ખરતા વાળ હર કોઇ યુવતીની પરેશાની છે. તળાવ, અને માનસીક  પીડાઓ, ક્રોધના કારણે વાળ ખરતા હોય છે જે મોંઘીડાટ દવાઓ લીધા બાદ પણ ખરતા અટકતા નથી. માટે જ્યારે લોકો બધેથી થાકે છે ત્યારે આયુર્વેદની શરણાગતી સ્વિકારે છે.

– ભુ્રંગરાજ : આ ઓષધી વાળ માટે ખૂબ જ ગુણકારી છે. જે વાળને ખરતા અટકાવી સ્મુથ એન્ડ સિલ્કી બનાવે છે. જો ટાલ હોય તો વાળ ફરીથી ઉગવામાં પણ મદદ કરે છે.  તમે તેના તેલનો ઉપયોગ કરી શકો છો અથવા તો તેની પેસ્ટ પણ વાળમાં લગાવી શકો છો.

– આમળા : વાળ ખરતા અટકાવવા આમળા પણ બેસ્ટ રિમેડી છે. તેનાથી તમારા વાળ વધુ સાઇની બને છે અને આમળાનો સીધો ઉ૫યોગ કરવાથી તે વધુ ફાયદેમંદ સાબિત થાય છે તમે આમળાને હિના પાઉડર સાથે પણ ઉપયોગમાં લઇ શકો છો.

– લીમડો : ત્વચા તેમ વાળ બંને માટે લીમડો વરદાન સ્વરુપ છે. જે વાળના મુળમાં રક્ત સંચાર વધારે છે. તેમજ જુ, ડેન્ડ્રફ જેવી સમસ્યાથી પણ નીઝત અપાવે છે.

– શિકાકાઇ : શિકાકાઇ સેસા ભ્રુંગરાજ, જેવા અનેક વાળ વધારવામાં ઉપયોગ તેલમાં વપરાય છે. આ એક આયુવેર્દિક શેમ્પુ છે. તે તમારા વાળન મુળથી મજબૂત કરે છે. અને ખોડાની સમસ્યાથી પણ રાહત અપાવે છે વાળ ધોવા માટે તેનો ઉ૫યોગ કરવાથી અનેક ફાયદાઓ થાય છે.

– અરીઠા : વાળ ધોવા માટે પ્રાચીનકાયથી સ્થિતિઓ અરીઠાનો ઉપયોગ કરે છે જે વાળના મુળ માટે ખૂબ જ ગુણકારી છે માટે અરીઠાથી વાળ ધોવાથી અનેક સમસ્યાઓથી રાહત મળે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.