સમસ્ત ઘાટકોપરના 999 થી વધુ ભાવિકોએ આયંબલિ આરાધના કરી
25 – 25 વર્ષની વિદાય પછી આજે પણ હજારોના હૃદયમાં શ્રદ્ધાપાત્ર સ્વરૂપે જીવંત બની રહેલાં ગોંડલ સંપ્રદાયના તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવ શ્રી રતિલાલજી મહારાજ સાહેબની 25વિં પુણ્ય સ્મૃતિનો અવસર પારસધામ ઘાટકોપર ખાતે અત્યંત ભક્તિભાવે તપત્યાગથી ઉજવાયો હતો.
પરમ ગુરુદેવના સાંનિધ્યે તેમજ વિરલપ્રજ્ઞા પૂ. . વીરમતીબાઈ મહાસતીજી આદિ, ડો. પૂ. . ડોલરબાઈ મહાસતીજી આદિ, પૂ. સુનિતાબાઈ મહાસતીજી, પૂ ઊર્મિબાઈ મહાસતીજી – પૂ. ઊર્મિલાબાઈ મહાસતીજી, આદિ સાધ્વીવૃંદની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત આ અવસરે બહોળી સંખ્યામાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને તેમજ લાઈવના માધ્યમે દેશ-વિદેશના ભાવિકો તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવ પ્રત્યે ભક્તિભાવની અર્પણતા કરી ધન્ય બન્યા હતા.
વિદાયના આટલા વર્ષો બાદ પણ તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવની કૃપા સાંનિધ્યની અનુભૂતિ કરી રહેલાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે પોતાના અંતરની ભક્તિભાવના વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ગુરુ ચરણમાં નિષ્કામ સમર્પણતા કરનારા શિષ્ય શુદ્ધ અને શુદ્ધથી સિદ્ધ બન્યાં વિના ન રહે. ગુરુ એક એવી સીડી સમાન હોય જે શિષ્યનો ભાર પોતાના માથે લઈને એને ઊંચે પહોંચાડી દેતાં હોય.
વિરલપ્રજ્ઞા પૂ. વિરમતીબાઈ મહાસતીજી, પૂ. સુનીતાબાઇ મહાસતીજી તેમજ પૂ. ઉર્મિલાબાઈ મહાસતીજીએ તપસમ્રાટ ગુરુદેવના ગુણોની સમૃદ્ધિની અભિવ્યક્તિ કરીને એમની પ્રત્યે સમર્પણતાભાવ – શ્રદ્ધાભાવની અર્પણતા કરી હતી. ગોંડલથી વિશેષભાવો સાથે આ અવસરે પધારેલા ગોંડલ સંપ્રદાયના પ્રવીણભાઈ કોઠારીએ સુંદર ભાવ અભિવ્યક્તિ સાથે તપસમ્રાટ ગુરુદેવના ગુણોનું સંસ્મરણ કર્યું હતું. વિશેષમાં પોતાના દીર્ઘકાળના સંયમ જીવન દરમિયાન અનેકવિધ કઠોર તપસ્યા સાથે નિરંતર 999 આયંબિલ તપની આરાધના કરનાર તપસમ્રાટ ગુરુદેવને સમસ્ત ઘાટકોપરના 999થી વધુ ભાવિકોએ આયંબિલ તપ આરાધનાની ભેટ અર્પણ કરી ગુરુભક્તિના અનન્ય દર્શન કરાવ્યાં હતાં. નાની ઉંમરમાં જ બાળકોને તપના સંસ્કારોથી સંસ્કારિત કરવા પારસધામમાં વિશિષ્ટ પ્રકારના આયંબિલના આહાર સાથેની સશમત આયંબિલ આરાધનાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક બાળકો જોડાયાં હતાં. આયંબિલ આરાધના કરનાર ભાવિકોનો સમગ્ર લાભ માતા મંજુલાબેન મનસુખલાલ દોશી પરિવાર, માતા નયનાબેન મહેશભાઈ રૂપાણી પરિવાર તેમજ મુકેશભાઇ કામદાર, શ્રેણિકભાઈ ગાંધી, રશ્મિકાંતભાઈ દેસાઇ, લાખાણી પરિવારે સહયોગી બની લાભ લીધેલ. ઉપરાંતમાં 1 અઠવાડિયાથી આયંબિલ આહારની અજૈન લોકોને પ્રેરણા આપતાં “પરમ સાત્વિક-ધ નોન મસાલા હાઉસ ” નો ફૂડ ટ્રક ઘાટકોપરના અનેક ક્ષેત્રોમાં લઈ જઈ અઢજૠના યુવાનો દ્વારા અનેક ુજ્ઞીક્ષલતયિંતિને આયંબિલ તપની પ્રેરણા કરવામાં આવી રહી