નવીનીકરણ કરવાનું કામ મંજૂર કરતી સ્ટેન્ડીંગ કમિટી
રાજકોટ મહાપાલિકાનાં ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા સૌનો સાથ સૌનો વિકાસ સાથે શહેરીજનો માટે શહેરના જુદા જુદા વિસ્તારોમાં વિકાસના કાર્યો કરવામાં આવે છે. તેવા જ કાર્યોના ભાગરૂપે તેમજ શહેરના યુવાનો પોતાની શારીરિક તંદુરસ્તી પ્રત્યે સજાગ બંને તે હેતુથી રાજકોટ મહાનગરપ ાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.14માં શેઠ હાઇસ્કુલ મેદાનમાં આવેલ વ્યાયામ શાળાનું નવીનીકરણ રૂ.16, 11, 674/-ના ખર્ચે કરવાનું સ્ટેન્ડીંગ કમિટીમાં વોર્ડ નં.14ના કોર્પોરેટર અને સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડે આજરોજ મંજુર કરેલ છે. જેને વોર્ડ નં.14ના કોર્પોરેટર અને પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, કિરણબેન સોરઠીયા, વર્ષાબેન રાણપરાએ આવકારી છે.