22-23 સપ્ટેમ્બરે રિજીયોનલ રાઉન્ડ તથા 27-28 સપ્ટેમ્બરે ગ્રાન્ડ ફિનાલે યોજાશે: એન્યુઅલ એક્ટિવિટીઝ કેલેન્ડરનું મુખ્યમંત્રીએ વિમોચન કર્યુ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી અન્વયે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0 અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવ હેકાથોન-ર0રર માટે મળેલા 77પ થી વધુ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ ના કોમ્પાઇલેશનનું ગાંધીનગરમાં વિમોચન કર્યુ હતું. તેમણે આ ઉપરાંત ન્યૂ એજ્યુકેશન પોલિસીના પ્રથમ બે વર્ષ દરમ્યાન રાજ્યમાં સફળ અમલીકરણના દસ્તાવેજ સમાન ગઊઙ કોમ્પોડીયમનું વિમોચન પણ કર્યુ હતું.એટલું જ નહિ, સ્કોપની વાર્ષિક ગતિવિધિઓની વિસ્તૃત વિગતો ધરાવતા એન્યુઅલ કેલેન્ડર ઓફ એક્ટિવીટીઝને પણ મુખ્યમંત્રી એ લોંચ કર્યુ હતું.
શિક્ષણ મંત્રી જિતુભાઇ વાઘાણી ,સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ ભાઈ પરમાર, ટીચર્સ યુનિવર્સિટી ના હર્ષદભાઈ પટેલ ,જી.ટી.યુના વાઈસ ચાન્સેલર શેઠ,કે.સી.જી ના એ.યુ.પટેલ તેમજ શિક્ષણના અગ્ર સચિવ હૈદર અને વરિષ્ઠ અધિકારીઓ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.જજઈંઙ 2.0 હેઠળ ગુજરાત રાજયમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી નિમિતે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0 અંતર્ગત રાજ્ય-સ્તરીય આઝાદી કા અમૃત મહોત્સવ હેકાથોન 2022નું આયોજન કરવામાં આવેલું છે. તે અંતર્ગત સરકારી વિભાગો, કચેરીઓ અને ઉધોગો તરફથી 775 થી વધુ પ્રોબ્લેમ્સ સ્ટેટમેન્ટ મળેલા છે. સરકારના વિવિધ વિભાગોના 152, સરકારી કચેરીઓના 489 અને ઉદ્યોગ ગૃહોના 142 પ્રોબેલ્મ સ્ટેટમેન્ટનો આમાં સમાવેશ થાય છે.
આ સ્પર્ધામાં ગુજરાતની કોઈપણ કોલેજ/યુનિવર્સિટીમાં કોઈપણ સ્ટ્રીમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને શાળાઓના વિદ્યાર્થીઓ (9 થી 12 ધોરણ) મળી આશરે 12000 જેટલા વિધ્યાર્થીઓ ભાગ લેશે તેવો અંદાજ રાખવામા આવ્યો છે.આ સ્પર્ધા અન્વયે સમસ્યાઓના ઉકેલ શોધી તેના પ્રોટોટાઈપ કે મોડેલ તૈયાર કરવા માટે 2 દિવસની રિજીઓનલ રાઉન્ડ અને ગ્રાન્ડ ફિનાલે રાજ્યની જુદી જુદી સંસ્થાઓ ખાતે માટે યોજવામાં આવશે. જેમાં ટીમ દ્રારા પ્રેઝન્ટેશન, મેન્ટર દ્રારા મેંટરીંગ અને જયુરી દ્રારા મૂલ્યાંકન જેવી એક્ટિવિટી થશે. ટીમ રજીસ્ટ્રેશન ઓગસ્ટ 2022 ના ચોથા અઠવાડિયામાં શરૂ થશે.
આ સ્પર્ધાનો રિજીઓનલ રાઉન્ડ આગામી 22-23 સપ્ટેમ્બર 2022 અને ગ્રાન્ડ ફિનાલે 27-28 સપ્ટેમ્બર 2022ના રોજ યોજાશે. વિજેતા ટીમને પ્રૂફ ઓફ કોન્સેપ્ટ /પ્રોટોટાઈપ બનાવવા રૂ 2,50,000/- ની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી સહાય કરવામાં આવશે. વિજેતા ટીમને મુખ્યમંત્રી , શિક્ષણમંત્રી તથા અન્ય મંત્રીઓ દ્રારા ઈનામ પણ આપવામાં આવશે. વિજેતાઓને મુખ્યમંત્રી ના હસ્તે 30 સપ્ટેમ્બર 2022 ના રોજ ઈનામ વિતરણ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ એન્ડ ઇનોવેશન પોલિસી હેઠળ છેલ્લા પાંચ વર્ષથી હેકાથોનનું આયોજન કરવામાં આવે છે. જેમાં ઉદ્યોગો અને સરકારી વિભાગો દ્વારા આપેલ સમસ્યાઓનું ટેકનોલોજી દ્વારા સમાધાન કરવામાં આવે છે. છેલ્લી 3 હેકાથોનમા 33,000 થી પણ વધુ વિદ્યાર્થીઓ એ ભાગ લઈ ને 662 સમસ્યાઓ પર સતત 36 કલાક કામ કરી ને સમસ્યાનું સમાધાન આપેલું હતું.