 06 11 at 15.18.29 e3012246ખાસ કરીને જર્મન સ્ટીલ હક કંપની સામખીયારીના માલિક ઈનામુલભાઈ ઇરાકી શેઠ વાગડ વિસ્તારના હાજી સાહેબોની ખૂબ જ સારી એવી સેવા કરી હતી. રાત્રી રોકાણ, ભોજન, ચા પાણી-નાસ્તો તેમજ એરપોર્ટ ઉપર પણ નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. વાગડ વિસ્તારના હાજી સાહેબો માટે રવાનગી સુધી પ્રશંસા પાત્ર થાય તેવી સેવા આપી હતી. ભારત દેશમાં અમન શાંતિ ભાઈચારો હંમેશના માટે જળવાઈ રહે અને સમગ્ર ભારત દેશ સંયુક્ત કુટુંબ અને ભાવના સાથે ખૂબ જ પ્રગતિ કરે તેવી દુવાઓની અપીલ પણ કરવામાં આવી હતી. આ સમયે સમગ્ર વાગળ વિસ્તારના આગેવાનો અને હજજ કમિટીના ખાદીમોની સેવા પણ કાબિલે તારીફ હતી. ખરેખર સરકારનું સુત્ર ‘સૌનૌ સાથ, સૌનો વિકાસ, સૌનો સહકાર, સૌનો વિશ્વાસ’ દેખાતું હતું. સૌ હાજી સાહેબો લબ્બૈક અલ્લાહુમા લબ્બૈકની તસબીહ પડતા પડતા સફરે હજજે બયતુલ્લાહ માટે જઇ રહ્યા હતા. સૌએ દુવાઓની દરખાસ્ત કરી હતી.

ગની કુંભાર

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.