આડેધડ ગમે તે ખાવાથી નુકશાન થઈ શકે છે: સંશોધનમાં દાવો
વારંવાર ખોરાક બ દલવાની ટેવ તમારા આરોગ્ય માટે જોખમી છે તેમ તાજેતરમાં થયેલા સંશોધનમાં બહાર આવ્યું છે. આડેધડ ગમે તે ખાવાથી પણ તમને મોટુ નુકશાન થઈ શકે છે.
લંડનની શીફીલ્ડ યુનિવર્સિટીમાં સંશોધકો દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં બહાર આવ્યું છે કે પહેલા અમુક ચોકકસ પ્રકારનો ખોરાક અને ચોકકસ માત્રામાં જ લીધા બાદ વધારે સમૃધ્ધ ખોરક લેવામાં આવે તો તેનાથી તમારા આરોગ્યને નુકશાન થઈ શકે છે.
સાયન્સ એડવાન્સીઝ નામના જર્નલમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલમાં સંશોધન વિશે જણાવાયું છે કે અમે કેટલીક ફળ માખીઓને પહેલા મર્યાદિત ખોરાક આપ્યો હતો અને બાદમાં વધુ સમૃધ્ધ ખોરાક આપ્યો હતો.
અમારા આ સંશોધનમાં એવું જાણવા મળ્યું હતુ કે આવી ફળ માખીઓમાં ઘણી ખરી ફળમાખીઓ મૃત્યુ પામી હતી. અને કેટલીક ફળ માખીઓએ અન્ય ફળમાખીઓની સરખામણીએ ઓછા ઈંડા મૂકયા હતા એકવાર નિયંત્રિત અને હળવો ખોરાક લીધા બાદ તેની ટેવ પડી જાય છે. અને તેનાથી વધારે સમૃધ્ધ ખોરાક્તે પચાવી શકતી નથી.
અત્યાર સુધી એવું કહેવાતું હતુ કે અમુક પ્રકારનો અને મર્યાદિત ખોરાક લેવો કે ભૂખમરાની સ્થિતિ ન ઉદભવે તેવો જ પોષકતત્વોથી ભરપૂર ખોરાક લેવાથી માનવી કે પ્રાણી ટકી શકે છે, પરંતુ અમારા સંશોધનમાં એવું જાણવા મળ્યું કે માનવી અને પ્રાણી ઓછા ખોરાક મળે ત્યારે જીવન કેમ ટકાસવવું અને સ્વાસ્થ્ય જાળવી રાખવાનું શીખી જાય છે. અને વધારે અને પૂર્ણ ખોરાક મળે ત્યાં સુધી રાહ જુએ છે.
સંશોધનમાં એવું પણ કહી શકાય કે ફળમાખીઓમાં કેટલીક ભવિષ્યમાં ખોરાક મળે તેની રાહ જોવા કે જીવન ટકાવી રાખવાને બદલે નિયંત્રિત ખોરાક ઉપર મરવાના વાંકે જીવતા જોવા મળે છે.
શીફીલ્ડ યુનિવર્સિટીના સહસંશોધક એન્ડ મેક્રાન સંશોધન અંગે કહે છે કે અમારા સંશોધનમાં એવું પણ ચોંકાવના જાણવા મળ્યું છે કે મર્યદિત કે નિયંત્રિત ખોરાક ભવિષ્યમાં જે તે વ્યકિતને અમુક રોગ થવાનું કારણ પણ બની શકે છે.